Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 16
________________ શબ્દસમીપ • પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તો છે જ. આ પછી અપહનુતિ અલંકારમાં તેઓ વ્યાજોક્તિ અલંકારને સમાવી લે છે, તેને જુદું સ્થાન આપ્યું હોત તો યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલંકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય, આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનાવવાનો તેમનો યત્ન છે. વળી સદર્યદૃષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારનો તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા, અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અલંકારો મૂકી તેમણે સંક્ષેપ સાધ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો ‘વિવેક 'માં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારોનો ખ્યાલ આપતા જણાય છે. અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યનો હેતુ દિમાત્રનો નિર્દેશ કરવાનો જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણા અને નજીકપણાને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તો તેને એક પટાભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાનો, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણોમાં ભિન્નતા જણાવવાનો અથવા તો અલંકારની વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાનો દોષ સેવવાનો ભય રહે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકાર્ય તો ન જ બની શકે. અનેક અલંકારોને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દૃષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોનો અનાદર કરે છે તેવું નથી. તેઓ તો તેમની ‘વિવેચૂડામળિ' નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણનો વારંવાર સ્વીકાર કરતા જણાય ૨૦ ] • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંબરિકોની કોઈ પણ ટીકા કર્યા વિના પોતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારોનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ. આમાં હેમચંદ્રાચાર્યનો હેતુ અલંકારના વર્ગીકરણની પદ્ધતિમાં સૌદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા આણવાનો નથી, તેમ જ તેવો તેમનો દાવો પણ નથી. તેઓ તો પોતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વવિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતો ગ્રંથ તૈયાર કરવા માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું. હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાપ્ત ‘દયાશ્રય”. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન'નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘હવાશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘વાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સુષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ , યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે. ‘વાશ્રય’ ‘ભટ્ટિકાવ્ય”નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણ રૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યે ‘યાશ્રય'ની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી એતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મુલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન' નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘હુવાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થો વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘દ્વયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. 0 ૨૧ ]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152