________________
• શબ્દસમીપ * મારા આર્ય ભાઈઓ અને બેનો, આર્ય ! ભારત જેની લીલાભૂમિ, ભારતી જેની જનની, સંસ્કૃત જેનો વાક્યાલાપ, મનું જેનો પિતૃ પુરૂ ષ, વેદ વિઘા જેનું ચિત્ત પ્રસૂત, તે જગદ્ગુરૂ આર્ય જાતિને પ્રાતઃ સ્મરણીય આ જાતિભેદ અને ભોજન વિચાર નામક લઘુ ગ્રંથ અનુરાગ ૨સાભિષિક્ત હસ્તથી સમર્પિત કર્યો છે. તેમાં જે વિચારનું ઉદ ધાટન કર્યું છે તેનો પક્ષપાત રહિત વિચાર કરી જાતિભેદ મૂળથી છે કે નહિ અને શૂદ્રના હાથનું ખાવું ઉચિત છે કે નહિ એ નિરધારિત કરીને તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન એક આર્યો કર્યો તો તેનાથી હું સમસ્ત યત્ન, પરિશ્રમ અને વ્યય સફળ થવા માનીશ.
વિનયાવત મુંબઈ તા. ૧ લી મે ૧૮૮૧ નારાયણ હેમચંદ્ર. (૫.૨૪-૨૪૧)
આ આત્મચરિત્રમાં જીવન અને જગત વિશેનું એમનું ચિંતન પણ પ્રગટ થાય છે. કેળવણી, કીર્તિની લાલસા, પ્રવાસનો લાભ, આડંબરયુક્ત ધર્મોત્સવો, પ્રેમ, ધર્મને નામે કમાવવાની વૃત્તિ જેવી બાબતો વિશે તેઓ પોતાના વિચારો આલેખે છે. કેળવણીના બે પ્રકાર વિશે તેઓ નોંધે છે :
કેળવણીના બે પ્રકાર છે. એક ચોપડીઓ વાંચીને જ્ઞાન મેળવવું. તે જ્ઞાન બીજાએ મેળવેલા શtોનનો અનુભવ પોતે વાંચીને મેળવવું એ છે. બીજો પ્રકાર પોતે વસ્તુ જોઈને જ્ઞાન મેળવવું તે છે. વસ્તુ જોઈને અને વસ્તુને બનતી જોઈને, જે જ્ઞાન મેળવવું તે જ્ઞાન મનમાં સારી પેઠે હસે છે તેથી આજ કાલ યુરોપમાં તેવું જ્ઞાન આપવાની પદ્ધતિ પસરી છે. કેળવણીની ખરી રીતિ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે તે પ્રત્યક્ષ દેખાડીને તથા બનાવીને આપવાથી તેની અસર વધારે થાય છે, એવું વિદ્વાનોનું કહેવું છે. જો કે પહેલાં હું તેમાંનું કંઈ જાણતો નહોતો પણ મઝા પડવાથી હું તેમ કરતો હતો એટલે સ્કુલમાંથી નાસીને બીજી જાતની કેળવણી મેળવતો હતો. પૃ. ૨૭-૨૮]
• વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ • જ્યારે પ્રાર્થનાસમાજના ઉત્સવ વિશે તેઓએ લખ્યું, ઉત્સવ આરંભ થયો. મોટી ધામધૂમ થઇ, બહારથી ઘણું થયું પણ અંદર શું થયું હશે તે હું અનુમાન કરી શકતો નથી. બહારથીજ લોકો જુએ છે. અંદર કોણ જુએ છે ? (પૃ. ૨ ૫૦] જ્યારે પ્રેમ વિશેની વિચારધારા પ્રગટ કરતાં તેઓ લખે છે : મનમાં મેં વિચાર કર્યો કે પ્રેમ છૂટતો નથી, જો પ્રેમ કરવામાં આવે, તો તે ભૂલાતો નથી. જો કે હું તેના ઉપર કેવો પ્રેમ રાખતો હતો તે હમણાં યાદ નથી પણ હું તેની જોડે સારી રીતે ચાલતો હોઈશ એવું અનુમાન કરી શકું છું. ગમે તેમ હો. (પૃ. ૧૩]
આ રીતે પ્રકૃતિ અને પ્રવાસની સાથોસાથ એમની વિચારશીલતા પણ આત્મચરિત્રમાં પ્રગટ થાય છે.
આમાં આલેખાયેલાં શહેરોનાં વર્ણનોમાં એનો ઇતિહાસ, એનાં જોવાલાયક સ્થળો, સ્ત્રી-પુરુષોની જીવનશૈલી, ખાનપાન, કલાકારીગરી, વેપાર-ઉદ્યોગ અને ઉત્સવોનું ચિત્ર પણ આપે છે. મારવાડી, બંગાળી, સિંધી, કાશ્મીરી, મદ્રાસી, અમદાવાદી અને વૃંદાવનની સ્ત્રીઓનું વર્ણન આમાં મળે છે. શ્રીનગરની સ્ત્રીઓનું વર્ણન કરતાં તેઓ લખે છે :
જ્યાં નજર ફેંકતો હતો ત્યાં ખૂબસુરત સ્ત્રીઓ આંખને ખેંચતી હતી. પણ કાનના અલંકારો તેમને કદરૂ પા કરી નાખતા હતા. કદાચ મારો આ સંસ્કાર હોય, પણ કાશ્મીરીઓની પાસે તે ખૂબસુરતમાં ગણતા હોય એવું જણાય છે. ખૂબસુરતીનો ખ્યાલ જૂદા જૂદા માણસોમાં જૂદો જુદો હોય છે તે હું કબૂલ કરું છું પણ ખૂબસુરતીના જે બહારનાં લક્ષણો બધા માણસોમાં કેટલોક મેળ છે. તે પ્રમાણે અહિંની સ્ત્રીઓનો ચહેરો કંઇક લંબગોળ, નાક સુંદર, ખાંખ હરણના જેવી ચપળ, શરીરનો બાંધો ઘણો જાડો નહિ તેમ ઘણો પાતળો નહિ. તે જોયાથી મનને હરણ કરે એવી દેખાઈ. જે હોડીમાં અમે રહેતા હતા. તે હોડીવાળાની સ્ત્રી પણ સુંદર હતી. જ્યાં સ્ત્રીઓને જોતો ત્યાં કંઇક નવી ખુબસુરતી જોતો હતો. તેમાં વળી પંડિતની સ્ત્રીઓની વાત
a ૬૭ ]