Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 108
________________ ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • શબ્દસમીપ • આજના પત્રકારત્વમાં એ કે શબ્દ પ્રયોજાય છે - “જર્નાલિસ્ટિક એન્ટરટેઇનમેન્ટ’ - આ જર્નાલિસ્ટિક એન્ટરટેઇનમેન્ટમાં નાટનું અવલોકન આવે, વાર્તા આવે, નવલકથા આવે - આ બધું સાહિત્યની થોડીઘણી છાપ ધરાવતું હોય પણ એમાં મનોરંજન મુખ્ય બની જાય છે. વળી આ દૈનિકો અઠવાડિકો ને માસિકો કાઢે છે. રંગતરંગ જેવાં ડાઇજેસ્ટ પણ કાઢે છે. સાહિત્યિક પત્રના સંપાદકને એક બીજો પણ પડકાર ઊભો થયો છે. એક સમયે સાહિત્યિક પત્ર સાથે અમુક લેખક જોડાયેલો રહેતો. કરસનદાસ માણેકની કૃતિ વાંચવી હોય તો ઊર્મિ જોવું પડે. ઉમાશંકરના વિચારો જાણવા હોય તો સંસ્કૃતિ વાંચવું પડે. આજે શ્રી ભોળાભાઈ પટેલનું પ્રવાસવર્ણન વાંચવા પરબની જરૂર ન રહે, સંદેશમાં એ મળી જાય. બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે અને લગભગ મોટાભાગના લેખકો વિશે આમ કહી શકાય. એક સમયે સામયિક પાસે જે વિશિષ્ટ લેખકવર્ગ હતો તેવું આર્જ નથી. દૈનિકો સાથેની સ્પર્ધામાં એની હરીફાઈ કરે એટલા લેખકો પણ સાહિત્યિક પત્રો પાસે નથી. બીજી રીતે કહીએ તો લેખકવર્ગ વહેંચાઈ ગયો છે. આથી એવું બન્યું છે કે જે લેખ સંશોધનાત્મક હોય, દૈનિક નહીં પણ વાર્ષિક અંકમાં ય સ્થાન પામે નહીં એવા લેખો સાહિત્યિક પત્રોમાં આવે છે. આજે સાહિત્યિક પત્રની આબોહવા જોવા મળતી નથી એનાં અનેક કારણો ગણી શકાય. દૈનિકોની હરીફાઈ, ઉત્તમ સાહિત્યનું સર્જન કરવાની ક્ષમતા અને વૃત્તિમાં આવતી ઓટ, સંપાદક પાસે વિદ્વત્તા ઉપરાંત થોડા ત્યાગભાવની જરૂ૨, શુદ્ધ સાહિત્યના ઓછા થતા વાંચકો – વળી સંપાદકમાં પોતાનામાં કસ હોવો જોઈએ. કૃતિને મઠારવી પડે. એનું મૂલ્યાંકન કરવું પડે. માત્ર આવેલી કૃતિને એમને એમ મૂકી દેવાનો કોઈ અર્થ નથી. આ સ્થિતિ બદલાવાની નથી. સંપાદનનો તરીકો બદલવો પડશે. એકલા સાહિત્યિક પત્રોની જ આ હાલત થઈ નથી, સંસ્કારજીવનને લગતા બધા જ પત્રોની આ સ્થિતિ થઈ છે. સ્ત્રી-વિષયક માસિકો કેટલાં ચાલે છે ? વ્યાપારપ્રધાન સમાજ , દૈવતવાળા લખાણની ઓછપ અને મનોરંજનપ્રિય વાચક – એ ત્રણ સૌથી મોટા પડકારોનો આજના સાહિત્યિક પત્રના સંપાદકે સામનો કરવાનો ગુજરાતી બાળસાહિત્યે એકવીસમી સદીમાં કઈ નવી ક્ષિતિજો ઉઘાડવાની છે ? અત્યાર સુધી વણખેડાયેલા કયાં નવાં ક્ષેત્રો પર એણે પ્રયાણ આદરવાનું છે ? આજે વીસમી સદીની વિદાયવેળાએ ગુજરાતી બાળસાહિત્ય સામે અનેકવિધ પડકાર છે. ટેકનૉલોજીમાં થતાં નવાં શોધસંશોધન સાથે પ્રચંડ કાળપ્રવાહમાં આપણે ઇચ્છાઅનિચ્છાએ પણ વહી રહ્યા છીએ, તેવે સમયે આ પ્રવાહમાં તરવા માટે અને તરીને ઇષ્ટ મુકામે પહોંચવા માટેની પુરુષાર્થવૃત્તિ જાગે તે માટે બાળસાહિત્યનું સર્જન અનિવાર્ય છે. ચોતરફ વધતી જતી હિંસા અને માનવજાતિ માટે તોળાતા પ્રદૂષણના સંકટ વચ્ચે એક વિધાયક પરિબળ તરીકે આવતી સદીના બાળસાહિત્યનો વિચાર કરવો જોઈએ. આજે આપણી પાસે જે જ્ઞાન-વિજ્ઞાન, કલ્પના, શબ્દકળા, - જે કંઈ ઉત્તમ છે તે આપીને આવતી સદીના બાળકને આનંદથી તરબતર કરી શકીશું ? બાળસાહિત્ય લખવા માટે લેખકે બાળકાયાપ્રવેશ કરવો પડે છે અને આ કાર્ય સમર્થ લેખકને પણ પડકારરૂપ બનતું હોય છે. આથી જ ટૉલ્સ્ટૉયે કહ્યું કે મોટી નવલકથા લખવી સહેલી, પણ પરીકથા કે હાલરડું લખવું અઘરું. આપણી ભાષા કેટલી નસીબદાર કે એને ગિજુભાઈ જેવા મોટા ગજાના ૨૦૫ ] છે. a ૨૦૪ ]

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152