Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 124
________________ પારગામી વિદ્વત્તા • શબ્દસમીપ • પ્રભાવ કે છટા નહીં. સૌથી નોંધપાત્ર પ્રદાન ગણીએ તો ટૂંકી વાર્તા કહી શકાય. એ કલાવિધાનમાં ચડિયાતી લાગે છે. મુનશીને એમની નવલિકા ‘હીરા' પસંદ પડી હતી. વધુ જીવ્યા હોત તો વિશેષ કૃતિઓ મળી હોત. એમની પાસે વિશાળ શબ્દભંડોળ હતો. કચ્છ, કાઠિયાવાડી, ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાંથી શબ્દોની પસંદગી કરતા. વળી સંસ્કૃત શબ્દોનો અતિભાર જોવા ન મળે. | મુંબઈમાં કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરેનો પરિચય થયો. પ્રથમ પાંચ સાહિત્ય પરિષદમાં રણજિતરામ સંકળાયેલા રહ્યા. આમાં એમને ઘણી વાર ટીકાઓના ભોગ પણ બનવું પડયું. ત્રીજી પરિષદના પ્રમુખ તરીકે નરસિંહરાવ દિવેટિયાની પસંદગી થવી જોઈએ એવા એમના વિધાનથી વિરોધનો વંટોળ જાગ્યો હતો. સુરતની પાંચમી પરિષદ સુધી રણજિતરામે ઘણું કામ કર્યું. સુરતની પરિષદ સફળ થાય એ માટે એમણે એક મહિનાની રજા લીધી હતી. આવા રણજિતરામ સ્વપ્નદ્રષ્ટા હતા, સ્વપ્નસૃષ્ટા હતા. શરીરે નિર્બળ પણ સ્વભાવે સાહસિક હતા. આવું એક સાહસ જ રણજિતરામના અવસાનનું કારણ બન્યું. જુહુના દરિયાકિનારે તરવાનું શીખવા ગયેલા રણજિતરામ ૧૯૧૭ની પમી જૂન, સોમવારે ૩૫ વર્ષની વયે દરિયામાં તણાઈ જવાથી અવસાન પામ્યાં. રણજિતરામ વાવાભાઈને અંજલિ આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ લખ્યું: “રણજિતરામ માણસ નહોતા - એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા. તેને જ માટે તે જીવતા, તેને જ માટે તેણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ બધાને એ ભાવનાએ પ્રેરવા મથતા. તેના હૃદયમાં એક જ વિચાર હતો; બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય - આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકુળતા ક્યારે સંધાય – આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે. એમની નજર આગળ નવીન ગુજરાત સ્વનું નહોતું. જીવંત વ્યક્તિ હતી. એ બધાને પ્રેરતા તો એક લક્ષ તરફે – ગુજરાતનાં ગૌરવ, એકતાનતા, અસ્મિતા, વિવિધતાથી ભરપૂર ગામેગામના લેખકોનાં, એ - આ ભાવનાના અવતાર - કેન્દ્રસ્થાને હતા. આ ભાવના પ્રસરાવી એ જ એનો જીવનમંત્ર હતો.” આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા. પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓએ સતત જાગૃતિ રાખી અને અપ્રમત્તપણે પોતાની સાધનાને આગળ વધારતા રહ્યા. આમ છતાં એમનું જીવનકાર્ય તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ રહ્યું. તેમણે જીવનના અંત સુધી એવી જ નિષ્ઠા, એવી જ ફૂર્તિ અને એવી જ તત્પરતાથી જ્ઞાનોપાસના કરી. જાણે એમ લાગે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શક્તિ-અશક્તિને પિછાનતા. થોડીક પ્રાચીન હસ્તપ્રતો એમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંઘને વીસરીને એમાં ખૂબ તન્મય બની જતા. પોતાના ગુરુ મુનિશ્રી ચતુરવિજયજીના પગલે પગલે મહારાજ શ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધન વિદ્વાનો પણ ડોલી ઊઠ્યા. તેઓશ્રીને હાથે અઘરા અને કઠિન ગ્રંથો અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા. 0 ૨૩૮ ] ૨૩૭

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152