________________ * શબ્દસમીપ * રીતે ઉપયોગ કર્યો છે. ‘સંગ-અસંગ'માં સાધુ સમાજની સાધનાપદ્ધતિની વાત કરી છે, તો ‘અનાગતમાં ઓલવાતાં ગામડાંની વાત કરી છે. ‘માધવ ક્યાંય નથી’ અને ‘સંગ-અસંગ'ને નવલકથા તરીકે ખ્યાતિ મળી. પરંતુ હરીન્દ્રભાઈને તો એમની ‘પળનાં પ્રતિબિંબ ' અને ‘અનાગત' એ કૃતિઓ સવિશેષ પસંદ હતી. આજના ટીવી અને વિડિયોના પ્રસારણના સમયે પણ લખાતા સાહિત્યની જરૂર હંમેશાં માણસને રહેવાની એવું માનનારા આ સર્જનું પ્રિય પુસ્તક હતું ‘મહાભારત” અને પ્રિય સર્જકો હતા નિત્યો, હીટમેન, રિલ્ક અને ટી. એસ. એલિયટ. વારંવાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓનું રટણ કરનારા હરીન્દ્ર દવેને એમ પૂછવાનું મન થાય છે કે તેઓએ રવીન્દ્રનાથના દીર્ઘજીવનનું રહસ્ય નાની વયે એમણે સર્જેલાં મૃત્યુનાં કાવ્યોમાં દીઠું હતું ? હરીન્દ્રભાઈ, અમે ય તમારામાં એ દીર્ઘજીવન શોધતાં હતાં ! અને તમે પરમતત્ત્વની હસ્તી કે હયાતીની તમારી પ્રતીતિના માર્ગે ગતિ કરી ગયા ! 293 ]