Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 151
________________ * શબ્દસમીપ ભારોભાર નમ્રતા સાથે વક્તવ્ય આપે. ક્યારેક તો એક વક્તવ્ય માટે આખો દિવસ જુદો ફાળવી રાખે. જે શહેરમાં પ્રવચન આપવાનું હોય તે શહેરમાં અગાઉથી રાત્રે પહોંચી જાય. સર્કિટ હાઉસમાં રહે અને કોઈને કશી જાણ કર્યા વિના અભ્યાસ કરે. • મુંબઈમાં આવી રીતે સ્વામિનારાયણ મંદિરના અતિથિગૃહમાં ૧૫-૨૦ દિવસ સ્થાયી અતિથિ બની જાય ! ઑફિસમાં પણ કોઈને કશી જાણ ન હોય ! અને એ રીતે સર્જનક્રમ જાળવી રાખે. પત્રકારત્વમાં પણ એટલી જ સચ્ચાઈ. કટોકટી સમયે તેમણે ઇન્દિરાજીની નીતિરીતિનો વિરોધ કર્યો. એ પછી જનતા પક્ષના શાસન સમયે કેટલાક પત્રકારોએ એ વિરોધનું વળતર મેળવ્યું, ત્યારે હરીન્દ્રભાઈએ માત્ર સંનિષ્ઠ પત્રકારનો ધર્મ બજાવ્યાનો જ આત્મસંતોષ વ્યક્ત કર્યો. એમના પત્રકારત્વના દીર્ઘ જીવનનો સૌથી સુખદ અનુભવ તેઓ ૧૯૭૭માં માનવ-અધિકારના પ્રશ્ને લડાયેલી ચૂંટણીમાં જનતા પક્ષને મળેલા વિજયને માનતા હતા. તેઓ કહેતા કે, “જનતા પક્ષનો વિજય ભલે ક્ષણજીવી નીવડ્યો હોય, પણ પ્રજાની સરમુખત્યારશાહી સામેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવા મળ્યો." પત્રકારત્વના કારણે વૈચારિક વ્યાપ વિસ્યાનો તેઓ સ્વીકાર કરતા. માત્ર ક્યારેક વહીવટી કામોમાં પત્રકારત્વનું લખાણ લખવાનો સમય પૂરતો મળતો નથી એવો વસવસો રહ્યા કરતો. ‘ગાંધીની કાવડ’ અને ‘યુગે યુગે’ જેવી કૃતિઓ પોતે પત્રકારત્વમાં ન હોત તો લખાત નહીં તેમ માનતા હતા. કૃષ્ણ વિશેની કવિતા હોય, કે ‘માધવ ક્યાંય નથી' એવી કૃષ્ણ વિશેની લિરિકલ નોવેલ હોય કે પછી ‘કૃષ્ણ અને માનવસંબંધો' જેવો ગ્રંથ હોય, એ બધામાં મળતા કૃષ્ણ સાથે હરીન્દ્રભાઈ જીવનભર પ્રત્યક્ષ વાત અને વ્યવહાર કરતા રહ્યા. કૃષ્ણ સંગે એવા જીવંત અને સાહિજકતાથી ભાવસ્પંદનો અનુભવતા કે ક્યારેક તેઓ કહેતા કે જેમ હું તમારી સાથે વાત કરું છું, એમ કૃષ્ણ સાથે વાત કરું છું ! પરિણામે કૃષ્ણ વિશે પોતે કવિતા લખી છે એમ માનતા નહીં, પરંતુ કૃષ્ણ સ્વયં એમની કવિતામાં પ્રવેશ્યા છે તેમ કહેતા, આથી જ એમણે એક ગીત લખ્યું છે કે, ૨૧] પરમતત્ત્વની સમીપે “મને મારગે મળ્યા'તા શ્યામ કોણ માનશે ? મને મીટમાં મળ્યાતા શ્યામ કોણ માનશે ?” છેલ્લાં વર્ષોમાં સર્જક હરીન્દ્રભાઈની એક ઇચ્છા હતી કે મોટા ગજાની કૃતિની રચના કરવી. એમણે મોટા ગજાની કવિતા લખવાનો ખ્યાલ રાખ્યો હતો એમના મનમાં, પરંતુ સવાલ જાગતો કે આઠ-દસ હજાર પંક્તિ સુધી ચાલે એવો કવિતાનો ઊંડો શ્વાસ હું લઈ શકું ખરો ? એ પછી ક્યારેક વિચારતા કે પહેલી પસંદરૂપ કવિતા ન લખાય તો નવલકથા લખું. પરંતુ પત્રકારત્વની જવાબદારી, લાગણીશીલ પરગજુ સ્વભાવ અને તબિયતની પ્રતિકૂળતાએ એ મહાનવલ કે મહાકવિતા સર્જવાની મોકળાશ આપી નહીં. એમને બાળપણનું બહુ ઝાંખું સ્મરણ હતું. પિતાના મૃત્યુના આઘાતની ક્ષણો સિવાય બહુ ઓછી ક્ષણો મનમાં હતી. પિતાની સાહિત્યિક અભિરુચિ અને એમની પાસેથી વારસામાં મળેલા નાનકડા ગ્રંથાલયની કેટલીક અમૂલ્ય કૃતિઓ એમને માટે પ્રેરણારૂપ બની રહી. સાત-આઠ વર્ષની વયથી કશુંક સર્જનનું વિસ્મય રહ્યા કરતું હતું. છંદો અને લય સહજ રીતે જ મનમાં ઉદય પામતા હતા. અને તેથી કવિતા શું છે એ સમજતા પૂર્વે એમને છંદોમાં લખતાં આવડી ગયું હતું ! સ્કૂલ અને કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન ગુરુજનોના કારણે એમની સાહિત્યિક રુચિ ખીલતી રહી. એમણે કવિતામાં બધા પ્રકારના છંદો પર હથોટી બતાવી. સંસ્કૃત છંદોમાં સુંદર કાવ્યો લખ્યાં અને અછાંદસ કવિતા રચી. કલ્પનાવાદ કે બીજા વાદોનાં વાવાઝોડાં આવ્યાં; છતાં હરીન્દ્ર દવેની કવિતા પોતીકી ચાલે ગતિ કરતી રહી. ચોમેર આધુનિકતાની વાત ગાઈ-બજાવીને થતી, ત્યારે તે આધુનિકતાનો અર્થ એ કરતા કે જે સર્જક કે કવિ ક્યારેય જુનવાણી થતો નથી – તે આધુનિક છે. હું આજે લખું માટે તે અતિ આધુનિક – એવી વયમાંડણી પરની આધુનિકતા એમને મંજૂર નહોતી. કાલિદાસ કે શેક્સપિયર જેવા સર્જકોને તેઓ આજે પણ યુગથી આગળ માનતા હતા. ટી. એસ. એલિયટે ભલે ૧૯મી સદીના પહેલા ચરણમાં કામ કર્યું, છતાં ય આજે તે વધુ આધુનિક છે. નવલકથાસર્જનમાં ‘માધવ ક્યાંય નથી' જેવી નવલકથામાં ‘મિથ’નો જુદી D૨૯૨૩

Loading...

Page Navigation
1 ... 149 150 151 152