________________
• શબ્દસમીપ • મનુભાઈ પંચોળી એક એવા સર્જક હતા કે જેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને ક્રિયામાં રૂપાંતરિત કરી આપ્યું. ગાંધીવિચારમાં એમની દૃઢતા એવી હતી કે સમાજ કે રાજ કારણના કોઈ પણ અનિષ્ટ સામે અવિરત જંગ ચલાવતા. કટોકટી સમયે તામ્રપત્ર પાછું વાળ્યું હતું. એટલું જ નહીં પણ વિનોબા ભાવેને વિચારસ્વાતંત્રના આગ્રહી ‘દર્શક’ નિ:સંકોચ લખ્યું :
માની લઈએ કે આપને જે. પી. આંદોલન વિશે મતભેદ હોય, માની લઈએ કે આપ ઇંદિરાજીનાં પગલાંને ટેકો આપવાના અભિપ્રાયના હો, તોપણ વિચારશાસનને વિસ્તૃત કરવા મથતા મહાન મનીષી તરીકે, અહિંસાની મર્યાદામાં રહીને, લોકસંગ્રહ અર્થે જો અહિંસક રીતે વિચાર, પ્રચાર કે સંગઠિત આંદોલન ચલાવવાં હોય તેમને પણ તેવો અધિકાર છે અને તેમાં આડે આવનારાં આજનાં કટોકટી, કાનૂન કે નિયમનો અનુચિત છે તેવું આપ કેમ કહેતા નથી ?'
પોતાની વાત દૃઢતાથી કહેતા ‘દર્શક’ સાહિત્ય અને કલાની માફક સમાજ અને રાજ કારણ એમના વિચારો સહુ આદરપૂર્વક સાંભળતા. એમનો સત્યનો રણકો સહુ કોઈને સ્પર્શી જતો. ગાંધીજીની પ્રેરણાથી એમણે આંબલામાં નિશાળ શરૂ કરી ત્યારે એમની સામે અનેક પ્રશ્નો હતા. ગામડાં ભાંગી શહેરો બંધાય તેવી કેળવણી અધૂરી છે, એ વિચારથી વિદ્યાર્થી ગામડાંમાં રહેવા, ગામડાંને સુધારવા અને ગામડાંની વકીલાત કરવા પ્રેરાય તેવી કેળવણી આપવી જોઈએ તેમ ‘દર્શક’ માનતા હતા. ગામડાંને માટે વિદ્યાર્થીઓમાં પ્રેમ અને ગૌરવ જાગે અને ગામડાંને ધોવાતા અટકાવવા માટે જરૂરી યુયુત્સવૃત્તિ કેળવાય તે આવશ્યક હતું. એ સમયની પરિસ્થિતિ અંગે ‘દર્શક' લખે છે :
કોઈ વાર ભણનાર બાળકોના વાલીઓ મને પૂછતા, “મારા છોકરાને નોકરી મળશે ?'
હું કહેતો, ‘મળે પણ ખરી, ન પણ મળે; પણ અમે નોકરી માટે ભણાવતા નથી.’
‘તો પછી એ શું કામ ભણે ! ખેતી તો અમારે ઘેર રહીને ય જોતાં જોતાં શીખી જાય.'
‘ના બાપા, નવી ખેતીની તમને ખબર નથી. એ નવી ખેતી શીખશે.”
• સંસ્કૃતિપુરુષની વિદાય • ‘નવી કે જૂની ભાઈ, અમારે તો છોકરો ધંધે ચડે એવું જોઈએ.’ ‘તે થઈ જશે, તમારે માથે એ નહિ પડે. પોતાનો રસ્તો કરી લેશે.”
‘પણ તમે બીજું શું શીખવો છો ? ખેતી તો ઠીક મારા ભાઈ, અહીં ઢેફાં ભાંગ્યાં કે ઘેર, બધું ય સરખું છે.’
‘જો બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું ?” પછી તેવાની સામે આંખ નોંધી હું કહેતો, ‘શીંગડા માંડતાં શીખવીએ છીએ.”
અને પછી પેલા બકરાના બચ્ચાની વાત કહેતો કે એ બચું બ્રહ્મા પાસે જઈને પોતાને કૂતરાં, નાર, માતાજી બધાં ખાઈ જાય છે, તેમાંથી બચવું કેમ તે અંગે કાકલૂદી કરવા લાગ્યું – તે વાત કહેતો અને બ્રહ્માએ આપેલા જવાબથી તેના કાન ભરાઈ જાય તેમ કહેતો.
| ‘બાપા,” બ્રહ્માએ તેને કહ્યું, ‘હું તો તારો દાદો ને ? એ છતાંય તારું આ કુણું કૂણું રાંકડું મોટું જોઈને મને ય તને એક બટકું ભરી લેવાનું મન થાય છે. જરા શીંગડાં માંડતાં શીખ્ય, તને મેં શીંગડાં શા સારુ આપ્યાં છે ? બાપા, અમે શીંગડાં માંડતાં શીખવવાના છીએ.”
‘દર્શક' કરમશી મકવાણા, દુલેરાય માટલિયા, સવશીભાઈ મકવાણા, મગનલાલ જોશી જેવા કેટલાય તેજસ્વી શિક્ષકો તૈયાર કર્યા, જેમણે દર્શકની નયી તાલીમની જ્યોત ગામેગામ જ ગાડી, નયી તાલીમ એ ‘દર્શક'નો આત્મા હતી.
આજે દર્શક દેહરૂપે નથી, ત્યારે ભ્રષ્ટ રાજ કારણ અને નષ્ટ શિક્ષણ વચ્ચે નયી તાલીમનો પ્રકાશ રૂંધવાના થતા પ્રયાસ અટકાવાય તો ય ઘણું. નગુણું ગુજરાત એના સંસ્કૃતિપુરુષને માટે આટલું કરી શકશે ખરું ?
૨૮૭ ]
0 ૨૮૮ ]