________________
• શબ્દસમીપ • દ્વારા ‘દર્શકે ” ગ્રીક પરિવેશમાં ભારતીય સહિષ્ણુતાનો પરિચય આપ્યો છે. વિશેષ તો સોક્રેટીસ દ્વારા લોકશાહીના સંદર્ભમાં સાંસ્કૃતિક મૂલ્યો ઉપસાવવાનો પ્રયાસ કર્યો. ‘કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું એક નવું જ દર્શન આપ્યું અને કુરુક્ષેત્રના યુદ્ધની કથા સાથે પ્રણયના તાણાવાણા એવા ગૂંથ્યા છે કે એમાં ‘દર્શક’ની સર્જનાત્મક ચિંતનશક્તિ પ્રગટ થઈ છે. ‘કુરુક્ષેત્ર' માટે મળેલા ‘સરસ્વતી સન્માન'ને સ્વીકારતી વખતે ગુજરાતી કૃતિને મળેલા સન્માન બદલ આનંદ પ્રગટ કર્યો હતો. દર્શક ઇતિહાસના તથ્યને સાચવીને તેનું વર્તમાનને પ્રેરક નીવડે તેવું અર્થઘટન કરે છે, પછી તે ‘સૉક્રેટીસ’ હોય કે ‘કુરુક્ષેત્ર’ કે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' હોય. ઐતિહાસિક ઘટનાની પાછળ રહેલી સંસ્કૃતિ અને ફિલૉસોફીને ઉપસાવતા જવાની દર્શકની રીતિ મુનશીથી ભિન્ન છે. પ્રભાવક પાત્રાલેખન, પ્રકૃતિનાં રમણીય દૃશ્યો અને તેમની સાથે મળી જતાં માનવસંવેદનો નિરૂપતી અસરકારક વર્ણનશૈલી તથા ભૂતકાળને વર્તમાન સાથે જોડી દેતી વ્યાપક તત્ત્વષ્ટિ દર્શકની ઐતિહાસિક નવલકથાઓની વિશિષ્ટતા છે.
ગાંધીયુગના આ નવલ કથાકારનાં સત્યકામ અને રોહિણી રમણલાલ દેસાઈનાં નાયક-નાયિકા કરતાં સરસ્વતીચંદ્ર અને કુમુદની વધુ નજીક છે. નવલકથાકાર. દર્શક સૉક્રેટીસને બોલતો રાખીને પોતાના જમાનાને ગાંધીનો અવાજ સંભળાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. ભૂતકાલીન ઘટનાઓને વર્તમાનમાં પ્રત્યક્ષ કરતાં તેઓ તેમાંથી સાચી લોકશાહી અને માનવતાનાં મૂલ્યોને ઉદાત્ત પાત્રચિત્રણ ને ઉત્કૃષ્ટ કથારસ દ્વારા ફલિત કરી બતાવે છે.
‘દર્શક’ અમેરિકાના પ્રવાસ દરમ્યાન સતત સર્જન કરતા રહેતા. એમના સ્નેહીઓ-ચાહકોનો આગ્રહ રહેતો કે ‘દર્શક’ એમને ત્યાં આવે અને નિરાંતે લેખન કાર્ય કરે. એક વાર ન્યૂજર્સીમાં રહેતા ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી મધુસૂદન કાપડિયાને ત્યાં રહ્યા હતા. ભોજનનો સમય થયો. દર્શકને બોલાવ્યા, પણ આવ્યા નહીં. બીજી વાર બોલાવ્યા. ન આવ્યા. ત્રીજી વાર બોલાવ્યા અને ‘દર્શક’ આવ્યા, ત્યારે એમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. આ જોઈ બધા ડઘાઈ ગયા. એકાએક થયું શું ?
‘દર્શક’ કારણ દર્શાવતા કહ્યું, “અભિમન્યુનું મૃત્યુ થયું”. આમ પોતાના સર્જનમાં ‘દર્શક’ કેટલા એકરૂપ થઈ જતા, એનો આ દખલો છે. ‘દર્શક’ ઉપનામ અંગે તેઓ કહેતા કે સકળ સૃષ્ટિમાં જે કંઈ બને છે, એનું માત્ર હું દર્શન
૨૮૫ ]
• સંસ્કૃતિપુરુષની વિદાય • કરું છું અને સાક્ષીભાવ તરીકે ‘દર્શક' ઉપનામ રાખવાની પ્રેરણા મળી છે. પરંતુ સાક્ષીભાવ ધરાવતા મનુભાઈ દર્શક નહીં, પણ સર્જક તરીકે ગાઢ તાદાત્મભાવ ધરાવતા હતા. સર્જન પૂર્વે એ વિષયનાં પ્રાપ્ય પુસ્તકો વાંચતા. પ્રવાસ કરતા. એ માટે જુદી જુદી વ્યક્તિઓને મળતા પણ ખરા.
‘દર્શકે' લેખનનો પ્રારંભ તો નાટ્યરચનાથી કર્યો. રામાયણ અને મહાભારતના આ મર્મદ્રષ્ટાએ પોતાની રીતે આ કૃતિઓને જોઈ, એમણે એકાંકીઓ લખ્યાં. ‘પરિત્રાણ'માં મહાભારતનું કથાવસ્તુ અને ‘અંતિમ અધ્યાય'માં હિટલરના આત્મહત્યા પૂર્વેના દિવસોનું દર્શક નિરૂપણ કર્યું.
સર્જ ક ‘દર્શક’ના આંતરવ્યક્તિત્વની છબી એમના ‘સભિ: સંગ:' અને ચેતીવિસ્તારની યાત્રા'માં મનોરમ ઝીલાઈ છે. ‘સર્ભિ: સંગ:'માં આલેખાયેલી એમની જીવનયાત્રા એ આ મહાપુરુષના જીવનસંઘર્ષની અનુપમ કથા છે, ‘દર્શક’ના સાહિત્યસર્જનમાં ઇતિહાસ, વિવેચન, ચરિત્ર અને ધર્મતત્ત્વદર્શનને આલેખતાં પુસ્તકો મળે છે. ગુજરાતના સમર્થ સાક્ષર રઘુવીર ચૌધરી કહે છે તેમ એમના ચિંતનાત્મક ગદ્યમાં પણ સૌંદર્યમંડિત રસવૃત્તિ પ્રગટ થાય છે. ગાંધીજીનો વિચારબોધ અને રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યબોધ ‘દર્શક’માં સમન્વય સાધે છે. કાળી પ્રજાના હક્ક માટે અવિરત જંગ ખેલનાર અબ્રાહમ લિંકનના જીવનનું ‘દર્શક’ને આકર્ષણ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ ’માં ‘મુક્તિ મંગલા” નામે એનાં પાંચેક પ્રકરણો પણ પ્રગટ થયાં. પણ એ નવલકથા અધૂરી રહી.
‘દર્શક’ કહેતા કે તેઓએ જીવનનું સિત્તેર ટકા કામ ગ્રામપુનરુત્થાનનું કર્યું છે. ત્રીસ ટકા જ સર્જન કાર્ય કર્યું છે. સર્જક ‘દર્શક’ એમની સર્જનાત્મકતાથી નવી ભાત પાડતા તો મનુભાઈ પંચળી તરીકે એ જ વ્યક્તિ ગામડાઓમાં લોકેળવણીની ધૂણી ધખાવીને બેઠી હતી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનો જીવન અને તેની આમૂલ કેળવણી સાથે ઔચિત્યપૂર્ણ અનુબંધ રચીને બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કર્યા કરતા હતા. ‘દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ સાથે ગૃહપતિ તરીકે કામ કરીને આનો પ્રારંભ કર્યો. એ પછી આંબલા, સણોસરા અને મણારમાં રહીને સંનિષ્ઠ અને બહુશ્રુત શિક્ષક મનુભાઈએ શિક્ષણનો મહાન પ્રયોગ ક્ય. એ પ્રયોગને પરિણામે ગ્રામ કેળવણીને અજવાળતા કેટલાય તેજસ્વી શિષ્યોનું એમણે ઘડતર કર્યું.
1 ૨૮૭ ]