Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 147
________________ સંસ્કૃતિપુરુષની વિદાય ગુજરાતના ચિંતક, સર્જક, કેળવણીકાર, સ્વાતંત્ર્યના લડવૈયા, લોકસેવક, સંસ્થાસર્જક અને રાજ કીય ક્ષેત્રે પદાર્પણ કરનાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ૨૯ ઓગસ્ટ ૨૦૦૧ના રોજ અવસાન થયું. સિત્યાસી વર્ષનો ‘દર્શક’નો જીવનકાળ, પણ પ્રતિભા એવી કે જે ક્ષેત્રમાં જાય ત્યાં એમની મૌલિકતાથી આગવી ભાત પાડે અને ઉત્કૃષ્ટ શક્તિથી એ ક્ષેત્રને ન્યાલ કરી દે. દર્શકનો જન્મ ૧૫ ઑક્ટોબર ૧૯૧૪ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પંચાસિયા ગામમાં થયો. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ તિથવા, લુણસર અને વાંકાનેરમાં લીધેલું. પછી ગાંધી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવા માટે નવમાં ધોરણથી અભ્યાસ છોડી દીધો હતો. વીરમગામ સૈનિક છાવણીમાં સત્યાગ્રહી તરીકેની તાલીમ દરમિયાન નાનાભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા. એ સંપર્કે એમના જીવનમાં મોટી ક્રાન્તિ કરી. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ થયા. તે સાથે ગ્રામોત્થાનની કપરી કામગીરી જાનના જોખમે હાથ ધરી અને નોંધપાત્ર સફળતા મેળવી. ૧૯૩૮માં આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગૃહપતિ-શિક્ષક તરીકે જોડાયા અને ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં [] ૨૮૩ ] • સંસ્કૃતિપુરુષની વિદાય • નાનાભાઈ ભટ્ટની પડખે રહી લોકશિક્ષણનું - નવી પેઢીના સર્વાગીણ ઘડતરનું પાયાનું કાર્ય કરતા રહ્યા. થોડો વખત તેઓ શિક્ષણપ્રધાન પણ થયા હતા. તેમને તેમના સંગીન સાહિત્યકાર્ય માટે ૧૯૬૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘સૉક્રેટીસ” નવલકથા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (૧૯૭૫) તથા ગુજરાતી સાહિત્ય પરિષદને પ્રમુખ (૧૯૮૨) તરીકે અને ગુજરાતી સાહિત્ય અકાદમીને અધ્યક્ષ (૧૯૯૨-૧૯૯૭) તરીકે એમની સેવાઓ સાંપડેલી. સાહિત્યસર્જન દર્શક માટે ચિત્તને નિર્મળ, ઉદ્યત અને ઉજ્વળ કરનારી ઉપાસના સમાન હતું. 'દર્શક'ના સર્જનકાર્યનો પ્રારંભ નાટકથી થયો, પરંતુ નવલકથા એ એમનો પ્રથમ પ્રેમ. એમની ‘બંદીઘર' નવલકથામાં સ્વાતંત્રની લડત માટે બંદીઘરમાં રહીને પારાવાર યાતનાઓ સહન કરતા કેદીઓનું ચિત્રણ મળ્યું. ‘બંદીઘર થી શરૂ થયેલી એમની નવલકથાયાત્રાનો એક મુકામ છે. ‘દીપનિર્વાણ'. ‘દીપનિર્વાણ'માં ગણરાજ્યોની પ્રજાસત્તાકની ખેવના દર્શાવી છે. એ પછી ‘દર્શક’ પાસેથી ગુજરાતને મળી ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથી. એનો પ્રથમ ભાગ ભારતની ઉત્તમ નવલકથાઓની હરોળમાં ઊભો રહે તેવો છે. એના બીજા ભાગમાં લેખકની ઘણી નોંધો પ્રવેશી ગઈ, પણ ત્રીજો ભાગ પ્રથમ ભાગની જોડાજોડ રહે એટલો ઉત્કૃષ્ટ બની રહ્યો. આ નવલકથાનું ગોપાળબાપાનું પાત્ર જીવંત બની જાય છે. આમાં મળતું પાત્રોમાં આંતર વિશ્વનું પ્રગટીકરણ ભાવકને આકર્ષે છે. ‘દર્શક’ ગાંધીયુગમાં થયા, પરંતુ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'ના સત્યકામ અને રોહિણી જેવાં પાત્રો ગોવર્ધનરામના સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પાત્રની વધુ નિકટ લાગે છે. “સરસ્વતીચંદ્ર' અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માં સમકાલીન સમાજના મહાપ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન થયો છે. બંને સર્જક ભૂતકાળના વારસાની સાથે વર્તમાનમાં ઊભા રહીને ભવિષ્ય પર મીટ માંડે છે. ગોવર્ધનરામ અને ‘દર્શક’ બંને ચિંતન અને કલ્પનાનો સમન્વય ધરાવે છે. બંનેને સમાજના શીલ સાથે ભાવિ સંસ્કૃતિ માટે નિસ્બત છે. ૧૯મી સદીની સમાપ્તિ ‘સરસ્વતીચંદ્ર' નવલકથાથી થઈ, તો વીસમી સદીની સમાપ્તિમાં ‘દર્શક'નું ‘કુરુક્ષેત્ર' મળ્યું. ‘દર્શક' ભૂતકાળને વર્તમાન સાથે જોડીને નવીન તત્ત્વદૃષ્ટિનો અનુભવ કરાવ્યો. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'નો કથાપટ ગામડાંથી માંડીને દેશ-વિદેશ સુધી વિસ્તર્યો. એ પછી ‘સૉક્રેટીસ' નવલકથા 0 ૨૮૪ ]

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152