Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 136
________________ • શબ્દસમીપ • મેળવવા માંડી, એમની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે જે કંઈ જાણવા મળતું તે જાણે સદાને માટે હૃદયમાં સંઘરાઈ જતું ! છએક વર્ષ સારી રીતે પસાર થયાં એની સાથે સાથે એમની તત્ત્વજિજ્ઞાસા વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. એને સંતોષવા તેઓ થોડોક વખત મહેસાણામાં રહ્યા અને, પછી તો, ભારતના વિખ્યાત ધામ છેક કાશી સુધી જઈ પહોંચ્યા. અને એટલાથી સંતોષ ન થયો તો પહોંચી ગયા હિમાચલ પ્રદેશના દરભંગા વગેરે સ્થાનોમાં. આંખોના પ્રકાશના અવરોધની અને આર્થિક અગવડનીય અવગણના કરીને આવા લાંબા લાંબા પ્રવાસો ખેડવાનું સાહસ કરનાર પંડિતજીની જ્ઞાનપિપાસા કેટલી ઉત્કટ હશે એનો જાતે આ બોલતો પુરાવો જ છે ! આમાંથી પંડિત સુખલાલજી જેવી વિભૂતિની ભારતને પ્રાપ્તિ થઈ હતી એમ કહેવું જોઈએ. પછી તો પંડિતજીએ ગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન, બનારસ હિંદુ યુનિવર્સિટી, ભારતીય વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા જેવી નામાંક્તિ સંસ્થાઓમાં રહીને અધ્યાપન-સંશોધનનું કામ કર્યું. અનેક પ્રાચીન કઠિન ગ્રંથોનું સંપાદનસંશોધન તથા ભાષાંતર કર્યું, કેટલાંક સ્વતંત્ર પુસ્તકો લખ્યાં તથા અનેક વિદ્વાનો પણ તૈયાર કર્યા. આ તો પંડિતજીની અતિવિરલ વિદ્યાસિદ્ધિની થોડીક વાત થઈ પણ એમના વિરાટ અને વિશેષ કલ્યાણકર વ્યક્તિત્વનાં યથાર્થ દર્શન તો એમની વ્યાપક અને આત્મલક્ષી જીવનસાધનામાં થાય છે. એમના નિકટના પરિચયમાં આવનારને ક્યારેક એવો મધુર સવાલ થઈ આવવો સ્વાભાવિક હતો કે તેઓની જ્ઞાનોપાસના વધે કે જીવનસાધના ? પંડિતજીની પ્રજ્ઞા એટલી વ્યાપક અને સર્વસ્પર્શી હતી કે તેઓ ધર્મ, સમાજ અને રાષ્ટ્રના જીવન સાથે તેમજ શિક્ષણ, સાહિત્ય કે સંસ્કૃતિનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ બધી બાબતોનું મહત્ત્વ પિછાની શકતા હતા, મૂલ્યાંકન કરી શકતા હતા અને પ્રગતિરોધક તત્ત્વોને પારખી જઈને એની સામે જાગ્રત રહેવાનું સમાજને નિર્ભયપણે કહેતા રહેતા હતા. આમ કરવા જતાં ક્યારેક જનસમૂહની ઇતરાજી કે કનડગત વેઠવાનો વખત આવતો તો પણ તેઓ જરાય વિચલિત થયા વગર, પોતાનાં સિદ્ધાંત અને કાર્યને મક્કમતાપૂર્વક વળગી રહેતા હતા. • જ્ઞાનોપાસકે અને જીવનસાધક • આ દૃષ્ટિએ તેઓ મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્યથી ખુબ પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, એના લીધે પંડિતજીની દીન-દુઃખી જનતાના કલ્યાણની ભાવના તથા રાષ્ટ્રીયતા દૃઢ બની હતી અને રચનાત્મક કાર્ય અને વિચારનું મહત્ત્વ તેઓ વિશેષ રૂપે સમજી શક્યા હતા. સાથે સાથે ગાંધીજી પણ પંડિતજીની સત્યપરાયણ અને સેવાપરાયણ વિદ્વત્તાનું મહત્ત્વ સમજી શક્યા હતા. અને તેથી જ તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં પંડિતજીની દર્શનોના અધ્યાપક તરીકે નિમણુક કરી હતી. પંડિતજીની આવી ઉચ્ચ કોટીની અને આદર્શ જીવનસાધનાને સમજવાનો નમ્ર પ્રયાસ કરીએ. એમ લાગે છે કે અંધપણાના અવરોધની સામે ઝઝૂમીને જીવન વિકાસના નવા નવા સીમાડા સર કરવાનું બળ જે વિદ્યાપ્રીતિએ પંડિતજીને પૂરું પાડ્યું હતું, એ વિદ્યાસાધના કરતાં કરતાં તેઓને સત્યનો મહિમાં વધુ ને વધુ સમજાતો ગયો હશે અને ક્યારેક ક્યારેક સત્યને પામ્યાની અપૂર્વ આનંદ-અનુભૂતિ પણ તેઓને થઈ હશે. પરિણામે સત્યની શોધની ઝંખના, સત્યનો ગમે તે ભોગે સ્વીકાર કરવાની તત્પરતા અને સત્યને જીવી જાણવાની તાલાવેલી એમનામાં ઉત્તરોત્તર વધુ ને વધુ સક્રિય થતી ગઈ. આને લીધે તેઓ કેવળ ધર્મશાસ્ત્રોના નિષ્ણાત પંડિત બનવા ઉપરાંત ધર્મમય આચરણથી પોતાનાં જીવન અને વ્યવહારને નિર્મળ, નિખાલસ અને પ્રમાણિક બનાવવાનો પુરુષાર્થ કરનાર સાચા પંડિત તરીકેનું ગૌરવ પામ્યો હતો. આ રીતે તેઓનું જીવન સત્ય અને ધર્મની જીવંત ભાવનાથી વિશેષ ઉન્નત અને પુનિત બન્યું હતું. પણ સત્યની આવી આરાધના કરવી એ કંઈ સહેલી વાત નથી. એ કામ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું કપરું છે. એ માટે કેટલીય જૂની નકામી રૂઢે માન્યતાઓ અને પ્રવૃત્તિઓને તજી દેવાની અને લોકોપકારક અને પ્રગતિપ્રેરક નવી વિચારસરણી અને કાર્યવાહીને આવકારવાની સાધકે તૈયારી રાખવી જોઈએ. અને આ કામ ત્યારે જ થઈ શકે જ્યારે સાધકના હૃદયમાં સમતા, સહનશીલતા અને સમન્વયષ્ટિનું ગજવેલ ભરેલું હોય, પંડિતજીનું જીવન કહે છે કે તેઓ આ બધી કસોટીએ સત્યના સાચા ઉપાસક પુરવાર થયા હતા. અને અસત્ય, અધર્મ, અનાચાર, અત્યાચાર કે અનીતિની સામે એમણે ક્યારેય નમતું તોળ્યું ન હતું કે 0 ૨૧૨ ]

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152