________________
• શબ્દસમીપ •
અવિવેક કરવો નહીં અને કોઈનો ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની
વિશેષતા હતી. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે કાયા અને છાયા જેવો એકરૂપ સંબંધ હતો, છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તો તે તેઓ વિના સંકોચે રજૂ કરતા સત્યને વફાદાર રહેવાની પંડિતજીની ટેવ દલસુખભાઈએ અપનાવી જાણી હતી.
શ્રી દલસુખભાઈનું નિર્વ્યાજ જીવન જોઈને ક્યારેક મીઠી મૂંઝવણભર્યો એવો રમૂજી સવાલ પણ થતો કે, એમનું પાંડિત્ય વધે કે એમનું સૌજન્ય વધે? એમની ઓછાબોલી છતાં મૂળ સુધી પહોંચનારી અગાધ વિદ્વત્તા આપણને એમના પાંડિત્યની પ્રશંસા કરવા પ્રેરે છે, તો એમની સહજ સરળતા, નિરભિમાનવૃત્તિ, સમતા, અનાસક્તિ, સહૃદયતા, તન-મન-ધનના ભોગે પણ કોઈનું કામ કરી છૂટવાની પરગજુવૃત્તિ, વિવેકશીલતા, અનાગ્રહ દૃષ્ટિ, વેર-વિરોધ કે રાગ-દ્વેષની કઠોર લાગણીનો અભાવ વગેરે ગુણો એમના રોમ રોમમાં ધબકતા સૌજન્યની શાખ પૂરતા
હતા.
એમનું પાંડિત્ય એમના સૌજન્યથી અને એમનું સૌજન્ય એમના પાંડિત્યથી શોભતું અને એ બન્નેના વિરલ સુમેળથી શોભતું હતું એમનું જીવન. એમના અવસાનને પરિણામે ગુજરાતના વિદ્યાજગતમાં વણપુરાય એવી ખોટ પડી છે.
૨૭૩]
૨૭
જીવનોપાસનાનું અમૃત
સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે, એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલ જ્ઞાનરાશિથી. સમસ્ત દેશમાં ગુજરાત સૌથી બેંક છે, એણે કરેલી એ વિપુલ સાહિત્યસમૃદ્ધિની ઉપેક્ષાથી. આપણા હસ્તપ્રતભંડારોમાં પડેલી હજારો હસ્તપ્રતો અભ્યાસી સંશોધકની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાનભંડારની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાનપ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી ગુજરાતમાં કોઈ રીતે ન પુરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે. વિદ્યાજગતમાં તેઓ ‘ભાયાણીસાહેબ’ને નામે વિશેષ જાણીતા, પણ એ માત્ર જ્ઞાનોપાસનાના જ માર્ગદર્શક તરીકે નહીં, એકનિષ્ઠ સંશોધક કે નીવડેલા સર્જકને જીવનોપાસનાનું અમૃત આપનારા
હતા.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે એમણે અવિરત પુરુષાર્થ કર્યો. આ સાહિત્ય સંશોધિત થઈને પ્રકાશિત પામે તેને માટે સતત પ્રયાસ કરતા. નવા નવા યુવાનોને સંશોધન-કાર્યમાં પ્રેરવા બરાબર જોતરતા. અને વખતોવખત પ્રોત્સાહન આપવું તે એમનું
B ૨૭૮ ]