Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 141
________________ વિરલ વિદ્યાપુરુષ પં. દલસુખભાઈ માલવણિયાને જીવનના પ્રારંભકાળે અપાર સંકટો વેઠવા પડ્યા. એક સમયે સાત વર્ષ સુધી અનાથાશ્રમમાં રહેવું પડ્યું. પરંતુ આ આકરી વિદ્યાસાધનાએ વિદ્યાર્થી દલસુખભાઈને વિદ્વાન બનાવ્યા. આ અભ્યાસકાળ દરમિયાન જ, ૧૯૩૨માં બાવીસ વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબહેન (મથુરાગૌરી) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમોજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવતો એ ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું. હવે તો કમાણી એ જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી એટલે ટ્રેનિંગ કૉલેજના નિયમ પ્રમાણે, માસિક રૂ. ૪)ના પગારથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર “જૈન-પ્રકાશ''ની ઑફિસમાં મુંબઈમાં શ્રી દલસુખભાઈ નોકરીમાં જોડાઈ ગયા. એમનું લગ્નજીવન સાદું અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવના, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. કમનસીબે એમને ડાયાબીટિસનો વ્યાધિ લાગુ પડ્યો અને ઈ. સ. ૧૯૬૫ના • વિરલ વિદ્યાપુરુષ • જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું ! શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારનો વજઘાત હતો ! ગરવી, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના શ્રી દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક બરદાસ્ત કરી. એનો છૂપો જખમ એમના અંતર ઉપર કેવો ઘેરો પડ્યો હતો, તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે. મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું ‘‘આગમ યુગકા જૈનદર્શન'' નામે પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું હતું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કોઈ કરુણ રસના કવિની જેમ લખ્યું છેઃ ‘‘પ્રિય પત્ની મથુરા ગૌરીકી, જિન્હોંને લિયા કુછ નહીં, દિયા હી દિયા હૈ.' ‘જૈનપ્રકાશ''ના ચાલીસ રૂપિયા ઉપરાંત બે ટ્યૂશનો કરીને બીજા ચાલીસ રૂપિયા તેઓ રળી લેતા. સોંઘવારીના એ સમયમાં આટલી કમાણી સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુનીનું કામ કરવું પડતું, અને વિદ્યાપ્રવૃત્તિ કરવાનો ખાસ કોઈ અવસર ન મળતો. શિક્ષક તરીકેનું કામ કરવાથી કે ““જૈનપ્રકાશ' માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ વળે એમ ન હતું, એટલે એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું હતું. | દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તો સફળતાનો ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ના પડી. મુંબઈમાં, ઈ. સ. ૧૯૩૪ના ડિસેમ્બરમાં, એમનો પૂજ્ય પંડિત શ્રીસુખલાલજીનો વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની જૈન ચેરના અધ્યાપક હતા. એમણે દલસુખભાઈને પોતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક પાંત્રીસ રૂપિયા. ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી, અને બનારસ જવામાં તો મહિનાના એંસી રૂપિયાની કમાણી છોડીને માત્ર પાંત્રીસ રૂપિયાથી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ ખેંચાયેલું રહેતું. તેથી એમણે પંડિત સુખલાલજીનો માગણી સ્વીકારી લીધી અને ૧૯૩૫ના ફેબ્રુઆરીમાં બનારસ ગયા. આ નિર્ણય સુભગ દિશાપલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતો, અને એમાં, ધરતીમાં છુપાયેલા બીજની જેમ, વિકાસગામી ભવિતવ્યતાનો યોગ છૂપાયો હતો. ૨૭૧ ] 1 ૨૭૨ ]

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152