Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 127
________________ • શબ્દસમીપ • આજથી ૭૫ વર્ષ પહેલાંના સમયની કલ્પના કરો. ગુજરાત-રાજસ્થાનમાં અનેક નાનાં-મોટાં ગામોમાં વિખરાયેલા જ્ઞાનભંડાર, એમાં સચવાયેલી પ્રાચીન ગુજરાતી સાહિત્યની અસંખ્ય હસ્તપ્રતો. એની પૂજા થાય પણ એને ઉઘાડીને જુએ કોણ ? એની અશાતના ન થાય માટે એને જાપતામાં રાખવાની કન્યાની જેમ કોઈની નજરે પણ નહીં ચડવા દેવાની, મોહનભાઈ આ બધાં ગામોમાં કેવી રીતે ફરી વળ્યા હશે. કેવો વિશ્વાસ જગાવીને જ્ઞાનમંદિરોનાં તાળાં ઉઘડાવ્યાં હશે, કેવી ધૂણી ધખાવીને બેઠા હશે ને અસંખ્ય પોથીઓમાંથી પોતાના ગ્રંથોમાં ઉતારેલી પ્રચુર માહિતી નોંધી હશે અને એ જમાનાની કેટલી અગવડો-સગવડો વેઠી હશે એની આપણે કલ્પના જ કરવાની રહે છે. સુતારનું મન બાવળિયે. પોથી જોઈ નથી અને મોહનભાઈ કાગળ-કલમ લઈને બેસી ગયા નથી. સાહિત્ય પરિષદના સંમેલનમાં હસ્તપ્રતોનું પ્રદર્શન થાય તોયે મોહનભાઈ એમાંથી ગુજરાતી કૃતિઓની માહિતી ઉતારી લે. આગ્રા ગયા હોય તો ત્યાંના હસ્તપ્રત ભંડાર શોધે, કલકત્તા ગયા હોય તો ત્યાંના કેટલાંગ ઉથલાવે અને રાજસ્થાનના કોઈ ગામમાં ગયા હોય તો પેટીપટારા ઉઘડાવે. અનેક મુનિમહારાજો , શ્રાવકો, શ્રેષ્ઠિઓને અભ્યાસીઓનો પણ સંપર્ક કરે. એમની નિષ્ઠાને સાહિત્યપ્રીતિ એવી કે સૌ એમને પ્રેમપૂર્વક પોતાની પાસેની સામગ્રી આપે. અને આ રીતે મોહનભાઈએ અનેક સદીઓના આપણા સાહિત્યની અંધારી ગુફામાં મશાલ પ્રગટાવવાનું કાર્ય કર્યું. સેંકડો કવિરત્નોને, એમની અસંખ્ય કાવ્યકૃતિઓને એમણે પ્રકાશમાં આણ્યાં. - ૧૯૨૬માં ‘જૈન ગૂર્જર કવિઓ'નો પ્રથમ ભાગ બહાર પાડ્યો ત્યારે મોહનભાઈનું દીર્ઘકાળથી સેવેલું સ્વપ્ન સાકાર થયું અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસને એક નવું પરિમાણ મળ્યું. મુનિ જિનવિજયજીએ લખ્યું : “જે વખતે અમને કલમેય ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કોઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પોતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમના માટે સુઅવસર ગણાય.... 1 ૨૪૩ ] • ભુલાયેલો ભેખધારી • ક્યાં વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા !... કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહનો ખાસ ઉપાય અને એ જ જાતનું જીવન જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જોવી પડત.” પણ આ તો મોહનભાઈના સાહિત્યયજ્ઞનું પ્રથમ પગરણ હતું. ૧૯૪૪ સુધી આ સાહિત્યયજ્ઞ અવિરત ચાલુ રહે છે અને ‘જૈન ગૂર્જર કવિઓ'ના ૪000 ઉપરાંત પાનાંના કુલ ત્રણ ભાગો (અને ચાર ગ્રંથો) પ્રગટ થાય છે. ‘જૈન ગુર્જર કવિઓ' છે તો એક સૂચિગ્રંથ, પણ મહાભારત મહામૂલો સૂચિગ્રંથ, એમાં બારમીથી વીસમી સદી સુધીના ૧000 જેટલા જૈન કવિઓને એમની રપ00 જેટલી લાંબી કૃતિઓ(લઘુ કૃતિઓ જુદી)ની માહિતી સમાવિષ્ટ છે. આ માહિતી આપણને આપણા સાહિત્યવારસાનો રોમાંચક પરિચય કરાવે છે. એ સાહિત્યવારસામાં કવિઓનું પાંડિત્ય છે, ધર્મપ્રીતિ છે, રસજ્ઞતા છે. છંદકૌશલ છે ને ભાષાપ્રભુત્વ છે; વાર્તાનો અદ્ભુત ખજાનો છે. પૌરાણિક ચરિત્રો છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે, તત્ત્વજ્ઞાન છે ને ધર્મબોધ છે. - મોહનભાઈએ અનેક પુરક સામગ્રીથી પોતાની આ ગ્રંથશ્રેણીને વધારે સમૃદ્ધ કરી છે. એમાં એમણે જૈન કથાનાએ કોશ, દેશીઓની સૂચિ, ગુરુ પટ્ટાવલીઓને ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ એવું ઘણુંબધું જોડવું છે. જૈન સાહિત્ય અને ઇતિહાસનો જાણે એક જ્ઞાનકોશ. ખરેખર તો મોહનભાઈ પોતે જ એક હરતા-ફરતા, જીવતા-જાગતા જ્ઞાનકોશ. સમા હતા. એમના મગજમાં એટલી બધી માહિતી ઊભરાયા કરતી કે એ ટૂંકું તો કદી લખી શકતા જ નહીં. ‘જૈન ગુર્જર કવિઓ'ના પહેલા ભાગમાં એમણે પ્રસ્તાવના રૂપે ગુજરાતીની પૂર્વપરંપરાનો ઇતિહાસ જોડ્યો અને એ થઈ ગયો ૨૩૦૦ ઉપરાંત પાનાનો ! બીજા ભાગમાં એમણે પ્રસ્તાવના રૂપે જૈન સાહિત્યનો ઇતિહાસ છેક આગમકાળથી આપવાનું ધાર્યું અને લેખ એટલો વિસ્તરતો ગયો કે અંતે એનો સ્વતંત્ર ગ્રંથ જ થયો. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામ છે ‘સંક્ષિપ્ત', પણ ૧૦00 ઉપરાંત પાનાંનો એ ગ્રંથ છે અને પાને પાને માહિતીથી ભરચક છે. 1 ૨૪૪ ]

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152