________________
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક
અજ્ઞાત હસ્તપ્રતો અને કઠિન ગ્રંથો પર નવીન પ્રકાશ પાડનાર સંશોધકનું જીવન ક્વચિત્ અજાણ્યું રહેતું હોય છે. ધૂળધોયાની નિષ્ઠા, ચોકસાઈભર્યો અભ્યાસ અને સરસ્વતીની એકનિષ્ઠ ઉપાસના ધરાવતું સંશોધકનું જીવન ખરેખર સરસ હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતના ભાષા અને સાહિત્ય, તેમ જ ઇતિહાસ અને સંસ્કૃતિના વ્યુત્પન્ન વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધનકાર્ય જેટલું જ એમનું જીવન સમૃદ્ધ હતું.
એમનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં એક પરમ વૈષ્ણવ અને ધાર્મિક કુટુંબમાં થયો, એમના પિતાશ્રી જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અમદાવાદમાં વેપાર ખેડતા હતા. એ સમયે અમદાવાદ શહેર સૂતર, રેશમ અને કસબ એમ ત્રણ તાર પર જીવતું કહેવાતું. શ્રી જયચંદભાઈ અમદાવાદમાં રેશમનો વેપાર કરતા હતા. એમનાં પત્ની મહાલક્ષ્મીબહેન ઘરની પૂરી સંભાળ રાખતાં હતાં, આથી શ્રી ભોગીલાલભાઈના અભ્યાસનો પ્રારંભ અમદાવાદમાં થયો. બાળપોથીથી બીજી ગુજરાતી સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યો. હજી માત્ર આઠ વર્ષની ઉંમર હતી ત્યારે ભોગીલાલ
1 ૨૪૭ ]
• બહુશ્રત વિદ્વાન અને સંશોધક : ભાઈએ જીવનની શીળી છત્રછાયા ગુમાવી. એમના પિતાનું અવસાન થયું. ઘરનો વહીવટ અને વ્યવસ્થા એમનાં ફોઈબા કાશીબહેને સંભાળ્યાં. તેમને તથા નાના ભાઈ ઉપેન્દ્રભાઈને પિતાની ખોટ સાલવા દીધી નહિ. કુટુંબ વતન પાટણમાં રહેવા આવ્યું. એમનો અભ્યાસ અવિરતપણે ચાલુ રહ્યો. પાટણમાં પહેલાં સરકારી નિશાળમાં ભણ્યા. પછી પાટણ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો.
શ્રી ભોગીલાલભાઈના જીવનમાં નિશાળના અભ્યાસ સમયે એક મોટી ઘટના બની. ઈ. સ. ૧૯૩૧માં પાટણમાં મુનિ જિનવિજયજી આવ્યા. તેઓ સિંધી ગ્રંથમાળાની સામગ્રી એકત્રિત કરવા માટે પાટણ આવ્યા હતા અને જૈન બૉર્ડિંગમાં ઊતર્યા હતા. આ સમયે નવમા ધોરણમાં ભણતા શ્રી ભોગીલાલભાઈ મુનિ જિનવિજયજીને મળ્યા અને પોતાને આવડે એવા સવાલો કર્યા. મેળાપને અંતે મુનિ જિનવિજયજીએ કહ્યું કે તમે કાલે આવજો. હું પુણ્યવિજયજી પાસે તમને લઈ જઈશ, બીજે દિવસે મુનિજી એમને પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને કહ્યું કે તમને એક વિદ્યાર્થીની સોંપણી કરવા આવ્યો છું.
પૂજ્ય પુણ્યવિજયજી અને મુનિ જિનવિજયજીની ગુજરાતની સાહિત્યિક સમૃદ્ધિ જાણવાની તમન્ના શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગઈ. અને મુનિશ્રી પુણ્યવિજયજીના માર્ગદર્શન હેઠળ પાટણના પ્રાચીન ગ્રંથભંડારોના અવલોકન અને ઉપયોગની પૂરી અનુકુળતા પ્રાપ્ત થઈ. એનો યોગ્ય ઉછેર કરે તેવા પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદીનો મેળાપ થયો. એ સમયે શ્રી રામલાલભાઈ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક હતા. શ્રી રામલાલભાઈ સર કારી તંત્રમાં એક મેટ્રિક્યુલેટ શિક્ષક તરીકેની નાની નોકરી કરતા હતા. આ નોકરી અંગે સંશોધનનાં સાધનો કે જરૂરી પુસ્તકો મળે નહિ એવાં નાનાં ગામોમાં વર્ષો સુધી રહેવું પડ્યું. આર્થિક મુશ્કેલીઓ પણ એટલી જ . પરંતુ આ બધી આફતોની સામે કોઈ પૂર્વવાસનાથી પ્રેરાઈને કાર્ય કરતા હોય તેમ એમણે ગુજરાતના ઇતિહાસ-પુરાતત્ત્વ અને ભાષાસાહિત્યમાં ઉત્તમ સંશોધન કર્યું. શ્રી રામલાલભાઈની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તેમ જ અનેક વિદ્યાઓમાં વિહરતી એમની શાસ્ત્રવ્યુત્પત્તિ શ્રી ભોગીલાલભાઈને સ્પર્શી ગયાં. પાટણ હાઈસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય નથુભાઈ જોશી પાસેથી પ્રેરણા મળી. કિશોર ભોગીલાલભાઈને સંશોધનમાં રસ પડવા માંડ્યો.
1 ૨૪૮ ]