Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 130
________________ • શબ્દસમીપ • આ સમયે એમનો અભ્યાસ તો આગળ ચાલુ જ હતો. મેટ્રિકમાં આવ્યા. બધા વિષયમાં પારંગત, પણ એક ગણિતનો વિષય સહેજે ન ફાવે, વાંચન અને સંશોધન એટલું બધું ચાલતું કે ગણિત પર સતત ધ્યાન આપી શકાતું નહિ. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતમાં નાપાસ થયા, ફરી વાર ઈ. સ. ૧૯૩૪માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ પરિણામ એ જ આવ્યું. શ્રી ભોગીલાલભાઈએ માન્યું કે હવે કૉલેજના દરવાજા પોતાને માટે બંધ થઈ ચૂક્યા છે. ૧૯૩૪માં અમદાવાદ આવ્યા. એમના મિત્ર શ્રી યશવંત શુક્લ મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે ઘણો આગ્રહ કર્યો. ન્યૂ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકની પરીક્ષા આપવા બેઠા. એ વર્ષે એવો સુખદ અકસ્માત બન્યો કે પરીક્ષકે એક દાખલો ખોટો પૂળ્યો હતો. સુરત અને અન્ય શહેરોમાંથી આ અંગે પરીક્ષા પછી વિરોધ જાગ્યો. પરિણામે મેટ્રિકની પરીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને છ ગુણ વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ભોગીલાલભાઈને ઉત્તીર્ણ થવા માટે ગણિતમાં માત્ર ચાર જ ગુણ ખૂટતા હતા. પરિણામે તેઓ મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા. સંશોધનનો નાદ તો ક્યારનો ય લાગી ચૂક્યો હતો. મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઈ. સ. ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ ‘રૂપસુંદરકથા' નામનું એમનું સંપાદિત પુસ્તક પ્રગટ કર્યું. માધવ કવિએ સં. ૧૭૦૬માં આ વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્ય રચેલું છે. જૂના ગુજરાતી સાહિત્યમાં વૃત્તબદ્ધ રચનાઓ થતી નહોતી એવી શ્રી નરસિંહરાવ દિવેટિયાની માન્યતા એના પ્રકાશનથી નિર્મળ ઠરી. નવાઈની વાત એ છે કે શ્રી ભોગીલાલભાઈએ મેટ્રિકમાં જે પુસ્તક સંપાદિત કર્યું હતું તે એમને ૧૯૪૩માં એમ.એ.માં હતા ત્યારે અભ્યાસમાં એ પુસ્તક ભણવાનું આવ્યું. મેટ્રિક પછી બે વર્ષ – ૧૯૭૫થી ૧૯૩૭ – ‘ગુજરાત સમાચાર ” અને “પ્રજાબંધુ'ના તંત્રી ખાતામાં કામ કર્યું. એ સમયે તેઓ ‘ગુજરાત સમાચાર 'ના અગ્રલેખો લખતા અને પીઢ પત્રકાર અને લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ સંપર્કમાં આવ્યા. એક સુખદ અકસ્માતથી મેટ્રિકમાં પાસ થયા, તો એ જ રીતે કૉલેજ પ્રવેશ વખતે પણ એક વિલક્ષણ યોગાનુયોગ થયો. એ સમયે કૉલેજના પ્રથમ વર્ષમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત એ બંને ફરજિયાત વિષયો હતા. પણ શ્રી ભોગીલાલભાઈ 0 ૨૪૯ ] • બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : જ્યારે ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાં દાખલ થયા, એ વર્ષે જ વિષયોની જુદી વહેંચણી મુંબઈ યુનિવર્સિટીએ કરી હતી. પરિણામે ગણિતને બદલે એમણે બસો ગુણનો વિશ્વ-ઇતિહાસનો વિષય લીધો. કૉલેજના પહેલા વર્ષની કૉલેજ-પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એકમાત્ર ભોગીલાલભાઈને જ પ્રથમ વર્ગ મળ્યો. ગણિત જેવા વિષય કરતાં પણ એમણે વિશ્વ-ઇતિહાસના વિષયમાં વધુ ગુણ મેળવ્યા હતા ! કોલેજના અભ્યાસકાળ દરમ્યાન તેમને ગુજરાતના ખ્યાતનામ વિવેચક શ્રી અનંતરાય રાવળ પાસેથી શિષ્ટ ગ્રંથો શીખવા મળ્યા. ઈ. સ. ૧૯૪૧માં ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત (ઐચ્છિક) વિષયો સાથે શ્રી ભોગીલાલભાઈએ બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. તેઓ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ગુજરાતીના વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે દી, બ. કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્રક મેળવ્યો. તેઓ ઉત્તીર્ણ થયા પછી પંદર દિવસમાં જ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. આ સમયે યુવાન ભોગીલાલભાઈને માથે અનુસ્નાતક શિક્ષણની ઘણી મોટી જવાબદારી આવી હતી. ઈ. સ. ૧૯૪૩ થી ઈ. સ. ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભામાં શ્રી ભોગીલાલભાઈએ અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કર્યું. આ સમય એ એમના વ્યક્તિત્વ-ઘડતરમાં ઘણો મહત્ત્વનો સમય ગણાય. સંશોધકોની હૂંફ સાંપડી. કામ કરવાની સુંદર તક મળી. શ્રી રસિકલાલ પરીખ જેવા વિદ્વાન પાસેથી વિદ્યા અને સ્નેહ બંને સાંપડ્યાં. એમણે ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો' એ વિષય ઉપર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મૂળ અંગ્રેજી ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાળામાં અને એનો ગુજરાતી અનુવાદ ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રગટ થયો છે. એના હિન્દી અને તેલુગુ અનુવાદો પણ થયા છે. આ સમયે ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત” નામનું પુસ્તક તૈયાર કર્યું. ઈ. સ. ૧૯૪૮માં શ્રી ભોગીલાલભાઈની સંશોધનપ્રવૃત્તિના નવા સીમાચિહ્ન સમો પંચતંત્ર' ગ્રંથ પ્રગટ થયો. મૂલ ‘પંચતંત્ર' વિદ્યમાન નથી અને એથી ‘પંચતંત્ર'ની વિવિધ પાઠપરંપરા (Versions) મળે છે. આજે જેને ‘પંચતંત્ર' 0 રપ૦

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152