________________
• શબ્દસમીપ • ‘જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ” તથા “સ્વાધ્યાય 'ના સંપાદક તરીકે સંશોધનપ્રવૃત્તિના વિકાસમાં તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ન્યૂયૉર્કના રોકફેલર ફાઉન્ડેશનના સ્પેશિયલ ફેલો તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોની વિઘાયાત્રા કરી છે તથા એના અનુભવો ‘પ્રદક્ષિણા' પુસ્તકરૂપે પ્રગટ કર્યો.
ઈ. સ. ૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે ‘શબ્દ અને અર્થ’ એ વિષે સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતીમાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિષે એ પ્રાય: પહેલો જ ગ્રંથ છે. ૧૯૫૩માં તેમને ઉત્તમ સંશોધન અને સંપાદનકાર્ય માટે ગુજરાત સાહિત્ય સભાએ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૫૫માં નડિયાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈની પસંદગી થઈ.
૧૯૫૯માં ભુવનેશ્વર (ઓરિસા) ખાતે મળેલ અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદના વીસમા અધિવેશનના પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી અને Progress of Prakrit and Jain Studies એ શીર્ષક નીચેનું એમનું અધ્યક્ષીય વ્યાખ્યાન બનારસ યુનિ.ના જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૬૧માં સણોસરા ખાતે ગુજરાતીના અધ્યાપકસંઘના પ્રમુખપદેથી તેમણે ‘ગુજરાતી કોશ’ વિષે વ્યાખ્યાન આપ્યું હતું. એમાં ગુજરાતીમાં કોશરચના-પ્રવૃત્તિનું અવલોકન કરીને, ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર રચાવા જોઈતા કોશની રૂપરેખા આપી હતી.
ઈ. સ. ૧૯૬૨માં મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળ વિષેના ગ્રંથ માટે સુરતની નર્મદ સાહિત્યસભાએ તેમને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી બે વર્ષ તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. ૧૯૬૯માં વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાત સંશોધક પરિષદના પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૭૭માં તેમણે ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના નિમંત્રણથી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ' એ વિષે વ્યાખ્યાનો આપ્યાં, પુસ્તકો અને સંપાદનો ઉપરાંત તેમના પાંચસો કરતા વધુ લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રગટ થયા.
1 ૨૫૩ ]
• બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલભાઈના સ્નેહીમંડળનો આલેખ એમના ગ્રંથોની અર્પણપત્રિકામાંથી મળે છે. એમણે પોતાનું ‘ઇતિહાસની કેડી’ એ પુસ્તક એમના ફોઈબાને અર્પણ કર્યું છે, જેમણે એમને બાળપણમાં સંસ્કારદીક્ષા આપી. વળી ‘પંચતંત્ર' વિશેની સંશોધનકૃતિ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને, ‘સંશોધનની કેડી’ શ્રી રસિકલાલ છો. પરીખને, ‘ઇતિહાસ અને સાહિત્ય' શ્રી અનંતરાય રાવળને, ‘અન્વેષણા' શ્રી યશવંત શુક્લ અને શ્રી ચંપકલાલ શુક્લ એ મિત્રદ્ધયીને ‘Laxicographical Studies in Jain Sanskrit' મુનિશ્રી જિનવિજયજીને તથા ‘અનુસ્મૃતિ’ પોતાના પરમગુરુ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીને અર્પણ કરેલ છે. મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ એ પુસ્તકનું સમર્પણ ‘વિશ્વાત્મકતા” પામેલા એ પ્રકાંડ સંશોધને સંસ્કૃત શ્લોકોમાં થયું છે.
- ઈ. સ. ૧૯૫૧થી ૧૯૭૫ સુધી શ્રી ભોગીલાલભાઈએ મ. સ. વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એકધારી ૨૫ વર્ષ સુધી કામગીરી બજાવી. એ પછી ઈ. સ. ૧૯૫૮થી ૧૯૭૫ સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી વડોદરાની વિખ્યાત સંશોધન-સંસ્થા પ્રાપ્ય વિદ્યામંદિરના નિયામક તરીકે ૧૭ વર્ષ સુધી કામગીરી બજાવી. એ સમય દરમ્યાન ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચાલુ રહ્યા. સને ૧૯૫૧થી. ૧૯૭૫ સતત પચીસ વર્ષ તેમણે વડોદરા યુનિ.ની સેનેટના સભ્ય તરીકે તથા છ વર્ષ સુધી સિન્ડિકેટના સભ્ય તરીકે કામ કર્યું હતું. ૧૯૭પની પાંચમી એપ્રિલના રોજ તેઓ નિવૃત્ત થયા. એમના મિત્રો, વિદ્યાર્થીઓ અને પ્રશંસકોએ નિવૃત્તિ સમયે વડોદરા યુનિવર્સિટીનાં પ્રથમ વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસાબહેન મહેતાના પ્રમુખપદે એમને એકવીસ હજાર રૂપિયાની થેલી અર્પણ કરી છે, જેમાંથી પ્રેમાનંદ સાહિત્ય સભા અને વડોદરા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “ડૉ. બી. જે . સાંડેસરા વ્યાખ્યાનમાળા'ની આયોજના થઈ છે તથા એ અન્વયે આ પહેલાં શ્રી અનંતરાય રાવળ અને શ્રી મનસુખલાલ ઝવેરીએ વ્યાખ્યાનો આપ્યાં છે. નિવૃત્તિ પછી પણ એમનાં સંશોધનકાર્યની પ્રવૃત્તિ એટલી જ વેગીલી રહી હતી. આ સમયે તેઓ હસતા હસતા કહે છે કે પહેલાં સરસ્વતીનો પગારદાર પૂજારી હતો, હવે માનદ્ પૂજારી બન્યો છું. ‘સ્વધર્મ' બજાવ્યાનો સંતોષ સાથે ૧૯૯૫ની અઢારમી જાન્યુઆરીએ આ બહુશ્રુત વિદ્વાન અને સંશોધકે વિદાય લીધી.