Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 125
________________ • શબ્દસમીપ • ગ્રંથસંપાદનના કાર્યમાં તેઓને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે. તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઇતર સાહિત્યના સંદર્ભોથી સુપરિચિત રહેતા અને જે બાબત તેઓની સમજમાં આવતી ન હોય તે બાબત વિશે અથાગ પ્રયત્ન કરીને ખુલાસો મેળવીને જ આગળ વધતા. અક્ષરોના વિવિધ મરોડો છતાં જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા અને એથી ય વિશેષ તો શાસ્ત્રોના સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતાં. સત્યની એકાદ હીરાકણી માટે પણ તેઓ દિવસરાત મથામણ કર્યા કરતા અને આટલું બધું કરવા છતાં તેના ભારથી મુક્ત બનીને સદા પ્રસન્ન રહેતા. આવા આદર્શ સંશોધનગ્રંથોના અનેક નામ લેખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય આરંભ્ય હતું તે તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં મહાન આગમપ્રભાકર શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે કરેલું આગમ સંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાલ સુધી ઉપકારક કાર્ય હતું. પ્રાચીન જીર્ણશીર્ણ હસ્તપ્રતો તો જાણે પુણ્યવિજયજી મહારાજના હાથમાં આવતાં જ પોતાની આપવીતી કહેવા લાગતી ! • પારગામી વિદ્વત્તા • તેમાંયે જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું છે એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક છે. વિ. સં. ૨૦૬ના કારતક વદ સાતમે શ્રી પુણ્યવિજયજી મહારાજે જેસલમેર માટે વિહાર કર્યો. આ વખતે શ્રી કસ્તુરભાઈ લાલભાઈ મહારાજ શ્રીને સાબરમતીમાં મળ્યા હતા. તે પછી મહારાજ શ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેઓ જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને શ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા થઈ રહેલ કામને પ્રત્યય જોયું ઉપરાંત ક્યારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈનસંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપનામાં આવ્યું. મુનિ પુણ્યવિજયજીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. જેસલમેરના વિહાર માટે શ્રી પુણ્યવિજયજી મહારાજ અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજ થી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને નું જોયું અને ગરનાળાથી ૧૫-૧૭ ફીટ નીચે પડી ગયા, પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંગ્રહણીના વ્યાધિમાંથી તેઓને બચાવી લીધા હતા તેણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા, આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કંઈ વાગ્યું નહીં, અને તે પછી તેઓએ તેરેક માઈલનો વિહાર કર્યો ! જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પ્રવર્તક વીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે તે, પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે પ્રોક્ત ટેસ્ટ સોસાયટીની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં પુણ્યવિજયજી મહારાજ નિષ્ણાત હોવાથી એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થાય તે ચિરકાળ માટે સુરક્ષિત બની જતા. આવા ભંડારોનો વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં. એ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી. 0 ૨૪૦ ] પ્રાચીન ગ્રંથોના એકસરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની તેઓની સૂઝ અને નિપુણતા આશ્ચર્યચકિત કરે એવી હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી. મુનિ પુણ્યવિજયજી તથા એમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત કરી આપી; વળી ક્યાંક રેપરો, બંધનો, દાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી. કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી છે, અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા છે તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે. ૨૩૯ ]

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152