________________
ભુલાયેલો ભેખધારી
• શબ્દસમીપ • પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે ગ્રંથભંડારની સ્થાપના થઈ જેનું ઉદ્ઘાટન વિ. સં. ૧૯૯૫માં શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હસ્તે થયું. વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ.
પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કલાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથે પ્રતોને અને ગ્રંથસ્થ તેમજ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજ શ્રીની શક્તિ પણ અભુત હતી. ઉપરાંત કઈ પ્રતનું કઈ દૃષ્ટિએ શું મૂલ્યાંકન કરી શકાય એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા.
આ બધા ઉપરાંત પુણ્યવિજયજી મહારાજની સૌથી ચડિયાતી અને વિરલ કહી શકાય તેવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને સંશોધકોને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હોય પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર પૂરેપૂરો સમય આપતા અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં અને એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાતું.
મહારાજ શ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેક પોતાની પંડિતાઈ કે વાચાતુરીથી આંજી નાખવાનો પ્રયત્ન કરતા નહીં. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. ધર્મ અને શાસ્ત્ર બંનેના શિખરે બિરાજેલા એક પાવનકારી વ્યક્તિત્વે વિદાય લીધી વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ કને તા. ૧૪-૬-૭૧ના દિવસે. જ્ઞાનસાધના અને તપોબળના આવા વિરલ સુમેળે વિદાય લીધી.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસીને શ્રી મોહનલાલ દેસાઈના ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘જૈન ગુર્જર કવિઓ 'નો આધાર લીધા વિના ભાગ્યે જ ચાલે, પણ પ્રાચીન ગુજરાતી સાહિત્ય માટે ભેખ ધારણ કરનારા આ વિદ્વાન ઘણા લાંબા સમય સુધી અભ્યાસીઓથી અજાણ રહ્યા. જેમને આધારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રકરણો રચાય છે તેનું નામેય આપણા સાહિત્યના ઇતિહાસમાં જડતું નથી. ગુજરાતના સંશોધક અને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી શ્રી જયંત કોઠારીએ ‘જૈન ગુર્જર કવિઓ'ના ગ્રંથો ઉપલબ્ધ કરાવીને ગુજરાતી સાહિત્યને ભુલાયેલા એ ભેખધારીની યાદ આપી છે.
શ્રી મોહનલાલ દેસાઈ ભણેલા તો હતા વકીલાતનું. બી.એ., એલએલ.બી. થયેલા ને વ્યવસાય પણ વકીલાતનો. મુંબઈ હાઈકૉર્ટમાં ઍડવોકેટ હતા. એમને આ સાહિત્ય અને ઇતિહાસની સેવાનો નાદ ક્યાંથી લાગ્યો એ કોયડો છે. પચ્ચીસી વટાવી ન વટાવી ત્યાં પ્રાચીન સાહિત્યની સામગ્રી એકઠી કરવાની ધૂન એમને વળગી પડે છે, જે જીવનના અંત સુધી એમનો કેડો મૂકતી નથી. એ ધૂન એમને ચિત્તભ્રમની અવસ્થા સુધી પણ ખેંચી જાય છે.
n ૨૪૧ ]
૨૪૨