________________
• શબ્દસમીપ • તખલ્લુસ છે તે જાણો છો ? નરસિંહરાવ દિવેટિયાનું. ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ'એ પ્રારંભનાં સર્જનોમાં કયું નામ રાખ્યું હતું ? એ નામ હતું ‘દિલીપ”. પુરાણાનંદ’, ‘અક્કલાનંદ', ‘વાશાસ્ત્રી’, ‘મકરંદ’ અને ‘કૌતુક' એવાં નામ રમણભાઈ નીલકંઠનાં તખલ્લુસ છે. જેમ રમણભાઈએ હળવા લેખો લખ્યા એ રીતે બહુ ઓછાને ખ્યાલ હશે કે વિદ્યાગૌરી નીલકંઠ પણ હળવા લેખો લખ્યા હતા. વળી એક કે બે નહીં, પરંતુ છ તખલ્લુસો રાખીને. વિદ્યાગૌરી નીલકંઠનાં તખલ્લુસો હતાં : એક અમદાવાદ, સુરતી, ઓશિંગણ, કોકિલા ઉર્ફ કોયલ ઉર્ફ પરભૂતિકા, જગતની સામાન્ય કોટિમાં આવનાર, દેશનું હિત જાણનાર તથા નચિત જેવાં એમનાં તખલ્લુસો મળે છે. ‘ધૂમકેતુ’ શરૂઆતમાં ‘એક ગુજરાતી 'ના નામે લખતા હતા. ક્યારેક સાહિત્યિક વિવાદમાં પોતાની જાત ઓળખાય નહીં તે માટે પણ આવાં તખલ્લુસોનો ઉપયોગ કરાતો હતો. જો એની સ્પષ્ટતા ન થાય તો એ કાયમને માટે સંદિગ્ધ રહી જાય. જેમ કે હરિ હર્ષદ ધ્રુવના પુત્ર નરસિંહ ધ્રુવે જુદાં જુદાં પાંચ તખલ્લુસોથી માર્મિક અને ચોટદાર હળવા લેખો તેમજ ચર્ચાપત્રો લખ્યાં હતાં. આ લખાણ એમણે નરહરિ ધ્રુવ, અનિલ, નિશમણિ, અભિનવ અને અરવિંદનાં તખલ્લુસથી લખ્યાં હતાં. રમણભાઈ નીલકંઠે એમની મૃત્યુનોંધ ન લખી હોત તો આ તખલ્લુસોનું રહસ્ય અંધારામાં જ રહ્યું હોત.
અત્યારે સાહિત્યિક પત્રકારત્વની સ્થિતિ સહેજે ઉત્સાહપ્રેરક નથી. સાહિત્યિક સામયિકો બંધ થતાં જાય છે અને જે છે તેનું કદ કૃશ થતું જાય છે. અને એ રીતે આપણી અગાઉની સાહિત્યિક સમૃદ્ધિની યોગ્ય જાળવણીની બાબતમાં પણ સ્થિતિ એટલી જ નિરાશા પ્રેરનારી છે. ગોવર્ધનરામ ત્રિપાઠી , નાનાલાલ અને રમણભાઈ નીલકંઠ જેવાના ઘણા લેખો અસંકલિત સ્વરૂપમાં ગ્રંથસ્થ થયા વિનાના મળે છે. રમણભાઈ નીલકંઠના ‘કવિતા અને સાહિત્યના ચાર ભાગ પ્રગટ થયા છે અને હજી પાંચમો ભાગ પ્રગટ થાય તેટલાં એમનાં લખાણો મળે છે. સાહિત્યિક લેખો ઉપરાંત બીજી ઘણી સામગ્રી આપણા સાહિત્યિક પત્રકારત્વમાં પડેલી છે. ગોવર્ધનરામનું ચરિત્ર આલેખનાર શ્રી કાંતિલાલ છગનલાલ પંડ્યા કેમેસ્ટ્રીના અધ્યાપક હતા. એમણે ‘સમાલોચકમાં પોતાના વિદેશપ્રવાસની રસપ્રદ લેખમાળા લખેલી છે. આજે તો આ જૂની સામગ્રી ઓછી થતી જાય છે. ગ્રંથાલયોમાં એની જતનભરી જાળવણી પણ થતી નથી. સાહિત્યિક પત્રકારત્વનો સળંગ ઇતિહાસ પણ નથી. આનંદની વાત છે કે શ્રી કૃષ્ણવીર દીક્ષિત આનો સળંગ ઇતિહાસ લખી રહ્યા છે. આવે સમયે આમાં આવેલી મહત્ત્વની સામગ્રીને ગ્રંથસ્થ કરીને કાયમને માટે ઉપયોગમાં લેવાય તેમ કરવું જોઈએ. અભ્યાસીઓને સંશોધન અને
a ૨૦૦ 0.
• સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • તારણો માટે સામગ્રી સુલભ થવી જોઈએ. માત્ર સૂચિ નહીં પણ સ્વાધ્યાય સાથે અને એમાંથી તારવેલી મહત્ત્વની લેખસામગ્રી સહિત આ સામગ્રી પ્રગટ થાય તો જ આપણે આપણા વારસાનું જતન કર્યું કહેવાશે. સાહિત્યિક પત્ર-સંપાદનની સમસ્યાઓ :
દરેક સાહિત્યિક પત્રનો ઉદ્દેશ જુદો જુદો હોય છે. જેમ કે ‘ગ્રંથનો' હેતુ પુસ્તકોનું અવલોકન આપવાનો હતો. ‘પરબ'નો આશય શુદ્ધ, સાહિત્યિક સામગ્રી આપવાનો ગણાય. ‘કુમાર’ એ કિશોરો માટે પ્રગટ થાય. આમ આ સાહિત્યિક પત્રોને ચોક્કસ ઉદ્દેશ હોય છે. જોકે એ બધાની પાછળ સાહિત્ય તો હોય જ , પરંતુ એના સંપાદકની સૌથી મોટી સમસ્યા એ પત્રના ઉદ્દેશ પ્રમાણેનું લખાણ મેળવવાની છે. ‘સંસ્કૃતિ'નો ઉદ્દેશ વ્યાપક હતો પરંતુ ઘણી વાર એની તંત્રીની નોંધ બાદ કરતાં સાહિત્ય સિવાયની અન્ય સામગ્રી બહુ ઓછી મળતી હતી.
આ સંપાદનમાં સંપાદકની રુચિ કેટલી સંસ્કારાયેલી છે એ પણ જોવા મળે. શ્રી ઉમાશંકર જોશી વારંવાર કહેતા કે વસંતમાં શ્રી આનંદશંકરભાઈ ધ્રુવની નીતિ એવી હતી કે લબ્ધપ્રતિષ્ઠ લેખકની કૃતિને બહુ ચકાસવી નહીં કારણ કે એમાં કૃતિ નબળી સાબિત થાય તો લેખકની પ્રતિષ્ઠા ઓછી થાય. જોકે આ વાત સાથે સંમત થવાય તેવું નથી કારણ કે લબ્ધપ્રતિષ્ઠ લેખકની નબળી કૃતિથી માત્ર લેખકની જ પ્રતિષ્ઠા ઓછી નથી પરંતુ સામયિકમાં એને સ્થાન આપનાર સંપાદકની પ્રતિષ્ઠા પણ ઓછી થાય છે.
એ જ રીતે કેટલાક સંપાદકોનું માનવું છે કે નવા લેખકો પાસેથી તો ઉત્તમ કૃતિ જ મેળવવી જોઈએ, કારણ કે એને પ્રતિષ્ઠા બાંધવા માટે સખત મહેનત કરવાની હોય છે.
હકીકતમાં આ બંને બાબત આત્યંતિક છે. સંપાદકે પોતાના બરની કૃતિ પસંદ કરવી જોઈએ. એમાં પોતાના વિચારો, પૂર્વગ્રહ કે પ્રિય એવાં લખાણો મૂકવાં તે સાહિત્યિક પત્રકારત્વની કમજોરી છે. આવા પત્રકારત્વથી એવું પણ બને કે અમુક પત્ર અમુક જૂથનું બની રહે - જૂથવાદ ઊભો થાય. જેમ કે ‘પ્રસ્થાન' રામનારાયણ વિશ્વનાથ પાઠકના જૂથનું હતું અને કોલકનું ‘માધુરી’ કવિ ખબરદારના જૂથનું ગણાતું હતું. આમ ‘પ્રસ્થાન'માં એક વાત કવિશ્રી સુંદરમ્ લખે કે તરત જ કોલકે એનો જવાબ લખતા હતા. આમાં ક્યારે કે વ્યક્તિગત બદબોઈ આવી જતી. અવલોકનોમાં પણ એવા જ પૂર્વગ્રહો જોવા
[] ૨૦૧ ]