Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 110
________________ • શબ્દસમીપ • અનુલક્ષીને પણ બાળકો માટે વિશ્વકોશ તૈયાર થાય છે અને તે સી.ડી. રૉમ પર ઉપલબ્ધ થાય છે. પુસ્તકાકારે રહેલા વિશ્વકોશમાં ચિત્રોની મર્યાદા આવે છે અને ધ્વનિની કોઈ સગવડ હોતી નથી. જ્યારે સી.ડી. રૉમમાં ચિત્રો ઉપરાંત એ વ્યક્તિનો અવાજ, સંગીત, ઍનિમેશન પણ આપી શકાય છે. ગુજરાતીમાં બાળસાહિત્યનો સી .ડી. રૉમ તૈયાર થાય એ તો દૂરની વાત રહી, પણ એને માટે સામગ્રીરૂપ એવો પ્રથમ તો બાળકોનો વિશ્વકોશ જોઈએ. બાળકના ચિત્ત પર ગ્રંથ રૂપે પ્રગટ થયેલો વિશ્વ કોશ વધુ પ્રભાવક બનશે. આવતી સદીના બાળગ્રંથાલયની વાત કરીએ ત્યારે એમાં આવનારા પરિવર્તનનો વિચાર કરવો જોઈએ. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં એક નવ વર્ષના બાળકે કહ્યું કે આ કેવી અદ્દભુત બાબત ગણાય ! મારા હોમ પેજ પર એક પ્રશ્ન પૂછું અને દેશ- દેશના કેટલાય લોકો તમને એના જવાબ આપે. એ સાચું છે કે કયૂટરે આજના બાળકની સૃષ્ટિ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. હકીકતમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇલેક્ટ્રોનિક ક્રાંતિની વાત કરવામાં આવે છે, પણ આપણાં ગ્રંથાલયોમાં તો બેવડી ક્રાંતિ આવી રહી છે. એક છે intellectual revolution અને બીજી છે technological revolution, આમાં તમે માત્ર ટેકનૉલોજીનો જ ઉપયોગ નહીં કરો, પરંતુ બૌદ્ધિક બાબતો અંગે પણ તમને વિચારવાનો ખોરાક મળશે. એવી જ રીતે શબ્દો અને ‘ઇમેજ' કમ્યુટરના સ્ક્રીન પર ઝડપથી પસાર થશે અને તમે ઇચ્છો તે પ્રમાણે એને ગોઠવી શકશો અથવા તો જુદાં પાડી શકશો. આ રીતે ગ્રંથાલયોના મૂળભૂત સ્વરૂપમાં જ પરિવર્તન આવશે . library શબ્દ લૅટિન શબ્દ liber પરથી આવ્યો જેનો અર્થ થાય છે પુસ્તકો; પણ આજે ગ્રંથાલયો માત્ર ગ્રંથોથી પૂરક જ્ઞાન જ આપતાં નથી. પહેલાં લાઇબ્રેરી ‘સપ્લિમેન્ટ' (supplement) હતી, હવે એને * કૉમ્પ્લિમેન્ટ’ (complement) બનાવવામાં આવી છે. આ રીતે લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવાનું નહીં આવે, પણ તમારે surf કરવાનું આવશે. વળી હવે ગ્રંથાલયનું કાર્ય વિસ્તૃત બનીને તે માહિતી, શિક્ષણ અને મનોરંજન આપવાનું કામ પણ કરે છે. લાઇબ્રેરીમાં ‘રેક’ પર મૂકેલાં પુસ્તકો હવે અદૃશ્ય થતાં જાય છે. વિદેશની કેટલીક લાઇબ્રેરીમાં માત્ર કમ્યુટર અને સામે બેસવાની ખુરસી એટલું જ હોય છે. આ ગ્રંથાલયની વિસ્તરતી ક્ષિતિજોમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. દૈનિક, સામયિક, ડિસ્ક, કૅસેટ, ટેપરે કૉર્ડિંગ, ફિલ્મ, વિડિયો, a ૨૦૮ ] • ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • ફોટોગ્રાફ, માઇક્રોરિપ્રોડક્શન, કમ્યુટરાઇઝડ ડેટાબેઝ, નકશાઓ, બ્રેઇલલિપિ અને પુસ્તકો આમાં સમાવેશ પામે છે. આ રીતે કૃષિવિદ્યાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પાક કઈ રીતે વધુ લઈ શકાય તેની જાણકારી ફિલ્મ કે વિડિયોથી મેળવશે. એ જ રીતે ખ્યાતનામ સંગીતકારોનાં પુસ્તકો સાથે એ સંગીતકારોના સંગીતની કૅસેટ સાંભળી શકાશે. અખબાર અને સામયિક દ્વારા એ અદ્યતન વિગત મેળવશે, પણ એથીયે વધુ કમ્યુટરાઇઝડ ન્યૂઝ સર્વિસ, વિડિયો ટેસ્ટ કે વેબસાઇટનો ઉપયોગ કરશે. એક એવી કલ્પના કરવામાં આવે છે કે લેખક પોતે ગ્રંથાલયમાં જઈને વાર્તા કહેશે. સંગીત સાથે એ વાર્તા રજૂ કરશે અને એ દ્વારા એ બાળકોને વાર્તાકારની વાર્તાનું પુસ્તક વાંચવાની પ્રેરણા આપશે. વિદેશનાં કેટલાંક બાળગ્રંથાલયોમાં પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જુદાં બાળગ્રંથાલયો હોય છે. માતા-પિતા પણ બાળકને એનાં મનપસંદ રમકડાં, ગમતાં કપડાંની સાથોસાથ એને પ્રિય પુસ્તકો આપતાં હોય છે. ફ્રાંસ, જર્મની, ગ્રેટ બ્રિટન અને ઑન્ડિનેવિયન દેશોમાં પ્રત્યેક નિશાળમાં બાળગ્રંથાલય હોય છે અને આજે બાળગ્રંથાલયોનું મંડળ સામયિક પ્રગટ કરે છે. આ તબક્કે બાળકો માટે બેંગ્લોરમાં તૈયાર થઈ રહેલા કમ્યુટેરિયમ વિશે વિચારવું જોઈએ. પ્લેનેટેરિયમની માફ ક આ કમ્યુટેરિયમ બાળકને પ્રયોગ અને અનુભવ કરવાની તક આપશે. અહીં બાળક કયૂટર દ્વારા સબમરીનનો કે આકાશી ઉશ્યનનો અનુભવ મેળવી શકશે. વેબસાઇટ દ્વારા બાળક અને એ ઉદ્યોગ વચ્ચે જોડાણ કરવામાં આવશે અને બાળક આ કમ્યુટર માત્ર એની આંખો, દાઢી કે કોણી હલાવીને ચલાવી શકશે. અઢાર મહિનાની વય ધરાવતું બાળક પણ એનું મોડિફાઇડ કી-બૉર્ડ વાપરી શકશે. આમાં સાઇબર શૉપ અને ઑડિટ રિયમ હશે. ડિજિટલ આર્ટ પ્રોગ્રામ હશે. અને આ રીતે કમ્યુટર દ્વારા બાળકને અદ્ભુત વિશ્વની યાત્રા કરાવવામાં આવશે. બેંગ્લોરમાં થતા કમ્યુટેરિયમમાં બાળકો માટેનું ગ્રંથાલય, ઇન્ટરનેટ તેમજ વિડિયો કૉન્ફરન્સ કરવાની સુવિધા પણ ગોઠવી છે. સામાન્ય રીતે વિદેશમાં વિજ્ઞાનનાં મ્યુઝિયમોમાં આ પ્રકારના કયૂટરનો ઉપયોગ થાય છે. સી.ડી. રૉમમાં ખાસ બાળકો માટેનાં સૉફ્ટવેર તૈયાર થઈ રહ્યાં છે, જેમાં ચિત્રો, શબ્દો , સંગીતમય કથાનક અને કયૂટરના પડદા પર મલ્ટિમીડિયા માસ્ટરપીસ રજૂ થઈ રહ્યાં છે. બાળકે પક્ષીઓની ઓળખ કઈ રીતે મેળવવી કે a ૨૦૯ ]

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152