________________
* શબ્દસમીપ •
શૈલી એટલી બધી રસપ્રદ રાખવામાં આવે છે કે એ બાળકોને સતત આકર્ષતી રહે છે. ‘ઓધામ’ અને ‘હેમલિન’ જેવી સંસ્થાઓએ પ્રગટ કરેલા બાળવિશ્વકોશમાં વિષયવસ્તુની સામગ્રી પ્રશ્નોત્તરીના રૂપમાં આલેખવામાં આવી છે. આમાં પ્રશ્ન એવી રીતે રજૂ કરવામાં આવે કે જેથી બાળકોની જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગ્રત થાય અને પછી ઉત્તરથી યોગ્ય રીતે સંતોષ પામે. જેમકે – (૧) ખુરશીનો શોધક કોણ છે ? (૨) આપણે શા માટે જન્મદિવસ ઊજવીએ છીએ ? (૩) સૂર્ય કેટલો ગરમ છે ? (૪) પૃથ્વીના પેટાળમાં શું છે ?
આ રીતે આઠથી તેર વર્ષનાં બાળકોને કલા અને વિજ્ઞાનના વિષયોને
આવરી લેતી પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાનસંચય આપવાનો પ્રયત્ન થયો.
આવી જ રીતે ‘Tell me why, More tell me Why’ અને ‘Still more tell me why' જેવી શ્રેણી દ્વારા બાળકો સમક્ષ વિશ્વની માહિતીનો ભંડાર રજૂ કરવામાં આવ્યો છે. ત્રણથી આઠ વર્ષનાં બાળકો માટે ૧૯૬૫માં ન્યૂયૉર્કના ગોલ્ડન પ્રેસે પ્રગટ કરેલો ‘My First Golden Encyclopaedea' ૧૫૦૦ ચિત્રો અને ૩૫૦ પાનાંનો એક મહત્ત્વનો બાળવિશ્વકોશ છે.
ભારતની અન્ય ભાષાઓમાં બાળવિશ્વકોશ માટે સબળ પ્રયાસ થયા છે. ઈ. સ. ૧૯૪૨માં વ્યવહારિક જ્ઞાનકોશ મંડળ દ્વારા ગણેશ ભીંડેએ મરાઠીમાં બાળકોશ લખ્યો. મલયાળમ ભાષામાં ઈ. સ. ૧૯૫૮માં પયમયલ્લીલ પિલ્લાએ બાળવિશ્વકોશની રચના કરી. ઈ. સ. ૧૯૬૩માં તેલુગુ અને ઈ. સ. ૧૯૬૪માં તિમિળ ભાષામાં અનુક્રમે પી. એન. દેવદાસ અને વી. તિલ્લાનાયકમે આ કાર્ય કર્યું. ઈ. સ. ૧૯૬૫માં બની બાસુએ બંગાળીમાં આવો પ્રયાસ કર્યો. ભારતની અન્ય ભાષાઓમાં આ પ્રવૃત્તિનો પ્રારંભ થયાને ત્રણ કે ચાર દાયકા થયા છે. મરાઠી, મલયાળમ અને બંગાળી ભાષામાં તો બાળકો માટે વિજ્ઞાનકોશ અને ચરિત્રકોશ પણ તૈયાર થયા છે ત્યારે આપણે આમાં પહેલી નાની પગલી પણ પાડી નથી.
સામાન્ય (General) એન્સાઇક્લોપીડિયામાં સાચી અને પ્રમાણભૂત વિગતો જોઈએ, પરંતુ બાળવિશ્વકોશમાં માત્ર અહીંથી જ અટકી જવાનું નથી. એમાં તો બાળકો સમજી શકે તેવી ભાષામાં આ લેખો લખાયેલા હોવા જોઈએ. પરિણામે
] ૨૧૪]
બાળવિશ્વકોશ
આજે વિદેશમાં આના સંપાદકો પહેલા સ્કૂલમાં એના લેખો મોકલે છે, શિક્ષકો પાસેથી સૂચનો મંગાવે છે અને પછી એમાં જરૂરી સુધારા-વધારા કરી એને પ્રકાશિત કરે છે. સાથોસાથ એમના શૈક્ષણિક સલાહકારો પણ લેખો ચકાસે છે અને પછી એ સામગ્રી પ્રકાશનાર્થે મોકલાય છે.
બાળવિશ્વકોશનું બીજું મહત્ત્વનું પાસું એ એની ઊડીને આંખે વળગે તેવી સચિત્રતા છે. શબ્દોની માફક ચિત્રો પણ બોલતાં હોવા જોઈએ. તેમજ તસવીરો, નકશા, ચિત્રો, કોઠાઓ વગેરેથી એની સચિત્રતા વિશેષ સમૃદ્ધ બનવી જોઈએ. કેમેસ્ટ્રીમાં આવતા ‘વૉલ્યુમ' શબ્દને જનરલ એન્સાઇક્લોપીડિયા સીધેસીધો સમજાવશે, પરંતુ બાળકોને એની સમજ આપવી હોય તો તે ક્રિયા દ્વારા આપવી જોઈએ. એક નાનો ફુગ્ગો બતાવો અને પછી હવા ભરેલો બીજો ફુગ્ગો બતાવીને હવા ભરી માટે કદ વધ્યું તે સમજાવવું જોઈએ. બાળવિશ્વકોશનો સંપાદક બાળમાનસનો અને બાળશિક્ષણનો જ્ઞાતા હોવો જોઈએ. બાળવિશ્વકોશમાં જિજ્ઞાસાપ્રેરક અને ક્રિયાપ્રેરક રજૂઆત દ્વારા બાળકોને જ્ઞાતમાંથી અજ્ઞાત (Knownમાંથી Unknown) તરફ લઈ જવા જોઈએ. એ આટલું જાણે છે, બાળકને આટલી જાણકારી આપી છે અને તેમાંથી એને વધુ જાણવાની ઇચ્છા થાય તેવો આનો ક્રમ રહેવો જોઈએ.
બાળવિશ્વકોશના સંપાદકને સૌથી મોટો પડકાર ભાષાનો હોય છે. બાળકોની કક્ષાને અનુરૂપ એવી સરળ અને રસપ્રદ રજૂઆત તે આની મુખ્ય બાબત છે. ક્યારેક બાળકોને વાર્તા કહીને (અને તે પણ હકીકતને સહેજે વિકૃત કર્યા વિના) આ પ્રકારનું લખાણ આપવામાં આવે છે. વાર્તા એ બાળકની સાહજિક જિજ્ઞાસાને સંતોષે છે તે સાચું, પરંતુ એ જિજ્ઞાસાની પરિતૃપ્તિ થતાં ત્યાં જ એનું પૂર્ણવિરામ આવે છે. બાળવિશ્વકોશનો હેતુ તો વિજ્ઞાન, કલા અને બીજી શાખાઓનો પરિચય આપવાનો તો છે જ. પરંતુ એથી ય વિશેષ બાળકોમાં વધુ જાણવાની જિજ્ઞાસા ઉત્તેજવાનો છે અને આથી જ આજે ઘણા બાળવિશ્વકોશ પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં સાંપડે છે.
ગુજરાતના આજના બાળકની રુચિને તૃપ્ત કરે એવો બાળવિશ્વકોશ આપણી પાયાની જરૂરિયાત છે. આજે બાળકના જીવનમાં ટેલિવિઝન, ટેપરેકૉર્ડર, રેડિયો, ટેલિસ્કોપ કે ઍન્ટિબાયૉટિક દવાઓ એના જીવનના ભાગરૂપ બની ગઈ છે.
D૨૧૫]