________________
ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા
રણજિતરામ વાવાભાઈની પ્રતિભા એકાંગી નહીં બલ્ક બહુઆયામી હતી. સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, કેળવણી, સમાજવિદ્યા અને કંઠસ્થ સાહિત્ય સુધી એમની અભ્યાસવૃત્તિ Earnestnessથી – ખરાપણાથી – નર્મદ માટે રણજિતરામે વાપરેલો શબ્દ. ફરી વળી હતી અને એમણે એ વિષયોનું ઊંડું અવગાહન કર્યું હતું. રણજિતરામમાં દૃષ્ટિગોચર થતી વિશાળતાનું એક કારણ એ છે કે તેઓ એ સમયના વિખ્યાત વિજ્ઞાની ત્રિભુવનદાસ ગજ્જર અને પ્રભાશંકર પટ્ટણી જેવા મહાનુભાવોના સેક્રેટરી તરીકે કાર્યરત હતા. ત્રિભુવનદાસ ગજ્જરની વિદ્વત્તા, ભવ્ય કલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપવાનો અસાધારણ ખંત રણજિતરામને પ્રેરક બન્યો. એથીયે વિશેષ ત્રિભુવનદાસ ગજ્જરની ઉદારતા અને ત્યાગવૃત્તિ સ્પર્શી ગઈ. તેઓ એમના સેક્રેટરી હતા તેમ છતાં ગીરગામ જવા-આવવાની મુશ્કેલીને કારણે ત્રિભુવનદાસે વાલકેશ્વરમાં પોતાની સાથે રાખ્યા. રણજિતરામના વ્યક્તિત્વમાં એક આકર્ષણ હતું. અનેકને પોતાની પ્રતિભાથી આકર્ષનારા શ્રી કનૈયાલાલ મુનશી રણજિતરામની મિત્રોનો વિશ્વાસ આકર્ષવાની અને મિત્ર સાથેના વ્યવહારને માનસિક સહજીવનની ભૂમિકા પર લઈ જવાની કુશળતા નોંધે છે. તેઓ નોંધે છે કે
0 ૨૩૦ ]
૨૨૯ ]