Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 116
________________ * શબ્દસમીપ અર્પણકાવ્યને અંતે પ્રો. ઠાકોરની વિશિષ્ટ સહી છે. નાટકની પ્રથમ આવૃત્તિમાં કર્તાનું કોઈ નિવેદન મળતું નથી, જ્યારે બીજી આવૃત્તિમાં ‘આ બીજા મુદ્રણ વખતે નિવેદન' મળે છે, જે આ પ્રમાણે છે “પ્રવેશ ૮માને ઉત્તરાર્ધ કંચનરાયે પિતા આગળ કરી દીધેલી કબૂલાતનું, એના પ્રાયશ્ચિત્ત (‘રિપેન્ટન્સ')રૂપ નિરૂપણ તખ્તાલાયકીની દૃષ્ટિએ અતિ લાંબું હતું તે ટુંકાવ્યું છે, જો કે આ નવે રૂપે ય તે કેટલાક વાચકને લાંબું પડે તો નવાઈ નહીં. સ્થળે સ્થળે બોલી કોમી, પ્રાંતિક આદિનો પ્રયોગ મૂળે આછો હળવો રાખેલો હતો, તે આ મુદ્રણ વખતે વધારે આછો હળવો કર્યો છે. બીજા ફેરફાર કોઈક જ, માત્ર શાબ્દિક, અને નજેવા છે. “પુસ્તકરૂપે પ્રગટ થતાં સાહિત્યમાં ‘બોલીઓ’નો પ્રયોગ ઈ. ૧૯૨૩ લગી તો લગભગ નજેનો થતો હતો. તે આજ લગીમાં ઘણો વધી ગયો છે. લેખકોને વાસ્તવિકતા, શ્રદ્ધેયતા અને નવતરતાનું વાતાવરણ જમાવવામાં આ યુક્તિ સહેલી પડે એ દેખીતું છે, અને તેમણે એનો પ્રયોગ વધારી દીધો છે. આ બાબતમાં હારું મત પ્રથમથી જ આવું છે કે બોલી કે પારસી પ્રયોજવી ઉચિત હોય ત્યાં પણ તેને ગૌણ અને આછીપાતળી જ રાખવી જોઈએ; આ તો પારસીની બોલી છે, અમુક નાત કે કોમની ચલણી બોલી છે, અમુક પ્રદેશની ડાયલેક્ટ’ છે, ‘જિપ્સી’ કે ‘ઠગો’ જેવી અમુક ટોળકીની ગુપ્ત અને સાંકેતિક ‘પારસી’ છે, તે સ્પષ્ટ થઈ જવા પૂરતી જ એ બોલી પારસીની છાંટ લેખકે પ્રયોજવી. જે બોલી પારસી પ્રયોજવી તે પૂરેપૂરી વફાદારીથી પ્રયોજવી જોઈએ, એ કસોટી અહીં લાગુ પાડવાની નથી; હોય જ નહીં, કેમકે જેમ કર્તા એ વફાદારીની જમાવટ સોવસા કરવાને મથે, તેમ તેનું લખાણ સામાન્ય સાહિત્યભોગીઓ જે સ૨લ પણ સંસ્કારીની સાથે રૂઢ થયેલ ‘શિષ્ટ ગુજરાતી'ની અપેક્ષા રાખે તેનાથી એ એનું લખાણ વધારે ને વધારે આઘું નીકળી જાય છે અને શ્રી મેઘાણીની શૈલીનું એક બિંદુ ઊછીનું લઈને કહું, તો એવા બોલીપ્રચુર લખાણની દુર્બોધતા અને અરુચિકરતા ‘અરે રાટ' (?) વધી પડે છે. આશા રાખું છું કે આપણા ઉછરતા અને આશાસ્પદ સર્જકો આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેશે અને હાલ પ્રગટ થતી નવલિકાઓ નવલો આદિમાં પ્રાંતિક અને કોમી વિચિત્રતાઓનું પ્રમાણ વધતું જ જાય છે, તે પાછું તેને સમુચિત ગૌણતાથી જ સંતોષ માનશે. ૨૨૦૩ • ‘ઉગતી જુવાની’ની અપ્રગટ મુદ્રણપ્રત “એટલે, સામાજિક ક્રાંતિને સમભાવે નિરૂપવા મથતી નાટિકા પ્રથમ પ્રકટ થતાં શ્રી ખાનબહાદૂર સંજાણા જેવા સમર્થ ભાષાપંડિતે એની ટીકા કરતાં લખેલું જે એમાં આવતી (ઉ.ત.) રુસ્તમ અને મોઝાંબી નામે પાત્રની બોલીમાં પારસીઓની બોલીની શુદ્ધિ જળવાયેલી નથી, તે એમની ટીકા જાતે જ એમની દિશાભૂલ હતી. પારસીઓની બોલીને વફાદારી રાખવાની, એ બોલીનો યાંત્રિક ‘રેકર્ડ' ઉપજાવવાની લેખકની નેમ જ ન્હોતી. “બીજા એક નવજુવાન વિવેચક ચોપડી વાંચતાં જ આનંદાશ્ચર્ય બોલી ઉઠેલા કે લેખક વિલાયત જઈ આવેલ હોય એમ તો જાણ્યું નથી, તો પણ યુરોપ–અમેરિકાની રંગભૂમિ પર છેક આ ઘડી લગીના પ્રવેશ પામેલ નૂતનતાઓ(‘ન્યુઅન્સીસ')થી પણ સારી રીતે પરિચિત દેખાય છે, અને તેમને સફળતાથી પોતાના રસિક સર્જનમાં ઉતારી શકેલ છે. એ ઉત્સાહી બંધુનું આવું પ્રમાણપત્ર મને કુદરતી રીતે મીઠું લાગેલું, કેમકે તેઓ આવી બાબત ઉપર સુપ્રમાણ ગણાય એવું મત ઉંચરવાના અધિકારી હતા. પોતે તાજા જ વિલાયતથી પાછા સ્વદેશ આવી ગયેલ, પણ એમણે વિલાયતમાં ત્રણ વર્ષ ગાળેલ તે અરસામાં પોતે જે અભ્યાસના મુખ્ય આશયથી ત્યાં ગયેલ તે સારી રીતે સિદ્ધ કરવા ઉપરાંત ત્યાંની નાટકી આલમ સાથે પણ ઘણો સારો પરિચય કેળવેલો હતો; એટલે સુધી કે અહીં પાછા ફરવાને બદલે તેઓ વિલાયતનિવાસી બન્યા હોત તો તેઓ ત્યાં ઇંગ્રેજીભાષાના એક સારા નાટકકાર લેખે પણ આગળ આવી જવાની શક્તિઓ ધરાવતા હતા, એમ એમના વિશે સૌ સ્નેહીસંબંધીઓને સારી આશા બંધાવા પામેલી હતી. “અને એ પણ ‘ઉગતી જુવાની' પ્રકટ થયું તે પહેલાંથી જ હું સારી રીતે જાણતો હતો કે લગભગ દરેક પ્રવેશ ભિન્નભિન્ન અને વળી ખર્ચાળ ‘સીનસીનરી'માં ‘મૂડી ડૂબાડવા’ની જાણે કે ફરજ પાડે એવી નાટ્યરચનાને કોઈ પણ ધંધાદારી નટચમું રંગભૂમિ પર આણવાનું સાહસ ખેડી શકે નહીં. છતાં મેં એ પ્રકટ કર્યું કેમકે સામાજિક ક્રાંતિને સમભાવી નાટકોને ‘પાઠ્ય નાટકો’ લેખે પણ સાહિત્યમાં સ્થાયિતા મળે છે, તે ય હું જાણું : અને મ્તને એટલાથી પણ સંતોષ હતો. ‘અફલાતૂની સંવાદ’ની સાહિત્યજાતિમાં તખ્તાલાયકી મુદ્દલ ના હોય તે જાણતાં છતાં પણ એવો એક સંવાદ – તેનાં લાંબા ભાષણો સાથે – મેં આમાં ગૂંથ્યો તે .૨૧.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152