Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 112
________________ બાળવિશ્વકોશ | ‘દિવાસ્વપ્ન' પુસ્તકમાં બાળશિક્ષણના આર્ષદ્રષ્ટા ગિજુભાઈએ શિક્ષક તરીકેનો સ્વાનુભવનો અર્ક આપીને તેનો ઉચ્ચ આદર્શ સમજાવ્યો છે. ગુજરાતી બાળસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ગિજુભાઈએ બીજું કશું લખ્યું ન હોત અને એ કલું ‘દિવાસ્વપ્ન' લખ્યું હોત તો પણ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેમની કીર્તિ આ પુસ્તકથી ચિરસ્થાયી રહી હોતે, શિક્ષણના આર્ષદ્રષ્ટા ગિજુભાઈનું ભાવવિશ્વ આમાં ભાવિ દર્શનરૂપે પ્રગટ્યું છે. બાળશિક્ષણનાં તેઓ બે અંતિમ લક્ષ્યબિંદુ દર્શાવે છે. પ્રથમ તેઓ બાળવિશ્વવિદ્યાલય(Children's University)ની જિ કર કરે છે. વર્તમાન સમયના યુનિવર્સિટીના ખ્યાલથી એમનો ખ્યાલ તદ્દન ભિન્ન છે. આજે તો યુનિવર્સિટી પદવી પ્રદાન કરે છે, જ્યારે ગિજુભાઈનું બાળ-વિશ્વવિદ્યાલય એટલે બાળકોના તમામ પ્રશનોનો જેમાં ઉકેલ મળે તેમજ બાળકો સર્વાગી વિકાસ સાધી શકે તેવું કેન્દ્ર, આ બાળ-વિશ્વવિદ્યાલય એ શિક્ષણનું સીધું કેન્દ્ર બને. ગિજુભાઈએ બીજો ક્રાંતિકારી વિચાર આપ્યો બાળ-વિશ્વ કોશનો. એ સમયે સમગ્ર દેશમાં બાળશિક્ષણના ક્ષેત્રે આવા ક્રાંતિકારી વિચારો રજૂ કરનાર ગિજુભાઈ પ્રથમ જ હશે. બાળકને વાંચવાની જિજ્ઞાસા 0 ૨૧૨ ] • બાળવિશ્વકોશ • જગાડે અને તૃપ્ત કરે તથા એને કશુંક જાતે કરવાનો ઉત્સાહ જગાડે તેવા બાળવિશ્વકોશની એમણે કલ્પના કરી હતી. ગિજુભાઈની જન્મશતાબ્દિની આપણે ઉજવણી કરી ચૂક્યા છીએ, પરંતુ એમની બાળવિશ્વકોશની કલ્પના કોઈ સાકાર કરી શક્યું નથી. શું સમાજઘડતરના પાયાનાં અંગ સમાં બાળકો માટે આવા મહત્ત્વના જ્ઞાનસાધનનો અભાવ દુ:ખદાયક લાગતો નથી ? પ્રજાની પ્રગતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું માપ તેની જ્ઞાનસજ્જતા અને જ્ઞાનસાધનોની વિપુલતા પરથી નીકળે છે. જ્ઞાન-વિજ્ઞાનની તમામ શાખાઓની માહિતી કોઈ એક જ સાધનમાં એકત્રિત સ્વરૂપે માત્ર વિશ્વકોશમાં પ્રાપ્ત થાય. છે. વિશ્વકોશ એટલે વિશ્વવિદ્યાનો કોશ. વિદેશમાં વિશ્વકોશ(એન્સાઇક્લોપીડિયા)ની સાથોસાથ બાળવિશ્વકોશની પ્રવૃત્તિ પણ ચાલતી રહી છે. ફ્રાંસમાં જ્હોન વાગુસેલે ઈ. સ. ૧૯૯૫માં બાળવિશ્વકોશની પ્રથમ રચના કરી. ૧૮૩૫માં લોસ વેએ ‘સ્મૉલ ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’ પ્રકાશિત કર્યો, પરંતુ બાળવિશ્વકોશના જગતમાં સીમાસ્તંભરૂપ તો ઈ. સ. ૧૯૧૦માં પ્રગટ થયેલો આર્થર મીનો ‘ચિલ્ડ્રન એન્સાઇક્લોપીડિયા' છે. એ પછી બે વર્ષ બાદ સેંકડો ચિત્રો સાથે ‘The Book of Knowledge' પ્રકાશિત થઈ. ૧૯૩૪માં બ્રિટાનિકાનો ‘બ્રિટાનિકા જુનિયર એન્સાઇક્લોપીડિયા’ તૈયાર કરવામાં આવ્યો. ૧૯૬૩માં ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા'એ બાર વર્ષથી નાની વયનાં બાળકો માટે વળી બીજો જ ‘બ્રિટાનિકા જુનિયર એન્સાઇક્લોપીડિયા’ તૈયાર કર્યો. અમેરિકામાં ૧૮૯૪માં ફ્રેન્ક ક્રોમ્પટને ટુડન્ટ્સ એન્સાઇક્લોપીડિયા તૈયાર કર્યો અને એણે ઘેર ઘેર જઈને એનું વેચાણ કર્યું. એ પછી ક્રોમ્પટને ચિત્રમય વિશ્વકોશ આપ્યો અને એનું આ કાર્ય બાળવિશ્વકોશની દુનિયામાં એક ક્રાંતિકારી કદમ બની રહ્યું. જેમણે હમણાં જ વાંચવાની શરૂઆત કરી છે એવાં બાળકો માટે “એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ નવા પ્રકારનો વિશ્વકોશ રજૂ કર્યો. ક્રોમ્પટનનો ‘યંગ ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’ થોડી વિગત અને અનેક ચિત્રો સાથે બાર ભાગમાં પ્રસિદ્ધ થયો. છેલ્લા ત્રણ દાયકામાં અંગ્રેજી ત્રણથી આઠ વર્ષનાં અને આઠથી તેર વર્ષની ઉંમરનાં બાળકોને માટે ઘણા બાળવિશ્વકોશ પ્રગટ થઈ રહ્યા છે. એની રજૂઆતની ૨૧૩ ]

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152