________________
શબ્દસમીપ
સર્જક મળ્યા . એ સર્જકે બાળકોની ભાષા, એમના જગત અને એમની અનુભૂતિમાં પ્રવેશીને આપણા સહુમાં વસતા ‘બાળિશશુ’ને તાલ સાથે ડોલાવ્યો અને ગાન સાથે નચાવ્યો.
ગિજુભાઈની સાહિત્યિક પ્રવૃત્તિના કેન્દ્રમાં બાળક હતું. દુર્ભાગ્યે આજે સર્જાતા બાળસાહિત્યના કેન્દ્રમાં મહદ્ અંશે બજાર છે. પરિણામે બાળકોની ચેતના સંકોરવાનો બાળસાહિત્યકારનો પ્રયાસ અને પ્રવૃત્તિ ક્ષીણ થયાં અને ફરમાઇશથી લખાતું થોકબંધ બાળસાહિત્ય પ્રગટ થવા લાગ્યું. સરકાર અમુક વર્ષની ઉજવણી કરે એટલે એને લગતું બાળસાહિત્ય પ્રગટ કરવામાં આવે. એક સમયે ગુજરાતમાં આવી રીતે થોબંધ ક્રાંતિવીરોનું સાહિત્ય પ્રગટ થયું હતું. સર્જક પ્રેરણાને વશ વર્તીને લખે, મૌલિક સંવેદનને પ્રગટ કરવા મથે અને શિશુની સૃષ્ટિમાં તરબોળ બને, તેવું ઓછું થતાં તાજગીભરી રચનાઓ ક્વચિત્ જ સાંપડે છે.
બાળસાહિત્યના સર્જનનો વિચાર કરીએ ત્યારે બાળકનાં વય અને સ્તર બંનેનો વિચાર કરવો જોઈએ. આદિવાસી બાળક અને શહેરી બાળકનું માનસવિશ્વ ઘણું ભિન્ન હોય છે. વળી બાળસાહિત્યમાં સર્જન, વિષય અને સચિત્રતા – એ ત્રણ બાબતો પર લેખકે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવું જોઈએ.
ગિજુભાઈ મળ્યા એ પછી બાળસાહિત્યની પ્રવૃત્તિ વિકસી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાળસાહિત્ય અને તેને પૂરક એવી પ્રવૃત્તિઓના વિકાસનો ઊંચો આલેખ આપી શકાય તેમ નથી.
બાળશબ્દકોશ, બાળવિશ્વકોશ, બાળગ્રંથાલય, બાળસામયિક ઉપરાંત બાળસાહિત્યની સૂચિ, બાળસાહિત્યનું વિવેચન, બાળરંગભૂમિ જેવી ઘણી બાબતોમાં ગુજરાતે હજી પા પા પગલી પણ ભરી છે. બાળશબ્દકોશ વિશે ઘણું કામ બાકી છે અને બૃહદ્ બાળશબ્દકોશ ૨૧મી સદીમાં મળે એવી અપેક્ષા રાખી શકાય.
ગુજરાતીમાં બાળકો માટે વિસ્તૃત એવો બાળવિશ્વકોશ ઉપલબ્ધ થયો નથી. વિશ્વના પ્રારંભકાળથી જોઈએ તો માતા-પિતા અને કુટુંબ બાળકની ચિંતા સેવતાં રહ્યાં છે. ઘણી બાબતમાં આપણે રાહ જોઈ શકીએ, પણ બાળક રાહ નહીં જુએ. એ જાણવા માગે છે કે હૃદય શા માટે ધબકે છે ? સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે ? અવકાશયાન આકાશમાં કઈ રીતે ઊડે છે અને સબમરીન પાણીમાં કઈ Q ૨૦૬ ]
ગુજરાતી બાળસાહિત્ય : નવી ક્ષિતિજો • રીતે ચાલે છે ? બીજી બધી બાબતને માટે આવતી કાલ હોઈ શકે, કિંતુ આજનું જ બીજું નામ બાળક છે. બાળકોના વિશ્વકોશની લખાવટ જુદા પ્રકારની હોય છે; જેમ કે, ચંદ્ર વિશેનું ‘ગુજરાતી વિશ્વકોશ’નું અધિકરણ જોઈએ તો એનો પ્રારંભ આ રીતે થાય છે :
“પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. વાયુરૂપ દ્રવ્યના સ્વતંત્ર ઘનીભવનથી ચંદ્રની ઉત્પત્તિ થઈ હોય તેવો એક મત છે અને પછીથી પૃથ્વી વડે પ્રગ્રહણ પામ્યો હોય. પૃથ્વી સાથે જ દ્રવ્યનું ઘનીભવન થયું હોય અને પછી વિભાજનને કારણે ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો હોય તેવો બીજો મત છે. ઘણા લાંબા સમયથી ચંદ્ર ઉપર થતી ભૂસ્તરીય પ્રક્રિયાઓ અટકી ગઈ હોવાથી તેની સપાટી પ્રાચીન તત્ત્વો, પદાર્થો અને ઘટનાઓનો ભંડાર ગણી શકાય."
જ્યારે ચંદ્ર વિશેનું બાળવિશ્વકોશનું અધિકરણ આ પ્રમાણે હશે : “અવકાશમાં આપણો સૌથી વધુ નજીકનો પડોશી ચંદ્ર છે, પણ એ ચંદ્ર પર પૃથ્વીની માફક સતત ઉષ્ણતામાન જળવાય એવું કોઈ વાતાવરણ નથી. ચંદ્ર પર પાણી નથી અને તેથી પશુઓ કે છોડ ત્યાં હોતાં નથી.” વગેરે....
એક સમયે ગુજરાત પાસે પોતીકો વિશ્વકોશ નહોતો. આજે ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિ એ ઊણપ પૂરી રહી છે, પરંતુ ગુજરાત પાસે બાળવિશ્વકોશ તો નથી જ. ૧૯૪૨માં ગણેશ ભિડેએ મરાઠી બાળકોશ બહાર પાડ્યો. ૧૯૮૪માં અસમિયા ભાષામાં ‘શિશુજ્ઞાનકોશ’ પ્રગટ થયો. એ પછી ૧૯૭૫થી ૧૯૭૮ વચ્ચે બંગાળી ભાષામાં ‘છોટેઠેર વિશ્વકોશ' પ્રકાશિત થયો. ૧૯૭૬માં મલયાળમ ભાષામાં ‘બાળવિજ્ઞાનકોશ' પ્રગટ થયો. ઊંડિયામાં વિશ્વકોશના ભેખધારી વિનોદ કાનૂનગોએ ‘શિશુ જ્ઞાનમંડળ' નામનો બાળવિશ્વકોશ ૧૯૮૮માં આપ્યો. તેલુગુ ભાષામાં પણ બી. સુબ્બારૉયે ઈ. સ. ૧૯૯૦માં ‘બાળવિજ્ઞાનસર્વસ્વ’ પ્રગટ કર્યો. ગુજરાતી ભાષામાં આવો બાળવિશ્વકોશ આવતી કાલની સૌથી મોટી જરૂરિયાત હશે. હવે તો કમ્પ્યૂટર આવતાં આ બાળવિશ્વકોશ કમ્પ્યૂટર પર
જોઈ-વાંચી શકાશે. એક જ ઉદાહરણ જોઈએ તો ૨૦૦ વર્ષથી કાર્યરત એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના Encarta '99માં સી.ડી. રૉમમાં ૬૫,૦૦૦ વિષયો, ૧૦,૦૦૦ ચિત્રો અને કોઠાઓ, ચાર લાખ સંદર્ભો તથા ૪૪ કરોડ શબ્દોનો ડેટાબેઝ સમાવવામાં આવ્યો છે. આ જ રીતે જુદા જુદા વિષયોને
- ૨૦૭ ]