________________
શબ્દસમીપ • તેમણે તોડી પાડી છે અને એ ટુકડામાંથી તેમનાં અપવિત્ર રહેઠાણ બાંધ્યાં છે. વળી આલ્બીનોએ પોતાના દેવ માટે પથ્થરનું મંદિર પણ ઊભું કર્યું છે, અને આપણાં છોકરાં હાથમાં આવી જાય તો તેમને
ત્યાં લઈ જાય છે અને તેમને એવા પાઠ ભણાવે છે કે વાંગમાં કોઈ દેવ નથી, પણ કેવળ ભડકી તથા મૃત્યુથી ભરેલું જુઠ્ઠાણું છે. પિતૃદેવના વાજબી કોપને તેમના લોહી વિના શાંતિ વળવાની નથી.
હવે તો મારો, મારી ને મારો. આલ્બીનો લાંબા સમય સુધી આ પ્રદેશમાં સક્રિય રહ્યા હશે, એમ લાગે છે. આથી તેઓએ આ પ્રદેશમાં કાયમી દેવળ બનાવવાની વ્યવસ્થા કરી છે. નાટકમાં આ પ્રદેશના વડીલોને સ્વાર્થપરાયણ, પછાત માનસ ધરાવતા અને કૃતઘ્ની દર્શાવાયા છે. મેરીઓ તરફના તેમના વર્તનને કતની કહ્યું છે. આ વડીલો મંદિર તરફ ઘેટાંની જેમ દોરવાઈ જાય છે અને ફરીથી ત્યાં તેઓ બંને પક્ષને સાંભળીને વિવેકપૂર્ણ રીતે તેઓના મતભેદોની ચર્ચા કરવામાં નિષ્ફળ નીવડે છે. પ્રણાલિકાગત રીતે આ વિસ્તારના લોકોને માટે આ એક વિચારણાનું અગત્યનું સ્થળ છે. વડીલો યુવાનોની વર્તણૂકની બાબતને શા માટે છેક મંદિર સુધી લઈ જાય છે ? આ દર્શાવે છે કે તેઓ પરસ્પરના સંવાદથી સમસ્યાનું સમાધાન સાધવા સમર્થ નથી અને આ પ્રશ્નોના ઉકેલ માટે વાંગા પર આધાર રાખે છે. આમ આ વિષયમાં વડીલો તેમની વૈચારિક પક્વતા દાખવવામાં નિષ્ફળ નીવડે છે. શુન્ડથી દોરવાઈને તેઓ માને છે કે યુવકો સમાજ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ ભજવી શકે તેટલા પરિપક્વ નથી, પણ સમય જતાં એ પુરવાર થાય છે કે વડીલો કરતાં યુવાનો વધુ પ્રૌઢ વિચારશક્તિ દાખવે છે.
મંદિરમાં વડીલો ખચકાટ અને મૂંઝવણ અનુભવે છે, જ્યારે યુવાનો આલ્બીનોની કતલ કરવાના હુકમને પડકારે છે. આ સમયે વડીલોને એ ખ્યાલ નથી આવતો કે હવે તેઓએ આ પડકાર સામે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવી જોઈએ. બીજી બાજુ યુવાનો લોહીનો છંટકાવ ન થાય તેમ પોતાના નિર્ણયને દૃઢ રીતે વળગી રહે છે અને પોતાના નિર્ણયની દૃઢતા દર્શાવવા પોતાના ભાલાને તોડી નાખે છે. નાટ્યકાર ઓસ્ટીન લુવાન્ગા બુકન્યાએ પેઢી-પેઢી વચ્ચેનું અંતર દર્શાવવા
૧૧૨ ]
• આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • પાત્રોને યુવાન અને વડીલો એમ બે જૂથ દ્વારા અલગ પાડ્યાં છે. વૃદ્ધ પાત્રો રૂઢિચુસ્ત, સ્વાર્થી, જિદ્દી અને જિંદગી વિશે અતાર્કિક અભિગમ ધરાવનારાં છે. તેની સામે યુવાનો એકબીજા માટે પ્રગટ રૂપે ઈર્ષા દર્શાવે છે અને આદર્શ અંગે મુક્તપણે વિચાર્યા વિના લેકિન્ડોને અનુસરે છે. તેમનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે તેઓ કતલ નહીં કરે, કારણ કે તેમને વાંગાએ જિંદગી માટે સર્યા છે. વાંગાનો મુખ્ય પૂજારી લેરેમા નાખ્યુઆ અને લેકિન્ડોને આશીર્વાદ આપે છે. નાડુઆ એક પરદેશી સ્ત્રી હોવા છતાં “તમે પસંદગીનાં લગ્નને ઊજવો” તેમ કહે છે.
આફ્રિકાની મેદાની પ્રદેશની આ જાતિમાં ધાર્મિક માન્યતાઓ કેન્દ્રસ્થાને હોય છે. એમનું મંદિર એ એમના ઈશ્વર વાંગાનું દૈહિક આવિષ્કરણ ગણાય છે. દુર્ભાગ્ય માથા પર ઝળુંબતાં જ સમૃદ્ધ અમીક લેસીજોરે વાંગાના મંદિરમાં આવે છે. પૂજારી લેરેમાં મારફતે વાંગાની પાસે પોતાનું ધન અને આરોગ્ય પુનઃ પ્રાપ્ત કરવા કોશિશ કરે છે.
શુન્ડ અને તેના પુત્ર લેકિન્ડો વચ્ચે મતભેદ સર્જાય છે, ત્યારે શુન્દુ મંદિરે જઈને વડીલોને બોલાવે છે જેથી આ સમસ્યાનો ઉકેલ આવે. આને સામાજિક સમસ્યા ગણતો હોવાથી શુન્દુ મંદિરમાં જાય છે. આ આફ્રિકન જાતિમાં ધર્મ કેન્દ્રભૂત હોવાથી એમની માન્યતાઓ અને ઈશ્વરની તેમની પાસેની અપેક્ષાઓ મહત્ત્વની બાબત ગણાય છે. વાંગાદેવની ઇચ્છાનું વડીલોની પુરાણી પેઢી ખોટું અર્થઘટન કરે છે અને તેને પરિણામે યુવાનો મંદિર દ્વારા પ્રબોધાતી જીવનરીતિનો વિરોધ કરે છે.
નાડુઆને તેના વયસ્કોની મંડળીમાં માન્યતા આપવાની વડીલોની નામંજૂરીનું કારણ શુન્ડની સમજૂતી પ્રમાણે ધાર્મિક છે. જ્યારે યુવાનોના આક્રોશ અંગે વાંગાનો સંપર્ક સાધવામાં આવે છે, ત્યારે વાંગા આલ્બીનોને મેદાની પ્રદેશમાં દાખલ કરવા માટે વડીલોનો વાંક દર્શાવે છે. એમાંથી વડીલો આલ્બીનોનો સંહાર કરવાનું તારણ કાઢે છે !
પૂજારી લેરેમા અને તેની મનોરુષ્ણ પત્ની મકુમ્બની વર્તણૂક આ જાતિને માટે ધર્મની ટીકા કરવાનું કારણ બને છે. પૂજારી લેરેમા ધર્મને દુકાન બનાવીને એના દ્વારા શક્ય તેટલું દ્રવ્યોપાર્જન કરે છે. લોકોની ધર્મભાવનાનો ખોટો
1 ૧૧૩ ]