________________
* શબ્દસમીપ • અંધકાર પાસે તો વર-વધૂના મિલનને યોગ્ય ભૂમિકા રચવાનું સામર્થ્ય છે. યાતના અને પરિતાપ અનુભવીને પાર્થિવ મર્યાદાઓને પાર કરી ગયેલો સુદર્શનાનો માનવઆત્મા પ્રભુમિલન – ઈશ્વરસ્વરૂપ પામે છે. આ નિબિડ અંધકારમાં ઈશ્વરની હાજરી ‘નરી આંખે' નિહાળાતી નથી, પણ અનુભવાય છે. વાજાં, ઘોંઘાટ, આડંબર, મહિમા, ધામધૂમ કે ધૂળ ઉડાડતી સવારી વિનાનો આ રાજા હૃદયની ઊંડી ગુહામાં જ પામી શકાય. યમેવવ વૃત્તુતે તેન નમ્ય: – એ કહેનાર ઉપનિષદના ઋષિની જ વાત એક રીતે રવીન્દ્રનાથે કરી નથી ? વળી રવીન્દ્રનાથ ઠાકુર માને છે કે પ્રકાશ અને અંધકાર, ૨મણીય અને ભયાવહ વચ્ચે મૂળગત વિરોધ નથી. આ બધાં ગતિશીલ જીવનમાં પ્રગટતી વિવિધ સૂરાવલિઓ જેવાં છે. આવું વિરોધી દેખાતાં તત્ત્વોમાં એક સનાતન સંવાદ વહી રહ્યો છે. મિલન
થયા પછી ખુદ રાજા – ઈશ્વર – જ, અંધારા ઓરડાની લીલા પૂરી થઈ, એમ કહીને રાણીને પોતાની સાથે બહાર પ્રકાશમાં લઈ જાય છે. દુનિયામાં તો અજવાળું છે, પરંતુ જ્યાં સુધી હૃદયમાં પ્રકાશ થતો નથી ત્યાં સુધી દુનિયાનું અજવાળું દેખાતું નથી. આ ભાવનાના મનોહર પડઘા આપણા કવિ રણછોડના એક ભજનમાં અનુભવાય છે—
જડી કૂંચી ને ઊપડ્યુ તાળુ થયું. ભોમંડળમાં અજવાળુ રે,
દિલમાં દીવો કરો, રે દીવો કરો.'
ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્ય અને આત્મસૌંદર્ય એ સાવ નોખી બાબતો છે. ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્યનું પ્રતીક દંભી સુવર્ણમાં જોવા મળે છે. આ રાજ્યમાં કોઈ રાજા નથી, માટે સુવર્ણ રાજવેશ ધારણ કરે છે. પરંતુ રાજવેશનો અંચળો એને જ ભારે પડી જાય છે. આમાંથી બહાર નીકળવા સુવર્ણ પ્રયત્ન કરે છે, પણ પોતે ખોદેલા ખાડામાંથી બહાર નીકળી શકતો નથી, રૂપે સોહામણા સુવર્ણમાં હરિને મારગ ચાલવાની શૂરવીરતાનો સર્વથા અભાવ છે. સર્વવ્યાપી રાજાનો અનુભવ આ સુવર્ણને થાય છે. ‘પણ’થી ઈશ્વરને ઓળખતો સુવર્ણ કહે છે કે એ ‘પણ’ દેખાતું નથી, પરંતુ એની આગળથી સલામત રીતે ભાગી છૂટવાની જગ્યા જગતમાં ક્યાંય નથી. આખરે બનાવટી, રાજવેશધારી સુવર્ણ – ઇંદ્રિયગ્રાહ્ય સૌંદર્ય – શૂન્યમાં લય પામે છે. કાંચીનો રાજા અદૃશ્ય રાજાના અસ્તિત્વનો ઇન્કાર કરે છે, પણ સુવર્ણ જેવો દંભી નથી. માત્ર અદૃશ્ય દૃશ્ય ન થાય ત્યાં સુધી એને સ્વીકારવા -૧૪૪.
• રાજા [કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર] •
એ તૈયાર નથી. એની મહાનતાનો અનુભવ થતાં જ કાંચીનો રાજવી એનું શરણ લે છે. બનાવટી સુવર્ણ નાશ પામે છે, જ્યારે કાંચીનો રાજા ઈશ્વરનો આદર પામે છે.
આ રૂપકાત્મક નાટકમાં વપરાયેલાં રૂપકો એ ધર્મ-રૂપકો છે. દાસ્ય, સખ્ય અને મધુર રસથી થતી ઈશ્વર-સાધનાને અનુક્રમે દાસી સુરંગમા, ઠાકુરદા અને રાણી સુદર્શનાથી પ્રગટ કરી છે. માનવમનમાં પળવાર અશ્રદ્ધા જાગે, છેક ઈશ્વરનો અનાદર અને ઇન્કાર કરવા સુધી પહોંચી જાય, તેવી સ્થિતિ આ ત્રણેએ અનુભવી હતી. મધુર રસની સાધના સૌથી કઠિન હોવાના પ્રતીકરૂપ સુદર્શના સૌથી વધુ કષ્ટ સહન કરે છે. સુરંગમાના દારૂડિયા અને જુગારી બાપને રાજાએ દેશનિકાલની સજા કરી ત્યારે સુરંગમાના મનની એવી ભાવના જાગી હતી કે આ રાજાને કોઈ મારી નાખે તો સારું. એ જ દાસી અહંભાવ ગાળીને અદ્ભુત અને આશ્ચર્યમય એવા રાજાની સેવા કરવાનો અધિકાર મેળવે છે. ઠાકુરદાના એક પછી એક પાંચે દીકરા મરી ગયા અને રાજાને બારણે આખો દિવસ મહેનત કરવા છતાં બે પૈસાનું ય ઇનામ મળતું નથી, તોપણ ઠાકુરદા રાજાને પોતાનો મિત્ર માનીને ગૌરવ અનુભવે છે. કરે સમયે ઈશ્વર જ માનવઆત્માને મદદ કરે છે. રાણી સુદર્શનાના માનવઆત્માને આગમાંથી ઉગારવાનું કામ રાજવેશી સુવર્ણ નહીં, પણ સાચો રાજા જ કરે છે. દાસી સુરંગમા કહે છે કે વિપત્તિ વેળાએ આ સાચો રાજા સદા પાસે જ રહે છે. આગ વેળાએ અન્ય માનવીઓ અને પ્રાણીઓ બાગમાંથી બહાર નીકળી જાય છે, તેની પાછળનું સાચું પ્રેરણાબળ સાચો રાજા જ છે. પિતાને ત્યાં વસેલી સુદર્શનાને એની બારી બહારથી એવું જ સંગીત સંભળાય છે કે જે ભૂતકાળમાં અંધારા ઓરડામાં રાજાની રાહ જોતી વેળા સંભળાતું હતું ! રાજાઓ પણ સજા ભોગવતા પહેલાં આવું જ સંગીત સાંભળે છે ! સર્વત્ર ફેલાયેલી સાચા રાજા–ઈશ્વર—ની વિભૂતિનો આ સાક્ષાત્કાર છે.
સ્થૂળ ક્રિયામાં રાચતાં સામાન્ય નાટકોના કરતાં જુદી જ કોટીનું આ
નાટક છે. એમાં ક્રિયા અંતર્ગત રહસ્યને ઓળંગીને નાટકની જમાવટ કરતી નથી, પણ અંતર્ગત સૂક્ષ્મ વિચાર ક્રિયામાં પલટાઈને નાટકના આકારની આછી પણ રમણીય રેખાઓને ઉપસાવી આપે છે. આથી ક્રિયાનો વેગ વિચાર કે .૧૪૫]