________________
• શબ્દસમીપ • મહાકાલ કે શાશ્વત તત્ત્વ માત્ર મધુર નથી, કરાલ પણ છે. એમનાં કાવ્યોમાં ઈશ્વર વિશેના આ જ ભાવનું ગુંજન ઠેરઠેર જોવા મળે છે –
‘એક હીતે આર કૃપાળુ આછે
આરે એક હીતે હાર.
ઓ જે ભેગે છે તોરે દ્વાર.” *એના એક હાથમાં તલવાર છે ને બીજા હાથમાં હાર છે. એણે તારું બારણું ભાંગી નાખ્યું છે.'
આથી અંધારા ઓરડાના રાજાના ધ્વજમાં પદ્મફૂલની વચ્ચે વ આલેખાયું છે.
જીવને માટે આ શિવ રાજા અંધારા ઓરડામાં સંતાડેલો છે. એ બધે જ છે, છતાં જે એને પારખી શકતા નથી એના માટે ક્યાંય નથી. આ વિશ્વનો રાજા દષ્ટિગોચર થતો નથી, એમ સાચી શ્રદ્ધા ધરાવનાર માટે એ દૃષ્ટિ-અતીત પણ નથી. જગતના અણુએ અણુમાં એનો અણસાર છે, પણ જે ચર્મચક્ષુથી એને પખવાની ઇચ્છા રાખે છે તેને પાર વિનાની વિભ્રાંતિ અને વિડંબનામાંથી પસાર થવું પડે છે. જે નરી આંખે” જોવાની બાબત ન હતી એને નરી આંખે જોવા જતાં રાણી સુદર્શનાએ અપરંપાર આપત્તિઓ ઊભી કરી. પરમાત્માના અપાર ઐશ્વર્યને ‘હુપદ” રાખીને માનવી પામી શકતો નથી. જ્યારે એ શરત તન્મથી "મવેત્ - શર જેમ લક્ષ્યમાં બિલકુલ લીન થઈ જાય તેમ પરમાત્મામાં લીન બને છે કે આપોઆપ પરમાત્માના અઢળક સૌંદર્યની પ્રતીતિ કરે છે.
રાણી સુદર્શનાને અંધારા ઓરડામાં મળતા રાજાના જે રૂપને જોવાની ઉત્કટ કામના છે તે કોઈ બતાવતું નથી. સહુ કોઈ અદૃશ્ય રહેલા રાજાની વિભૂતિ વિશે અહોભાવ પ્રગટ કરે છે. રાણી સુદર્શના અંધારા ઓરડાની સેવિકા દાસી સુરંગમાને પોતાના રાજાના રૂપ વિશે પૂછે છે, તો સુરંગમાં કહે છે.
“જ્યારે બાપની પાસેથી વછોડીને મને તેમની પાસે લઈ ગયા ત્યારે મને કેવા ભયાનક લાગ્યા હતા ! મારું આખું મન એવું વિમુખ થઈ ગયું કે આડી નજરે પણ તેમના તરફ જોવાનું મન થતું નહીં. ત્યાર પછી અત્યારે એવું થયું છે કે જ્યારે સવારના પહોરમાં તેમને પ્રણામ કરું છું ત્યારે તેમના પગ તળેની ભોંય તરફ જ જોઈ રહું છું, અને મનમાં થાય છે કે મારે આટલું બસ છે, મારી આંખ સાર્થક થઈ ગઈ. જે
રાણી સુદર્શનાએ એની માતાને પૂછ્યું, તો એ કહે કે જોશીઓએ કહ્યું છે કે એ અદ્વિતીય છે, પણ ઘૂમટામાંથી એમને બરાબર જોવા જ પામી નથી. પછી રાજાના રૂપ વિશે શું કહી શકે ?
0 ૧૪૦ ]
• રાજા કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર • સામાન્ય નારીની જેમ જ શંકા, રોષ, આનંદ, આવેગ કે ઉલ્લાસ ધરાવતી રાણી સુદર્શનાની જિજ્ઞાસા વધુ ઉત્કટ બને છે. પોતાના રાજાના રૂપ વિશે કેટલીય છાની-છાની મધુર કલ્પનાઓ તેણે ઘડી કાઢી છે. આ કલ્પના ઊર્મિકવિનું હૃદય પ્રગટ કરે છે. સાથે જે મનમાં એક છે, પણ બહાર અસંખ્યરૂપે અનુભવાય છે તેવા રાજાના અસ્પૃશ્ય અને અપાર રૂપનો પણ ખ્યાલ આપે છે. રાણી સુદર્શના રાજાના રૂપ વિશે કહે છે
‘એ કંઈ એક પ્રકારનું રૂપ નથી ! નવવર્ષાના દિવસોમાં જલભર્યા મધથી આકાશને છેવાડે વનની રેખા જ્યારે નિબિડ બની જાય છે, ત્યારે હું બેઠી બેઠી મનમાં વિચાર કરું છું કે મારા રાજાનું રૂપ કદાચ આવું હશે–આવું ઝૂકી આવેલું, આવું ઢાંકી દેનારું, આવું આંખ ઠારનારું, આવું હ્રદય ભરનારું, આંખનું પોપચું આવું જ છાયામય, મુખનું હાસ્ય આવું જ ગંભીરતામાં ડૂબેલું. વળી, શરદઋતુમાં આકાશનો પડદો જ્યારે દૂર ઊડીને ચાલ્યો જાય છે ત્યારે એમ થાય છે કે તમે સ્નાન કરીને તમારે શેફાલિવનને માર્ગે થઈને જઈ રહ્યા છો, તમારા ગળામાં કુંદ ફૂલની માળા છે, તમારી છાતી ઉપર શ્વેત ચંદનની છાપ છે, તમારે માથે બારીક સફેદ વસ્ત્રોનો ફેંટો છે, તમારી આંખની દૃષ્ટિ દિગંત ઉપર જડાયેલી છે ત્યારે મને એમ થાય છે કે તમે મારા પથિક મિત્ર છો.... અને વસંતઋતુ માં જ્યારે આ આખું વન રંગે રંગે રંગાયું છે ત્યારે અત્યારે હું તમને જોઉં છું તો કાને કુંડળ, હાથે અંગદ, શરીરે વાસંતી રંગનું ઉત્તરીય, હાથમાં અશોકની મંજરી, તારે તાને તમારી વીણાના બધા સોનાના તારો ઝણઝણી ઊઠશા છે.'
પણ રાણીને આ વિવિધ અને સુંદર રૂપો કરતાં પોતાના રાજાના રમણીય દેહને નીરખવાનું કુતૂહલ છે. નિરાકાર ઈશ્વર ચર્મચક્ષુથી જોવાય કેવી રીતે ? દાસી સુરંગમાં યોગ્ય જ કહે છે કે તમે જોવાની આતુરતા છોડી દેશો એટલે તરત રાજા દેખાશે. પણ રાણીની જિજ્ઞાસા અદમ્ય હતી. એ તો કુતુહલ શમાવ્યું જ છૂટકો કરે તેમ હતી.
આખરે રાણીને રાજાનું રૂપ જોવા મળે છે. આગ વખતે રૂ૫-ઘેલી રાણી રાજાનું બિહામણું કાળું રૂપ જોઈને કંપી ઊઠે છે. રાજાને તજીને એ પિતૃગૃહે ચાલી જાય છે. સુદર્શનાના પિતા પ્રતિષ્ઠાભ્રષ્ટ પુત્રીને સ્વીકારવા તૈયાર નથી.. પતિકુલનો સંબંધ છોડીને આવેલી સુદર્શનાના હાથ માટે કાંચી, કલિંગ, વિદર્ભ,
1 ૧૪૧ ]