________________
• શબ્દસમીપ • નિબંધની ખાસિયત છે મધુરતા. એમની સ્મૃતિ એટલી સજીવ હતી કે ઝાકિરહુસેન, લાલબહાદુર શાસ્ત્રી અથવા તો નાનાભાઈ ભટ્ટ ગમે તેની વાત હોય પણ તેમાં મર્મ હોય. નાની નાની વાતને પણ તાત્ત્વિક તથ્ય હોય એ રીતે રજૂ કરે. આમ વ્યક્તિના લક્ષણદેહ પર દૃષ્ટિ એકાગ્ર થઈને યથાર્થ રીતે અને ઔચિત્યપુર:સર વ્યક્તિનાં આકર્ષક લક્ષણો એમના શબ્દચિત્રમાં ખીલે છે.
અમાસના તારા'માં કિશનસિંહ ચાવડા માર્મિક અને રસપ્રદ શૈલીમાં જીવનના કોઈક મર્મને ઉઠાવ આપે તેવી ઘટનાઓ અને ચરિત્ર આપે છે. ‘જિસીના ઉપનામથી આકર્ષક રેખાચિત્રો લખવાની શરૂઆત કરનાર શ્રી કિશનસિંહ ચાવડા એમના ચરિત્રાત્મક નિબંધોમાં આત્મસાત્ કરેલી સૃષ્ટિને કાવ્યમય ગદ્યમાં અવતાર છે. ઉસ્તાદ ફૈયાઝખાનું આ જીવંત શબ્દચિત્ર અવિસ્મરણીય છે. એક સૂરમાંથી બીજા સૂરમાં તેઓ કઈ રીતે જાય છે એ વિશે કિશનસિંહ લખે છે,
એટલે પછી જ્યારે આપણે દરબારીને સોંપ્યો ત્યારે તો સૂરાવલિ મલકી રહી. ઘમારના આલાપથી જે વાતાવરણ બંધાઈ ગયું હતું તેમાં ધ્યાનની એકાગ્રતા ઉમેરાઈ. જાણે કોઈ મોટો જોગંદર શિવની આરાધના કરી રહ્યો છે. એના અંતરપ%ની બધી પાંખડીઓ ઊઘડીને દેવને આવાહન કરી રહી છે. આ આવાહનમાં ધીરે ધીરે આરતનો આતશ ઉમેરાતો ગયો. સંગીતની સરહદોનો સુબો તંબૂરો સાવધાન હતો. સારંગી આજ્ઞાંકિત દાસીની જેમ પાછળ સૂરાવલિ લઈને ચાલતી હતી. જરાય આંચકો ને લાગે એમ દરબારીની પાલખી ઉપાડીને તબલાંનો તાલ ચાલતો હતો. ધીરે ધીરે સૂરનો ધોધ શમ્યો.”
ચરિત્રાત્મક નિબંધમાં પ્રસિદ્ધ વ્યક્તિઓના જ ચરિત્રનું આલેખન થાય તેવો કોઈ નિયમ નથી. તદ્દન અજ્ઞાત કે સામાન્ય કક્ષાની વ્યક્તિનાં ચિત્રો પણ નિબંધકાર આલેખી શકે છે. સ્વામી આનંદે ‘અજાણ્યાં ઊંચાણો' (ભાગ-૧-૨)માં સ્વાતંત્ર્યસંગ્રામ અને ગાંધીપ્રવૃત્તિએ અજાણ્યા માણસો પાસે કેવાં ભગીરથ કાર્યો કરાવ્યાં તેનાં ચરિત્રો આપ્યાં છે. ચીના બાગના ઘરડા ઘોડા ‘મોરૂ ”નું ચરિત્ર કે મુંબઈના પ્રખ્યાત દૂધ વેચનારા ‘દાદો ગવળી 'નું ચરિત્ર આનાં ઉદાહરણે ગણાય. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘નામરૂપમાં આ પ્રકારનાં ચરિત્રો મળે છે અને ક્યાંક ક્યાંક તો એની narrative style ટૂંકી વાર્તાનું સ્મરણ કરાવે છે. કલાકારની એક પ્રાથમિક આવશ્યક્તા છે તાધભ્ય અને તટસ્થતા. ચરિત્રાત્મક
૧૯૨ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • નિબંધના લેખકે સમભાવપૂર્વક વ્યક્તિના જીવનનું દર્શન અને મૂલ્યાંકન કરવું જોઈએ અને તેની આછી રેખાઓ (ચરિત્રનિબંધ એ વિસ્તૃત ચરિત્ર નથી) ઉપસાવવી જોઈએ.
- સ્વામી આનંદે ‘જસ્ટિસ ચંદાવરકર' નામનો એક ચરિત્રનિબંધ લખ્યો છે એ અપ્રગટ કૃતિમાં તેઓ હાઇકોર્ટ જડજના હોદ્દે પહોંચેલા જસ્ટિસ ચંદાવરકરને એમનાં પત્ની હૂંડી લક્ષ્મીકાકીએ શાક લેવા મોકલ્યા હતા તેનો રસપ્રદ કિસ્સો આલેખતાં સ્વામી આનંદ લખે છે :
એક વાર સવારના પહોરમાં સર સાહેબ ફરવા જવાની તૈયારી કરે. કાકી કહે,
‘ફરવા જાઓ છો તો વળતાં શાક લેતા આવજો.' ‘મને ન આવડે.”
‘એમાં ? આવડા મોટા જજ બાલિસ્ટર થયા ને એટલું ના આવડે ?, એમાં ક્યાં વેદ ભણવાના હતા ?”
ગયા. ફરીને વળતાં શાકવાળી બાઈઓ ટોપલા માંડી બેઠી હતી ત્યાં ગયા. પાંચ રૂપિયાની નોટ શાકવાળીના હાથમાં મૂકી કહે,
‘વાજબી ભાવ લઈને શાક તોળી આપ. દેવાચી શપથ આહે તુલા.”
શાકવાળીએ નોટ ગુણિયાના પડ હેઠળ દબાવીને શાક તોળી રૂમાલમાં બાંધી આપ્યું. બાકીના પૈસા કશા ન આપ્યો. ઘેર આવીને રૂમાલ છોડીને ભોંય પર શાકની ઢગલી કરી. કાકી કહે,
‘શાક કેટલાનું લાવ્યા ?”
‘પાંચ રૂપિયાની નોટ શાકવાળીને દીધી અને દેવાચી શપથ ધાતલી હોતી તિલા કી વાજબી અસતીલ તેવટે ચ પૈશે ધે મહષ્ણુન. એ પ્રમાણે એણે આપ્યું ને હું લઈ આવ્યો.'
‘પણ બાકીના પૈસા ?”
‘શેના પૈસા ? મેં કહ્યું નહિ કે ‘મિ તીલા દેવાચી શપથ ધાતલી હોતી હર્ન ?”
૧૯૩ ]