________________
• શબ્દસમીપ • સમજી શકે. આમ અંગત નિબંધનું લેબલ લાગ્યું એટલે એ પ્રવાસ નિબંધ કરતાં ચડિયાતો એવું માનવાની જરૂર નથી. - ગુજરાતી સાહિત્યનો આઠમો અને નવમો દાયકો નિબંધના દાયકા તરીકે ઓળખાય એટલા બધા લેખકો પ્રગટ્યા છે. એમાં પણ વિશેષ અંગત નિબંધોનો યુગ છે તેમ કહેવાય છે. કેટલાય લેખકો પોતપોતાની રીતે અંગત નિબંધો લખે છે, પરંતુ આ અંગત નિબંધોમાં સર્વસામાન્ય (universal) અનુભવનો સાક્ષાત્કાર કરતા હોય તેવા વ્યાપક ઉખાવાળા નિબંધો કેટલા ? પત્રકારત્વને કારણે આવા નિબંધોનું વિશેષ ખેડાણ થાય છે, પરંતુ એમાંથી સાહિત્યિક આનંદ આપનારા નિબંધો ઘણા ઓછા છે. ચાર્લ્સ લૅમ્બ કે ઉમાશંકર જોશીના અંગત નિબંધો વાંચીએ તો નાની વાતમાંથી પણ સમૃદ્ધ અને વ્યાપક અનુભવ મળે છે તેવા નિબંધો આજે કેટલા મળે છે ?
પ્રવાસનિબંધમાં ચન્દ્રવદન મહેતા જેવું ગદ્ય હજી સુધી બીજું મળ્યું નથી. કેટલી બધી જુદી છટાઓ એમના ગદ્યમાં એકસાથે જોવા મળે છે ! એમાં વાતચીતની રીત છે, તો નાટકીય છટા છે. ક્યાંક ચિત્રાત્મક તો ક્યાંક કાવ્યાત્મક અભિવ્યક્તિ છે. વ્યક્તિની અભિવ્યક્તિની મુદ્રાઓ ચન્દ્રવદનના ગદ્યમાં જેટલું વૈવિધ્ય સાધે છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ નિબંધકારના ગદ્યમાં હશે. કાકાસાહેબ કાલેલકર અને ચન્દ્રવદન મહેતાએ પ્રવાસનિબંધને સર્જનાત્મક નિબંધ તરીકે સ્થાપિત કર્યો. સાહિત્યસ્વરૂપ તરીકે પ્રવાસનિબંધ માર્જીનમાં હતું – હાંસિયામાં હતું – તેને શિષ્ટ સાહિત્યની કોટિએ પહોંચાડીને પ્રતિષ્ઠા આપી.
ચરિત્રાત્મક નિબંધનો પાયો પણ જીવંત વ્યક્તિને લગતી હકીકતોનો હોય છે, પણ એ વ્યક્તિના જીવનની સ્થૂળ હકીકતો કે માત્ર વ્યક્તિપરિચય એ ચરિત્રનિબંધ બનતો નથી. વ્યક્તિના ચરિત્ર નિબંધકારના માનસ પર પડેલી છાપને શબ્દદેહ મળે ત્યારે એ ચરિત્રનિબંધ બને છે. આમાં ચરિત્રનાયકનું આંતર સ્વરૂપ અને બાહ્ય સ્વરૂપ બંનેનું આલેખન હોય. કેટલાંક ચરિત્રમાં માત્ર બાહ્ય કે કેવળ આંતર સ્વરૂપ પ્રતિની ગતિ જોવા મળે છે. ક્વચિત્ આંતર સ્વરૂપમાંથી બાહ્ય સ્વરૂપની પણ વાત કરે છે. રઘુવીર ચૌધરીનું ‘સહરાની ભવ્યતા’ આ દૃષ્ટિએ વિચારવું જોઈએ. એમાં અત્યંત માર્મિક રીતે વિવિધ સાહિત્યકારોના વ્યક્તિત્વનું ચિત્રણ કરવા પ્રયાસ કર્યો છે અને એમાં એમણે વ્યક્તિના ગુણદોષ ઝીલ્યા છે. વિનોદ ભટ્ટનું ‘વિનોદની નજરે’ પણ સાહિત્યકારોની
0 ૧૯૦ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • લાક્ષણિક બાજુ પ્રગટ કરે છે. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપક ‘વલ્લભાચાર્ય નામના નિબંધમાં સ્વામી આનંદ એમના ચરિત્રને તટસ્થ અને સમતોલ રીતે મૂલવતાં નોંધે છે –
વલ્લભાચાર્યના શિક્ષણનો અનર્થ કરી સંપ્રદાયમાં અનાચારના સડા દાખલ કરનાર અને અસંખ્ય શ્રદ્ધાપરાયણ અનુયાયીઓનાં જીવન ભ્રષ્ટ અને વેરવિખેર કરી નાખનાર ગુરુગોસાંઈઓની નિષ્ફર વસમી -relentless ટીકા કરવી પડે; બલ્ક દેશદુનિયાના ધર્મ કે સંપ્રદાય સંસ્થાપકો, પેગંબરો, આચાર્યો તેમજ મહાપુરુષોની હરોળમાં મૂકીને વભાચાર્યમાં કાર્યને મૂલવવા જતાં એમનામાં દૂરનો ભવિષ્ય સુધી જોઈ શકવાની શક્તિ - ક્રાંતદર્શન (vision) નહોતી એમ કહેવાનું અનિવાર્ય થઈ પડે.
જીવનચરિત્રમાં સત્ય વગરનું લખાણ એ ધૂળ પરના લીંપણ જેવું છે. ધંધાદારી રીતે લખતા ચરિત્રનિબંધો, મિત્રભાવે લખાતા ચરિત્રનિબંધ, ફરમાશુ ચરિત્રનિબંધો, પીળા પત્રકારત્વની રીતે સનસનાટી ફેલાવવા લખાતા કે વેર વાળવા લખાતા ચરિત્રનિબંધોથી આ ચરિત્રનિબંધ અલગ છે. એમાં દેશ નથી, નરી પ્રશંસા કે નરી ટીકા નથી. આપવડાઈ નથી. સ્પષ્ટદર્શન હોય છે. વિવેકધર્મી ચરિત્રકારનો આદર્શ દાખલો સ્વામી આનંદનાં લખાણોમાં મળે છે.
ચરિત્રના નિબંધમાં લેખકની સત્યનિષ્ઠા એ પાયાનો ગુણ ગણાવો જોઈએ. કોઈનો સ્તુતિવચનોથી અલંકૃત પરિચયલેખ એ ચરિત્રનિબંધ નથી, બલકે એક ચેતના બીજી ચેતનાના સંસર્ગમાં આવતા એનો જે ઉર્દક થાય તેમાંથી ચરિત્રનિબંધ નીપજે છે. અહીં ઉમાશંકર જોશીનું ‘હૃદયમાં પડેલી છબીઓનું (ખંડ ૧-૨), સ્મરણ થાય છે. ‘હૃદયમાં પડેલી છબીઓ અને એનું આલેખન એ જ ચરિત્રનિબંધ. જીવનચરિત્રકાર, ચરિત્રનાયકનું તટસ્થ, તથ્યમૂલક આલેખન કરતો હોય છે. નિબંધમાં વ્યક્તિત્વનો એક અંશ હોય છે. લેખકને સ્પર્શેલો અંશ હોય, તારણ્ય ન હોય અને રાગાત્મકતા પણ પ્રગટ થાય. જ્યારે જીવનચરિત્રમાં લેખક ક્યાંય દેખાતો નથી. એક સમયે ‘વસંતમાં આનંદશંકર ધ્રુવ ‘હૃદયનો હક' એ શીર્ષકથી વિદેહ થતા સાક્ષરો કે મહાનુભાવોના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંને ઉઠાવ આપીને આર્દ્ર કલમથી ચરિત્ર-નોંધ લખતા હતા. જ્યારે ‘હૃદયમાં પડેલી છબીઓ માં માર્મિક રીતે વ્યક્તિના ગુણનું દર્શન કરાવવાની સાથોસાથ વિશાળ ફલક પર એમની સેવાઓનો ઉલ્લેખ કરીને અંજલિ આપવાનો ઉપક્રમ રાખ્યો છે. આ
0 ૧૯૧ ]