________________
• શબ્દસમીપ • કાકી ધૂંઆપૂંઆ. ‘મોટા પંડિત છો જોયા હોય તો. કયા ઓથરીમે તમને મોટી હાઈ કૉરટના જજ બનાવ્યા.'
આછી રેખાઓમાંથી ચરિત્રવિષયક વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ આપણે જોઈ શકીએ છીએ.
સમભાવ એ ચરિત્રાત્મક નિબંધમાં વિશેષ ધ્યાન ખેંચે તેવો હોવો જોઈએ. મનસુખલાલ ઝવેરીનાં શબ્દચિત્રોમાં નિબંધકારનો પૂર્વગ્રહ દેખાઈ આવે છે. ‘સ્મરણમુકુર'માં નરસિંહરાવનાં લખાણોમાં એમનો અહમ્ એટલો બધો ઊછળે છે કે મોટા માણસો કરતાં પણ પોતે મોટા છે તેવો એમનો ભાવ પ્રગટ થાય છે. રણછોડભાઈને રણછોડ રહેંટિયો, મહિપતરામને વિલાયતી વાંદરું, નંદશંકરને પાડીશંકર અને દુર્ગારામને સૂકો ખાખરો કહે છે. ‘સ્વ. નારાયણચંદ્ર, સ્વ. નલિનકાન્ત તથા સ્વ. સૌ. ઊર્મિલા' તેમજ ગુરુ અંબાલાલ સાકરલાલ અને રામકૃષ્ણ ભાંડારકરનાં ચરિત્રો આર્ટ અને સંવેદનશીલ કલમે કરનાર નરસિંહરાવ ક્યાંક સ્વીકાર-ત્યાગનું ઔચિત્ય દાખવતા નથી. કેટલેક ઠેકાણે તો આ અહમ્ સુરુચિનો ભંગ કરે એટલી હદે પહોંચી જાય છે. પોતે ગોવર્ધનરામની ભાષાની ભૂલો કેવી રીતે સુધારી તેમજ ગોવર્ધનરામને જોડણી અંગે કરેલા પ્રશ્નોનો ‘ઉત્તર ગોવર્ધનરામભાઈએ થીંગડામારુ જ આપેલો' તેમ કહે છે. એથી યે વધુ એમનો અહમ્ ત્યાં સુધી જાય છે કે ‘ન્યાયતુલા સાચવનારા ગોવર્ધનભાઈ પણ તુલાની દાંડી અયોગ્ય રીતે નમાવતા હતા ખરા.’ આમાં લેખકના ગમા-અણગમા પ્રગટ થાય છે અને એમાંથી અંતે તો નરસિંહરાવનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. (‘સ્મરણમુકુર' પાના નં. ૨૪૭).
બીજી બાજુ ન્હાનાલાલ ‘આપણાં સાક્ષરરત્નો' ભાગ ૧-૨ અને ‘ચિત્રદર્શનોમાં ચરિત્રોને ચાર ચાસણીએ ચડાવીને લખે છે. એમનાં આ ચરિત્રો જયંતીના પ્રસંગે આપેલાં વ્યાખ્યાનો હોવાથી એમની શૈલી વ્યાખ્યાનની છે. કવિની ઇતિહાસદૃષ્ટિ પણ નોંધપાત્ર ખરી. એમનું ગદ્ય ઉત્કૃષ્ટ કાવ્યતત્ત્વથી ભારોભાર ભરેલું અને સુત્રાત્મક છે. જેમ કે ‘લલિત એટલે લગરીક, ‘પઢિયારજી એટલે સ્વર્ગના ઇજારદાર'. જોકે દલપતરામ અંગેના લખાણમાં કવિ ન્હાનાલાલ પ્રમાણભાન ચૂકી ગયા છે અને તેઓ દલપતરામને ત્રણ પત્ની હોવાથી તેમની રાજા દશરથે સાથે સરખામણી કરે છે. | સર્જનાત્મક કે અંગત નિબંધમાં નિબંધકારનો ‘હું” આલાદક અને આનંદદાયક હોય છે, કારણ કે એમાંથી ‘હું'નો ડંખ અને વિષ કાઢી નાખ્યું હોય છે. એનો
] ૧૯૪ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • હું” પોતાને ભોગે પણ પ્રવર્તતો હોય છે, જ્યારે ચરિત્રમાં વિદ્રવતા કે સંસ્કારનું અભિમાન પણ રસવિક્ષેપ ઊભો કરે છે. ચરિત્રનિબંધમાં મહાદેવ દેસાઈનું ‘બે ખુદાઈ ખિદમતગારોમાં એમની ચિત્રાત્મક શૈલી અને સાત્ત્વિક અભિગમનો પરિચય મળે છે. વ્યક્તિનું આંતરવિશ્વ કે આંતરસ્વરૂપ છે એને બતાવવાનો એમણે પ્રયાસ કર્યો છે. મહાદેવભાઈ દેસાઈએ લખેલું ‘બે ખુદાઈ ખિદમતગાર માં ડૉ. ખાનસાહેબ અને અબ્દુલ ગફારખાનનાં ચરિત્રો એમ બે ચરિત્રો આલેખ્યાં છે. એમણે બતાવેલી બહાદુરી, વફાદારી, સત્યનિષ્ઠા અને સત્યાગ્રહમાં વીરતા – એ બધાં એમના વ્યક્તિત્વનાં પાસાંઓને મહાદેવભાઈએ ઘટનાઓ મૂકીને પ્રાસાદિક ભાષામાં ઉપસાવ્યાં છે. ચરિત્રનાયકને પૂરો ન્યાય કરવો અને અતિશયોક્તિમાં ઊતરવું નહિ એ જેમ આ બે ચરિત્રાત્મક નિબંધોનો ગુણ છે એ જ રીતે લેખકની થોડા શબ્દોમાં વ્યક્તિત્વ ઉપસાવવાની શક્તિ પણ દેખાઈ આવે છે.
લીલાવતી મુનશીનાં ‘રેખાચિત્રોમાં વ્યક્તિના વ્યક્તિત્વને સચોટ ગદ્યશૈલીમાં ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં નિરૂપણે પર ભાર વધારે છે. આમાં લેખિકાએ એ વ્યક્તિઓની પોતાના ચિત્ત પર કેવી છાપ પડી તે ઉપસાવીને આત્મલક્ષી ઢબે આલેખન કર્યું છે. તેઓ રેખાચિત્રોમાં કનૈયાલાલ મુનશીના વ્યક્તિત્વને આ રીતે આલેખે છે –
બુદ્ધિના શિખર પરથી એ બિરાજતા જગત પર નજર કરે છે. કોઈએ એમનાં પાત્રોમાં અક્કડતા બહુ છે એમ કહ્યું છે. એમને વિશે પણ એમ કહી શકાય.
વિજ્ઞાનશાસ્ત્રી માફક જનતા સાથે એ ભળે છે તે પૃથક્કરણ કરવા માટે. સ્વભાવનાં બધાં તત્ત્વો એ જુએ છે; દયાહીન રીતે એનું વર્ગીકરણ કરે છે, અને હું એ કરી શકું છું એમ એ સમજી શકે છે.
આવા મનુષ્યની બુદ્ધિને જગત નર્મ, પણ ચાહી ન શકે, આત્મસન્માન વધારે. બીજી તરફ તિરસ્કારપૂર્વક જોવાની વૃત્તિ પણ કેક ખરી. રીતભાત સભ્ય અને સારી. છટા પણ છે....
પણ કદાચ એ દેખીતી બુદ્ધિની કઠણ સપાટી નીચે હૃદયના કૃપમાં ઊર્મિઓનાં મીઠાં વારિ ઊભરાતાં હશે. કોઈએ એ જલ પીધાં હશે, પણ એ જરા દુર્લભ તો ખરાં જ.
હૃદયની તો વાપરે જ કિંમત વધે છે.”
0 ૧૫ ]