________________
• શબ્દસમીપ • એનું વ્યક્તિત્વ વિલસતું હોય છે. વિષયના કશાય બંધન વિના નિબંધપણે એ વહે છે, જ્યારે પ્રવાસ અને ચરિત્રનિબંધમાં વિષય કેન્દ્રમાં હોવાથી એ અમુક વિષયની ખીંટીની આસપાસ જ સર્જકને વસવું પડે છે. એની ખરી ખૂબી તો પોતે
અનુભવેલા, અવલોકેલા કે માણેલા સ્થળ કે દૃશ્યનું વર્ણન કરવામાં, એના નિરૂપણમાં હોય છે. નિબંધકાર તરીકેની એની વિશેષતા અનેક રીતે પ્રવર્તે છે. અને અવલોકનોમાં અસાધારણ તત્ત્વ હોય છે. એના ચિંતનમાં, અભિપ્રાયમાં, વિચાર કે પ્રતિભાવમાં એનું કવિત્વ, નાવીન્ય અને અસામાન્યતા ડોકાયા વિના રહેતાં નથી. કાકાસાહેબ કાલેલકરના નિબંધો આનું મોટું દૃષ્ટાંત છે. એ જ રીતે શ્રી ભોળાભાઈ પટેલના પ્રવાસનિબંધોમાં પણ એમના રુચિર અને સંસ્કારી પ્રતિભાવો દષ્ટિગોચર થાય છે.
પ્રવાસ અને ચરિત્રનિબંધમાં વિષય કેન્દ્રમાં હોવાને લીધે નિબંધનો બંધ વધારે સુદઢ બને છે. અંગત નિબંધ અમૂર્ત કે ડૉ. હોનસન કહે છે તેમ Loose sally of mind કહેવાય. જ્યારે પ્રવાસનિબંધમાં એના વસ્તુને કારણે નિબંધના આકારને-સ્વરૂપને દૃઢ બંધ પ્રાપ્ત થાય છે. આને કારણે એવું પણ બને છે કે નિબંધકારને સ્થળ હકીકતો અને વિગતોમાં જવું પડે છે. ક્યાંથી પ્રવાસનો પ્રારંભ કર્યો, કઈ રીતે પ્રવાસ કર્યો, ક્યાં ક્યાં ગયા – આ બધી વિગતો એને આપવી પડે છે. શુદ્ધ વ્યક્તિત્વનિષ્ઠ સર્જનાત્મક નિબંધ(personal essay)નું સ્વરૂપ વાયવ્ય છે. પ્રવાસ અને ચરિત્રનિબંધના સ્વરૂપનું હાડ જ વાસ્તવિક હકીકતોથી બંધાયેલું છે. આ પ્રકારના નિબંધોમાં સ્થૂળ વિગતોને કારણે ઘણી વાર રસવિક્ષેપ લાગે પણ ખરો.
બધા જ સાહિત્યસ્વરૂપની જેમ નિબંધનું લક્ષ્ય પણ આનંદ છે, રસબોધ છે અને પ્રવાસનિબંધનો લેખક જરૂર પૂરતી માહિતી કે વિગતો આપીને એમાંથી પોતાને પ્રાપ્ત થયેલો આનંદ આલેખે છે. ક્યાંક એ રોમાંચનો અનુભવ તો ક્યાંક એ સંઘર્ષનો અનુભવ પણ આલેખતો હોય છે. આમાં પોતે પ્રવાસ કર્યો, પોતે કેવો ભાગ્યશાળી છે અને વાચક વંચિત રહ્યો તેવો ભાવ નહિ પરંતુ વાચક પણ સહપ્રવાસી છે અને નિબંધકાર એની સાથે જનાન્તિકે વાતો કરતો હોય છે અને નિબંધ રસાવહ બને છે. વાચકની creativityને, એની ભ્રમણવૃત્તિને, એની wonder lustને કે એનામાં રહેલા રખડુને જાગ્રત કરે છે અને તે લેખક સાથે સહપ્રવાસી બની જાય છે. આમ ભ્રમણનિબંધ વાચકમાં સર્જનાત્મક પ્રતિભાવ જગાડે છે. ‘દેવોની ઘાટી'માં શ્રી ભોળાભાઈ પટેલે કરેલું પહાડી સૂર્યોદયના અનુપમ દૃશ્યનું વર્ણન કેવો રોમાંચ જગાડે છે !
0 ૧૮૬ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • કેવી અદ્ભુત ક્ષણ ! પૂર્વા પર્વતની ધારે સૂરજની કોર દેખાઈ અને લાંબા પ્રકાશના સ્તભ રચાયા. એ પ્રકાશસ્તમ્ભ મારી આંખે અડકતા હોવાનો અહેસાસ થયો. મેં મારા ભણી જોયું. કુમળો તડકો લક્ષિત થયો, પછી પહાડ ભણી જોયું. આખો સૂરજ શિખર પર ઊભો. તડકો સર્વત્ર વિસ્તરી ગયો. આ જ સમય હતો અહીં આવવા માટેનો - એમ આ સૂરજના આવિર્ભાવની ક્ષણોના સાક્ષી બનવાનું મળતાં થયું. હું ગાયત્રી મંત્ર બોલું છું. ૩ૐ ભૂર્ભુવઃ સ્વ.
આમ પ્રવાસનિબંધનો લેખક કથક (narrator) હોવો જોઈએ અને એ ભાવકને નવલકથા જેવો, બલ્ક એથીયે વિશેષ આનંદ પ્રવાસનિબંધ દ્વારા નિપજાવી શકે. આમાં સર્જકનું વ્યક્તિત્વ એના કથનમાં પ્રગટ થાય છે. અને એ વ્યક્તિત્વના આસ્વાદમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. શ્રી ચન્દ્રવદન મહેતાની ‘ગઠરિયાંમાં છૂટક નિબંધ જેવા અનુભવોમાંથી એમના વ્યક્તિત્વનો સંસ્પર્શ થાય છે. રંગભૂમિ, પર્વતારોહણ, ભૂગોળ, ઇતિહાસ - એ બધું એમની અનુભવસમૃદ્ધિમાંથી પ્રગટ થાય છે. જુદી જુદી વ્યક્તિ સાથેનો એમનો સંપર્ક અને એમની સાથે પોતાનું હૃદય ધબકતું હોય તેવી રીતનું એમનું વર્ણન અથવા તો એમની સાથેનો વિનોદ - એ બધું જ શ્રી ચન્દ્રવદન મહેતાના વ્યક્તિત્વની નિજી મુદ્રા લઈને ઊપસી આવે છે. ‘સુંદરમ'ની સૌંદર્યસભર નિબંધરચના ‘દક્ષિણાયનને તેઓ “મારા જીવનનો જ એક ટુકડો ” અને “અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદન કથા” કહે છે તો ઉમાશંકરની “ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યો મોર ”નું પણ સ્મરણ થાય.
ઘણી વાર વિષય એક જ હોય છતાં દરેક પ્રવાસલેખક એને જુદી જુદી રીતે આલેખતો હોય છે. લેખકના નિજી વ્યક્તિત્વની ભિન્નતાને કારણે એ જે ઝીલે છે તે સંવેદનતંત્ર પણ ભિન્ન પ્રકારનું છે. પ્રત્યેક સર્જકનું સંવેદનવિશ્વ ભિન્ન હોય છે. કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદ બંનેએ ઈ. સ. ૧૯૧૨ના મે મહિનામાં હિમાલયનો પ્રવાસ કર્યો. સવાઈ ગુજરાતી એવા કાકાસાહેબની માતૃભાષા મરાઠી હતી. તેમણે ગુજરાતીમાં પુસ્તક લખ્યું અને તેમના સહ-પ્રવાસી એવા સ્વામી આનંદ – કે જેમની માતૃભાષા ગુજરાતી હતી તેમણે - મરાઠીમાં ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ નામની લેખમાળા લખી. બંનેએ સહ-પ્રવાસ કર્યો હોવા છતાં કાકાસાહેબ અને સ્વામી આનંદનો અભિગમ જુદો છે. ‘હિમાલયનો પ્રવાસમાં ‘બાદનું ગામ’ પ્રકરણમાં બાદના વ્યક્તિત્વનો માત્ર ઉલ્લેખ મળે છે. જ્યારે સ્વામી આનંદે ‘હિમાલયનાં તીર્થસ્થાનોમાં બાદરના મનોભાવોને,
1 ૧૮૩