________________
• શબ્દસમીપ • એની વાતચીતને અને એના વ્યક્તિત્વને ખીલવ્યાં છે. એમની પાસે પાત્રને આત્મસાત્ કરવાની અને બોલતી ભાવનાને ઝીલવાની જે કળા હતી તે બાદના વર્ણનમાં દેખાય છે. આમ કાકાસાહેબ અને સ્વામી આનંદે એકસાથે પ્રવાસ કર્યો હતો, એક જ વ્યક્તિને મળ્યા હતા, પણ એમનું આલેખન તદ્દન ભિન્ન છે. ‘રખડવાનો આનંદ', ‘જીવનનો આનંદ', ‘જીવનલીલા' જેવાં પ્રવાસવર્ણનોમાં લેખકે પ્રકૃતિના આનંદને જીવંત રૂપે નિરૂપ્યો છે. એમની શિશુસહજ મુગ્ધતા, અભિજાત વિનોદ, પ્રાકૃતિક સૌંદર્યનો અસબાબ, પાસાદાર ગદ્ય અને મધુરપ્રસન્ન શૈલી એમના પ્રવાસમાં ભાવકને સહજ રીતે સામેલ કરી દે છે.
પ્રવાસ એ માણસની સમગ્ર ચેતના પર અસર પાડનાર અનુભવ છે. એટલે કે હૃદય, બુદ્ધિ અને આત્મા – એ ત્રણેનો પ્રતિભાવ અમુક અમુક ક્ષણોએ પ્રવાસલેખક અનુભવે છે અને તેને પોતાની આગવી ઢબે વર્ણવતો હોય છે. કોઈ બૌદ્ધિક માત્ર બુદ્ધિથી પૃથક્કરણ કરીને અટકી જાય. કલ્પનાવિહારી હોય તો આકાશમાં ઊડે. ચિંતનશીલ માનવી કોઈ ઊંડા ચિંતનમાં સરી પડે, પણ સાહિત્યકાર આ ત્રણે વસ્તુઓનું આગવું સંમિશ્રણ કરીને પોતાના પ્રવાસનું વર્ણન કરે છે અને તેથી જ તેનો અનુભવ વાચકને સમગ્રતયા સ્પર્શે છે. સામાન્ય રીતે લલિતેતર પ્રવાસસાહિત્યમાં પ્રવાસલેખન કરનાર પ્રવાસનું જે પાસે પોતાની રુચિને સ્પર્શતું હોય તે જ પાસાને સ્પર્શીને ઇતિશ્રી માને છે. કોઈ વેપારી પ્રવાસે ગયો હોય તો વેપારીની દૃષ્ટિએ નિરીક્ષણ કરશે. કોઈ વૈજ્ઞાનિક ગયો હોય તો વિજ્ઞાનની દષ્ટિએ એ જ ગત જોશે. સંવેદનશીલ સાહિત્યકાર જ્યારે પ્રવાસ કરતો હોય તો તેનાં બાહ્ય ઉપકરણોની સાથે એનું અંતઃકરણ પણ વિવિધ પ્રતિભાવો ઝીલે છે અને તેથી સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનો ચિતાર સાંપડે છે. આને માટે એણે વસ્તુના હાર્દ સુધી પહોંચવું પડે છે.
સાચો પ્રવાસી એક વિશ્વજનીન (universal) માનવસંવેદનાને સ્પર્શી જાય છે અને એ રીતે પ્રવાસનિબંધમાં કુશળ સર્જકની કૃતિમાં જે બળ હોય, તેવું બળ લાવવાની શક્યતા રહેલી છે. માટે પ્રવાસનિબંધના લેખકને માટે ચિત્રાત્મક્તા અને વર્ણન કરવાની કલા એ મૂળભૂત જરૂરિયાત છે. એ ઉપરાંત ભાષાપ્રભુત્વ, કલ્પકતા, સંવેદનશીલતા, અવલોકનશક્તિ, પૃથક્કરણશક્તિ અને સૌથી વિશેષ તો સમગ્રના સંદર્ભમાં નિજી અનુભવને મૂકવાની કુશળતા હોવી જોઈએ. પ્રવાસનિબંધમાં રમણલાલ ચી. શાહ, ગુણવંત શાહ અને પ્રીતિ સેનગુપ્તાનું પ્રદાન આગવું ગણાય.
0 ૧૮૮ ]
• ચરિત્રનિબંધ અને પ્રવાસનિબંધ • એવો પણ ભ્રમ પ્રવર્તે છે કે અંગત નિબંધ એટલે ઉત્તમ અને પ્રવાસ કે ચરિત્રનિબંધ એનાથી ઊતરતી કોટિનો ગણાય. ખરી રીતે તો આ કલા એ પ્રત્યાયન(કમ્યુનિકેશન)ની કલા છે. પ્રત્યાયન સફળ રીતે થયું કે ના થયું, સચોટ થયું કે ન થયું અથવા તો એમાંથી કંઈ ‘શ્રીલ’, ‘રોમાંચ' ઊભો થયો કે ન થયો - આ બાબત જ નિબંધની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અંગત નિબંધનો લેખક ક્વચિત્ આનંદ આપવાની બાબતમાં એના લેખક અને થોડા મર્યાદિત વાચ કો પૂરતો સીમિત રહે છે. ઘણી વાર તો અંગત નિબંધમાં તે એવી અમૂર્ત અને દુર્વાહ્ય વિભાવનાઓમાં રાચતો હોય છે કે સામાન્ય વાચકને માટે એને પામવો મુશ્કેલ બને છે. વિજયરાય વૈદ્યના નિબંધસંગ્રહ ‘નાજુ કે સવારીના નિબંધો એ અંગત નિબંધો છે. ચાર્લ્સ લૅમ્બના નિબંધોને અનુસરવાનો વિજયરાયે પ્રયાસ કર્યો, પરંતુ એમની અત્યંત ક્લિષ્ટ શૈલીને કારણે એ નિબંધમાં વિનોદ પણ કૃત્રિમ બની ગયો. વળી આ નિબંધોનો શ્લેષ જે સમજે એ જ વાચક એને માણી શકે. ‘નાજુક સવારી'માં ‘અજ્ઞાનું પરમ સુખમ્’ નિબંધિતામાં તેઓ લખે છે :
“જ્ઞાનાસુર આવી ઘણી ઘણી રીતે આપણા જીવનમાંની કવિતાને ખાઈ જતો હોવા છતાં, આપણી શાન્તિને અને મજાઓને હરી જતો હોવા છતાં, કવિતા શાંતિ અને શુદ્ધ મજાના ઉપાસક એવા કવિઓ શું જોઈને જ્ઞાન-તારીફ કરવા મંડતા હશે તેની સમજ પડતી નથી. જ્ઞાન એવી રીતે કવિતાનું હાડવેરી હોવા છતાં વઝવર્થ જેવો જન્મસિદ્ધ કવિ પણ, જાણે કૂરમાં ક્રૂર કટાક્ષ કરતો હોય તેમ સિદ્ધાંત સ્થાપે છે કે “પોએટ્રી ઇઝ ધ ફાઇનર સ્પિરિટ ઑફ ઑલ નૉલેજ.” અને એવા અવળા સિદ્ધાંત વિના જાણે ગુજરાત ગરીબ રહી જવાનું હોય તેમ, કવિવચનો ટાંકવા પાછળ ગાંડાતૂર બનેલ ગોવર્ધનરામ પણ ઉચ્ચરી ગયા છે : ‘જ્ઞાને એ કવિતાનો આત્મા છે.' એમના મનથી કદાચ આત્માને ને આત્મહત્યારા એ બે શબ્દો પર્યાયરૂપ હશે, એવી માન્યતા કદાચ એમની અગમ્ય લક્યાલક્ષ્ય ફિલસૂફીનું જ એક અંગ હશે. એમના સરખા અભદદર્શીને એ બંને વસ્તુઓ જે ઉપરનાં દૃષ્ટાંતો ને અનુભવકથનો પ્રમાણે તો નિસર્ગભિજ્ઞાસ્પદ છે તે - એકરૂપ દેખાઈ હશે. એવું દેખનાર ‘લક્ષ્યદ્રષ્ટાઆપણે બધા પામર દ્રષ્ટાઓની દૃષ્ટિથી અને અનુભવથી વિરુદ્ધ પડીને, જ્ઞાનને કવિતાનો આત્મા કહેવા નીકળે એ સ્વાભાવિક પણ લાગે છે.”
આમાં વઝવર્થની કાવ્યવિભાવનાને જાણનાર અથવા તો ગોવર્ધનરામના લક્ષ્યાલયરહસ્યવિવરણમ્ એ ‘સરસ્વતીચંદ્ર'ના પ્રકરણને વાંચનાર જ આને
0 ૧૮૯ ]