________________
* શબ્દસમીપ •
(૧૯૬૪), ‘સરે-વાદિય-સીના’ (૧૯૭૧), ‘શામે-શહેરે-યારાં’(૧૯૭૮), ‘સારે સુખુન હમારે' (૧૯૮૨) અને ‘નતા હૈ વફા’(૧૯૮૪) મળે છે. ફૈઝ વિચારોત્તેજક નિબંધકાર પણ હતા. એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના આંતરસંબંધો વિશે માર્મિક વિશ્લેષણ કર્યું છે તેમ જ યુદ્ધ અને શાંતિની સમસ્યાઓ પર ગંભીર પર્યેષણાઓ કરી છે. ‘મીઝાન’ (૧૯૬૩) એ એમનો લેખસંગ્રહ છે, તો ‘સલીબેં મેરે દરીચે મેં’ (૧૯૭૧) એ એમની પત્ની એલિસ ફૈઝને લખેલા પત્રોનો સંગ્રહ છે. ‘પાકિસ્તાન ટાઇમ્સ’ અને ‘ઇમરોઝ’ દ્વારા ગંભીર પત્રકારત્વ અને ઉચ્ચ કક્ષાનું સંપાદનકાર્ય કર્યું. વિશ્વબંધુત્વની ભાવનાને દૃઢ કરવા અને શાંતિપ્રયાસોને વેગવાન બનાવવા માટે એમણે અનેક દેશોની યાત્રા કરી.
અગણિત માનવોના હૃદયમાં ધરબાયેલી વેદનાને વાચા આપતા આ કવિ ક્રાંતિનું એલાન કરે છે. જ્યાં સુધી પૃથ્વી પર અન્યાય અને આતંક પ્રવર્તે છે ત્યાં સુધી ફૈઝનો અક્ષરદેહ મરજીવાઓને ક્રાંતિ અને વિદ્રોહની પ્રેરણા પૂરી પાડશે.
૧૬]
૧૨
અનોખી આત્મકથા*
મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાન્તનું પ્રકાશન ૧૯૭૯ના વર્ષની એક મહત્ત્વની સાહિત્યિક ઘટના છે. આઠ દાયકાથી દબાઈ રહેલો એક અગ્રણી સાહિત્યકારે લખેલો દસ્તાવેજ સૌપ્રથમ પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશમાં આવે છે. તેની અંદર મૂકેલી હકીકત વિશે ભુતકાળમાં ખૂબ ઊહાપોહ થયો, તેમાંથી સામગ્રી વિશે ઉગ્ર ચર્ચા ચાલેલી તે કેટલે અંશે વાજબી હતી, ને તેના લેખકને અભિપ્રેત હતું તેમ, આજની પેઢી તેની ફરિયાદો સાંભળીને શો ચુકાદો આપે છે તે જાણવાનું પ્રાપ્ત થશે. ગુજરાતી આત્મચરિત્રસાહિત્યની એ એક આગવી કૃતિ તો બની રહેશે, પરંતુ તેમાં એથી ય કંઈક વિશેષ સામગ્રી પડેલી છે.
મણિલાલ નભુભાઈનો હેતુ તો કાગળિયાં પર અંતરનો આક્રોશ અને અકળામણ ઉતારવાનો હતો. પોતાના જીવનમાં બની તે હકીકતો લખવી જોઈએ તેમ માનીને, એમણે આ આત્મચરિત્ર લખ્યું છે. પરંતુ એ લખતી વખતે
* મશિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત', સંપાદક : ડૉ. ધીરુભાઈ ઠાકરે; પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ અને અમદાવાદ: ૧૯૭૯; કિંમત રૂ. ૨૧: પૃષ્ઠસંખ્યા ૨૪૫૧૧૬: પાર્ક પૂંઠું.
- ૧૧૭ ]