Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 92
________________ ‘ધૂમકેતુ’નો સ્થિર પ્રકાશ • શબ્દસમીપ • ગુજરાતમાં ટ્રેજેડીનું વસ્તુ નથી એમ કહેવાય છે, પણ આનાથી વધુ ટ્રેજેડીની સામગ્રી ભાગ્યે જ બીજું કોઈ સ્થળેથી મળી શકે ! મણિલાલ પર દિવાળીબાઈએ લખેલા પ્રેમપત્રો ઉપરની વાતના સમર્થનમાં જોવા જેવો છે. એક સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો. તેની બેવફાઈનો અનુભવ થતાં કોઈ સ્ત્રી સાથે એવો સંબંધ નહીં બાંધવાનો નિર્ણય કરે છે એ જ વખતે દિવાળીબાઈના પ્રેમપત્રો આવે છે. મણિલાલ તેનાથી વિમુખ રહેવાનો પ્રયત્ન કરે છે તેમ તે સ્ત્રીનો પ્રેમ તેમના પર વધુ ને વધુ ઢળતો જાય છે ! છેવટે તેને પ્રેમની ફિલસૂફી સમજાવે છે અને તેનો અંગીકાર કરે તે પહેલાં તો તે સ્ત્રી પિયુવિરહમાં મૃત્યુ પામે છે ! જેને પોતાનું માન્યું તે પોતાનું થયું નહીં અને જેનાથી દૂર રહેવા ગયા તે નિઃસ્વાર્થ પ્રેમ દાખવીને સ્વાર્પણ કરી ગયું ! તેને પોતે ઓળખી શક્યા નહીં એનો ઊંડો ઘા મણિલાલના હૃદયમાં લાગ્યો. આના જેવી બીજી ટ્રેજેડી કઈ હોઈ શકે ? વળી આ પ્રેમપત્રોની ભાષામાં રસિકતા, કોમળતા ને સચોટતા છે તે સાહિત્યિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમપત્રો, નવલકથાનાં પાત્રોએ લખેલા હોય તેને બાદ કરીએ તો, વાસ્તવિક સ્વરૂપમાં ભાગ્યે જ જોવા મળશે. ( કલાપી પરના હજુ પ્રગટ થયેલો નથી.) આ સંજોગોમાં દિવાળીબાઈના પત્રોનું આપણા સાહિત્યમાં આગવું સ્થાન ગણાવું જોઈએ. આ ગ્રંથનો એ એક કીમતી અંશ છે. છેવટે મૂકેલાં ટિપ્પણો અભ્યાસીઓને ઉપયોગી સુચનો, ટીકાઓ ને સંદર્ભો પૂરાં પાડે છે. સંપાદકે આની પહેલાં મણિલાલની ગદ્યપદ્ય કૃતિઓનાં અનેક સંપાદનો ઉપલબ્ધ કરી આપ્યાં છે. આ કૃતિનું સંપાદન તે સૌના શિરમોર જેવું છે. ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧' પ્રગટ થતાં ગુજરાતી નવલિકા વિચાર, વિષય, લાગણી અને સહઅનુભૂતિના નવા ફલક પર પ્રયાણ આદરે છે. અગાઉની ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, દાગી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમ જ સમાજસુધારાના સમર્થનાથે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમકેતુના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી નવલિકામાં મલયાનિલ'ની ‘ગોવાલણી” જેવી એક-બે વાર્તાઓ મળતી હતી અને જ્યારે કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા કાચી-પાકી ટૂંકી વાર્તાઓનો ફાલ આપતા હતા ત્યારે ધૂમક્તએ એમની નવલિકામાં ધ્વનિતત્ત્વની માવજત, પ્રમાણભાને, પાત્રનાં વર્તનો વચ્ચેની સુસંગતતા વિશે સૌ પ્રથમ સભાનતા દાખવી. રોમેન્ટિક શૈલી ધરાવતા આ ભાવનાશાળી સર્જક પાત્રો અને પરિસ્થિતિની એક નવી જ મુગ્ધતાભરી રંગીન સૃષ્ટિનો પરિચય કરાવ્યો. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાનીશી કડી સમો આ સાહિત્યકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે. લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ નિમ્ન કે સામાન્ય ગણાતા માનવીની ઝળહળતી ચિત્તસમૃદ્ધિ આલેખાઈ છે. સાવ નીચલા થરના માનવીઓની વ્યથા, D ૧૭૩ ] ૧૭૨

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152