________________
• શબ્દસમીપ • પોતાના ભાંડુઓને ખાતર જૂઠું બોલતો ભીખુ આનાં દૃષ્ટાંતો છે. ‘હૃદયપલટોમાં ‘આલુકા શાક’ની વાત અત્યંત હૃદયસ્પર્શી બની છે. ક્યારેક નાયક સિવાયનાં પાત્રો વાતાવરણ જમાવવામાં સક્રિય મદદરૂપ બન્યાં છે. ‘ભૈયાદાદામાં પની અને બિલાડીનાં બચ્ચાં વાતાવરણના માર્દવમાં વધારો કરે છે. તો ‘જુમો ભિસ્તીમાં અબોલ વેણુ પાડો અને ‘અખંડ જ્યોત "માં શાસ્ત્રી ગંગાપ્રસાદ પોતાના આગવા વ્યક્તિત્વની લકીર મૂકી જાય છે.
ધૂમકેતુનાં પાત્રોમાં ભાગ્યે જ કોઈ પાત્રના સ્વભાવની વિધવિધ છટાઓ અને લાક્ષણિકતાઓ આલેખાઈ છે. ‘ધ શૉર્ટ સ્ટોરી'માં શૉ ઑ’ ફ્લૉ (Sean 0' Faolain) સર્જકના વ્યક્તિત્વને વાર્તાસર્જનના કેન્દ્રમાં મૂકે છે. માણસ લખે છે તે વિષયને નહિ, પણ પોતાને એવું વિધાન પણ શૉ ઑ’ ફ્લૉ કરે છે. શૉ ઑ' ફ્લૉ જાદુગર સાથે વાર્તાકારને સરખાવીને પોતાનો મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છે કે જાદુગરનો જાદુ એ હોય છે કે એ લોકોને અદૃષ્ટ થતાં દેખાડે છે. વાર્તાકારનો જાદુ એ હોય છે કે એ લોકોને દુષ્ટ કરે છે, એટલે કે પોતે લોકોની વાર્તા કહે છે એમ એ દેખાડે પણ હકીકતમાં પોતાના વ્યક્તિત્વનું એ સંગોપન કરતો હોય છે. ધૂમકેતુની વાર્તામાં આવું વ્યક્તિત્વનું નિગરણ જોવા મળતું નથી, બ૯ નવલિકાના કલેવરને હાનિ પહોંચાડે તેવી રીતે એમની માન્યતાઓ, આગ્રહો અને અર્ધસત્ય આવ્યાં છે. લેખકને જૂનવટ માટેનો આદર વધુ તો નવાં વહેણોના તિરસ્કાર દ્વારા પ્રગટ થાય છે. ‘ગોવિંદનું ખેતર માં ભાગીરથીના મુખે લેખકનું મનોગત ફુટ રીતે વ્યક્ત થાય છે. ભાગીરથી કહે છે,
“બેટા ! ઓ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ, યંત્રોના મોહ માં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ? શું ગામડાં ભિખારી થશે, ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું
ધ્યેય છે ?" | ‘જુમો ભિસ્તી માં પણ લેખકે શહેરી જુવાનને ઝપટમાં લઈને શહેરી સંસ્કૃતિની ટીકા કરવાની એક તક ચૂકતા નથી. ઘણી વાર તો ધૂમકેતુની ઉપમાઓ પણ એમના આગ્રહને પ્રગટ કરી દેતી હોય છે. ‘ભૈયાદાદાને અંતે આવતો યંત્રસંસ્કૃતિ તરફનો એમનો રોષ તો વાર્તાના ઘાટને રોળી નાખે છે.
એક એવી માન્યતા સામાન્યપણે પ્રવર્તે છે કે ધૂમકેતુનું જીવનદર્શન પોકળ છે, ખોટું છે. કોઈ પણ સર્જકના જીવનદર્શનને કે એના idealismને ખોટું કહી ન શકાય. પ્રત્યેક idealism નોખું નોખું હોય અને એની સામે કોઈ વાંધો ન
૭૮ ]
• ‘ધૂમકેતુ’નો ચિર પ્રકાશ • લઈ શકે. ખરેખર તો ધૂમકેતુ જીવનદર્શન કે idealismની તારવણી માટે સાચા પ્રમેયો રચવામાં ‘ગોવિંદનું ખેતર' કે “પૃથ્વી અને સ્વર્ગ' જેવી નવલિકાઓમાં નિષ્ફળ ગયા છે, એમ કહેવું જોઈએ. સર્જકનું idealism કે જીવનદર્શન અને dictate કરે ત્યારે કલાકૃતિને હાનિ થાય છે. આથી ભાવકે તો idealism વાર્તા દ્વારા કલાત્મક રીતે ફુલિત થાય છે કે નહીં, તે જ જોવાનું રહ્યું. સંગીતમાં આત્માને જગાડવાની તાકાત જોતી, કર્ણાટકની મૂર્તિમાન સરસ્વતી જેવી તારા ઇંદ્રમણિના સંગીત પર ઓવારી જઈને એની જીવનસાથી બને છે અને પછી મુનીમની વાતોને માની લે તથા સારંગીને પોતાની શૉક્ય માનવા લાગે, એવું પાછલે પગે ચાલતું પરિવર્તન શક્ય છે ખરું ? આમ્રપાલીનો સ્ત્રીત્વનો ખ્યાલ , એની શરતો, એનો દેશપ્રેમ, બિંબિસાર સાથેનો સંબંધ અને પુત્રત્યાગ સહેજે મેળ ધરાવતાં નથી.
ધૂમકેતુને ભાવના, પ્રસંગ કે લાગણીમાં જેટલો રસ છે એટલો એ દ્વારા પ્રગટ થતા જીવનનાં બલાબલોમાં નથી. આથી એમનાં પાત્રો type બની ગયાં છે. પાત્રમાનસનાં સ્તરો ઉખેડવાને બદલે કે એના વ્યક્તિત્વમાં અવગાહન કરાવવાને બદલે ભાવકના હાથમાં માત્ર પ્રસંગ રહી જાય છે. ‘તારણહાર ' અને ‘કેસરી વાઘા” જેવી વાર્તાઓમાં તેમ જ દોલતના પાત્રને અનુષંગે પ્રસંગ વધુ ઊપસ્યા છે અને પાત્ર ઝાંખાં પડી ગયાં છે. કેટલાંક પાત્રોનું માનસપરિવર્તન કમિક રીતે નહીં, પણ નિકટના સ્નેહીના વિયોગ કે મૃત્યુથી થાય છે. પુત્રીવિયોગથી અલી અને માતાપિતાના મૃત્યુથી આનંદમોહનમાં પરિવર્તન આવે છે. આવી હૈયાપલટાની કથામાં ગર્વિષ્ઠ દુલારી અને વેશ્યા બનેલી કુંતીના પરિવર્તનની કથા નોખી ભાત પાડે છે. માતૃપ્રેમની આચીસે જાગ્રત બનેલી તીની વાત્સલ્યધારા તમામ અવરોધને વટાવીને ચોધાર વહે છે.
વાર્તાના ઘાટનો વિચાર કરીએ તો ‘જુમો ભિસ્તી’, ‘ભીખુ’, ‘રતનો ઢોલી' અને અંતને બાદ કરતાં ‘ભૈયાદાદા' સુશ્લિષ્ટ રચના ગણી શકાય. ટેનિકની વિશેષતાની દૃષ્ટિએ ‘અરીસો' નવલિકા વિલક્ષણ ગણાય, જેમાં નાખો કથાપ્રવાહ
અરીસા પર જ વહે છે. ‘તારણહાર’, ‘મદભર નૈના', ‘આત્માનાં આંસુ', ‘કેસરી વાઘા’ અને ‘સોનેરી પંખી' જેવી નવલિકાઓમાંથી થોડું ગાળી નાખ્યું હોત તો એના કલાઘાટની સુરેખતા ઓર વધી ગઈ હોત. ‘ભૈયાધદામાં ભૈયાની પરોક્ષ ઉપસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ નોંધપાત્ર ગણાય.
ધૂમકેતુના પુરોગામીઓ અને સમકાલીનો નવલિકામાં પ્રત્યેક વિગત એટલી
૧૭૯ ]