________________
* શબ્દસમીપ •
પાદટીપ
૧. ‘ગીતવિતાન’, પૃ. ૪૮૨
૨. ‘રવીન્દ્રનાથનાં નાટકો’ ખં. ૧, પૃ. ૭૧. પ્રસ્તુત લેખમાં શ્રી નગીનદાસ પારેખે કરેલા ‘રાજા’ નાટકના ગુજરાતી અનુવાદનો ઉપયોગ કર્યો છે.
૩. એડવર્ડ થોમ્સન અહીં પ્રજાસત્તાકનો અણસાર જુએ છે અને સમકાલીન રાજકીય પ્રવાહોથી અલિપ્ત રહેનારા રવીન્દ્રનાથની પ્રતિભાનું ક્રાંતદર્શન જુએ છે, પણ આવા આલેખન પાછળ રવીન્દ્રનાથનો રાજકીય કરતાં આધ્યાત્મિક રહસ્યપૂર્ણ હેતુ વધારે લાગે છે.
૪. ‘માનવ સત્ય’ નામના નિબંધમાં રવીન્દ્રનાથ લખે છે : “જીવનદેવતાથી જીવનને અલગ કરીને જોઈએ એટલે દુઃખ, જીવનદેવતા સાથે જીવનને એક કરીને જોઈએ એટલે મુક્તિ.'
૫. આવા છટકી જાય તેવા રહસ્યવાળા પ્રતીકાત્મક નાટક વિશેના મેટરલિંકના ઉદ્ગારો
જુઓ : “Those intuitions, grasps of guess which pull the more into
the less, making the finite comprehend infinity."
૬. “As it is Thakurdada’— with much assistance, able though
superflours spoils everything... Grandfather is just a nuisance"“Rabindranath Tagore.” by Edward Thompson, p. 219
-૧૪૮]
૧૦
પ્રયોગશીલ સર્જક ફિરાક
એક અંધારી રાત બાળક રઘુપતિની જિંદગીમાં
નવી રોશની ફેલાવી ગઈ. દસ વર્ષના રઘુપતિનો દેહ તાવથી તરફડતો હતો. મેલેરિયાની ઠંડીથી શરીર થરથર કાંપતું હતું, ત્યારે રઘુપતિની માતા આખી રાત પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી. એને કેમ શાતા રહે, એની રાતભર કોશિશ કરતી રહી.
દસ વર્ષનો બીમાર બાળક માતાની આ શુશ્રુષાને જોતો હતો. એની બુદ્ધિમાં એકાએક એક વિચાર ઝબકી ઊઠ્યો કે કશીય આનાકાની કે અવરોધ વિના આટલી હિફાજત કરવાની તાકાત માતામાં ક્યાંથી આવતી હશે ? આવા અનંત વાત્સલ્ય પાછળ કઈ શક્તિનું બળ રહેલું હશે ? આ શક્તિનો વિચાર એ જ રઘુપતિની સાહિત્યખોજનો પ્રધાન વિચાર બની ગયો.
આ બાળક રઘુપતિ સહાય આધુનિક ઉર્દૂ સાહિત્યના ઉત્કૃષ્ટ શાયર ‘ફિરાક' ગોરખપુરી તરીકે પ્રસિદ્ધ થયા, પરંતુ એમનું કલાબીજ તો બાળપણમાં પેલા સાવ સામાન્ય પ્રસંગમાં પડેલું છે. એમણે કવિ તરીકે એવો પ્રયત્ન કર્યો કે એમની કાવ્યધારામાંથી માતા જેવી હૂંફ અને ધબકતી આસાએશ પ્રગટે. આખીય મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પોકારી ઊઠે એવી ઉપરછલ્લી જનમનરંજની -૧૪૯