Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 84
________________ • શબ્દસમીપ • મેં દેર તક તુઝે ખુદ હી ન રોકતા લેકિન, તું જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કા રોના હૈ ! કે લે કૌન આસમાનોં રહા નીંદ હૈ આતી અંગડાઈ હૈ ! કો સકા હમસે તુમને ક્યા તો હો ખેર મુહબ્બત બેવફાઈ મેં કી ? ! મુઝે ખબર નહીં હૈ એ હમદમો, સુના યે હૈ, કિ દેર-દેર તક અબ મેં ઉદાસ રહતા ! બનાકર હમકો મિટ જાતે હૈ ગમ ભી શાદમાની ૩૨ ભી, હયાતે-ચંદ-રોજા કે હૈ હકીકત* ભી કહાની ભી ! • પ્રયોગશીલ સર્જક ફિરાક • ‘ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિ-આલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલ્પના દ્વારા એ કુદરતનો ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિ-આલેખન જોવા મળે છે, આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલ્ક પુરુષ એના લોહીમાં પ્રકૃતિનો ધબકાર અનુભવે છે. એમની પ્રણયવિભાવના, આસપાસની પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ, સંસ્કૃત તેમ જ હિંદી સાહિત્યનો સહવાસ તથા સૂક્ષ્મ અવલોકનશક્તિ અને વેધક સૌંદર્યદૃષ્ટિને કારણે એમનું કાવ્યસર્જન આગવી ભાત પાડે છે. એમાં ભાવક ભારતીય તત્ત્વના સ્પંદને સતત અનુભવતો રહે છે. વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ‘ફિરાક’ ઇષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારનું પૂતળું છે. એનામાં ઈશ્વર અને શેતાન બંને વસેલા છે. ‘ફિરાક’ જેટલી ઉત્કટતાથી કાવ્યમાં આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે, પરંતુ એમનો વિષાદ કોઈ વ્યક્તિગત વેદનાનો સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આથી એમનાં કાવ્યો માત્ર આત્મલક્ષી નહીં બનતાં, પરલક્ષી પણ બન્યાં છે. અને એમનું પ્રણયાલેખન વ્યક્તિગત વેદનાની વાતને બદલે સમષ્ટિ સાથે દોર સાંધે છે. ‘ફિરાક’ ગોરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ‘ગઝલગો “શાયર’ માનવામાં આવે છે. મનોભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપોનો સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા ‘ફિરાક” જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર ક્વચિત્ જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનનો સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવિક બળ જ બની રહ્યા નથી, પરંતુ પોતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે. પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આપ્યું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી. ‘અસર' લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરોને તો ‘ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ‘ફિરાક'ના શે'રને ‘કાણા, લુલા અને લંગડા મુનાસબત ભી હૈ કુછ ગમ સે મુઝ કો એ દોસ્ત બહુત દિનોં સે તુઝે મહેરબૉ નહીં પાયા ! ન કોઈ વાદા, ન કોઈ યક, ન કોઈ ઉમીદ, મગર હમેં તો તેરા ઇન્તિજાર કરના થા ! ‘ફિરાકે' ગઝલના હાર્દને જાળવીને પ્રયોગો કર્યા વિખ્યાત શાયર ‘જિગર' મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે, આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે, ત્યારે ‘ફિરાકે' ઉત્તર આપ્યો કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવૈચિત્ર્યનો આરોપ મુકાયો છે, પરંતુ ‘ફિરાકના કહેવા પ્રમાણે એમનો ભાવ એટલો સૂક્ષ્મ અને છટકણો હોય છે કે તે કોઈ દઢ સીમામાં કે પરંપરાગત ચીલે પ્રગટ થઈ શકતો નથી, તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેના અંત:તત્ત્વને ચકાસવાનું કહે છે. ૩૨. હર્ષ, ૩૩. ચાર દિવસનું જીવન, ૩૪. વાસ્તવિકતા ૧૫૬ ]. ૩૫. કહેનારો 0 ૧૫૭ ]

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152