Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 86
________________ • શબ્દસમીપ • ગમગીન બનાવી દીધી. ફેઝ ઉર્દૂ સાહિત્યની મહાન હસ્તી હતા. ચાર-ચાર દાયકા સુધી ઉર્દૂની પ્રગતિશીલ કવિતાના એ અગ્રણી રહ્યા. ઇકબાલ ઉર્દૂ શાયરીને વીસમી સદીના વર્તમાન ફલક પર લાવ્યા તો ફૈઝે તેને એક કદમ આગળ ધપાવી. ઇકબાલ, હસરત અને બીજા ઉર્દૂ કવિઓએ રાજ કીય વિષય માટે ઉર્દૂની વિશિષ્ટ કલ્પનાસૃષ્ટિનો ઉપયોગ કર્યો, પરંતુ ફેઝે તેનો સમાજવાદી અને રાષ્ટ્રવાદી વિષયોમાં વિનિયોગ કરીને ઉર્દૂ સાહિત્યને વર્તમાન જગતની વેદના, ઝંખના અને અજંપા સાથે સાંકળી દીધું. જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓ સમાજવાદના ચાહક રહ્યા. અને ગરીબો, શોષિતો તથા કચડાયેલા માનવીઓનો અવાજ બની રહ્યા. ફઝે જીવનભર જુલ્મ અને અન્યાયનો સામનો કર્યો. ક્યારે ક સિદ્ધાંતની બાબતમાં કોઈ સમાધાન ન કર્યું. અન્યાયના પ્રતિકાર માટે એમણે માત્ર કલમ જ ચલાવી નથી, પરંતુ ૧૯૩૦થી ૧૯૪૦ સુધી ટ્રેડ યુનિયનમાં કામગીરી પણ બજાવી. પાકિસ્તાનની સરકારે એમને રાવળપિંડી પયંત્ર કેસમાં ભેળવીને કવિનો અવાજ દમનથી ખરીદવાનો પ્રયાસ કર્યો .૧૯૫૧ની એપ્રિલથી ૧૯૫૫ સુધી એમને સુકર, કરાંચી અને લાહોરની જેલમાં કારાવાસમાં રાખવામાં આવ્યા. સામે ફાંસીનો ફંદો લટકતો હતો ત્યારે ફઝે જેલની એકલતા, પોતાની સામે કરાયેલા આરોપોની પોકળતા અને રાજ કીય હેતુ માટે ઊભા કરાયેલા બનાવટી પયંત્ર વિશે કાવ્યો લખ્યાં, અહીં એમને કુરાન સિવાય કોઈ કિતાબ આપવામાં આવતી નહોતી. અખબાર, સામયિક કે કોઈ પુસ્તકો તો શું, પરંતુ લખવાની કલમ પણ આપવામાં આવતી નહોતી. પોતે કશું લખી શક્તા નહીં અને બહારથી કોઈનો પત્ર કે સંદેશો એમની પાસે આવી શકતો નહીં. આ સ્થિતિની વેદના પ્રગટ કરતાં કવિએ લખ્યું છે – મતા એ લૌહ ઓ કલમ" છિન ગઈ તો ક્યા ગમ હૈ, કિ ખૂને દિલ મેં ડુબો લી & કંગલિયાઁ મૈને ! બાં પે મુક્ષર લગી હૈ તો ક્યા; કિ ૨ ખ દી હૈં હરેક હલકએ ઝંજીર મેં જુબાં મૈન ! • અબ ટૂટ ગિરેંગી ઝંજીરૅ • ફ્રઝ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. રોજ સ્પેશ્યલ ટ્રિબ્યુનલ સામે હાજર થવું પડે. અત્યંત ખરાબ ભોજન મળે, આમ છતાં આ ક્રાંતિકારી કવિનો આત્મા દમન, એકલતા કે પ્રલોભન આગળ નમ્યો નહીં. એણે જેલમાં બેઠા બેઠા એકલતા વિશે કાવ્યો લખ્યાં. ઉર્દૂ સાહિત્યમાં તન્હાઈનું આલેખન તો ઠેર ઠેર મળે છે, પરંતુ ફેઝની કવિતામાં તન્હાઈ કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. એકલતા અકળાવનારી હોય ત્યારે ફેઝને એ એકલતા પ્રેયસીના મુલાયમ સ્પર્શની યાદ આપે છે અને આકાશમાં ચાંદની વક્રતા જોઈને પ્રેયસી ન હોવા છતાં એના ગળામાં હાથ વીંટાળી દેવાનું કવિને મન થાય છે. ‘ત હાઈ મેં ક્યા ક્યા ન તુઝે યાદ કિયા હૈ ક્યા ક્યા ને દિલે જાર ને ટૂંડી થઈ પનાહેં ! આંખોં સે લગાયા હૈ કભી દસ્ત સબા કો ડાલી હૈ કભી ગર્દને મહતાબ મેં* બાહેં !' ફેઝની એકલતામાં સૌંદર્ય છે, તો એના સૌંદર્યદર્શનમાં માનવ-અભીપ્સા છે. એમની કવિતામાં પ્રણયની લાલી અને ક્રાંતિનો લાલ રંગ એક બની જાય છે. કવિ બંને મનોભાવને સાહજિકતાથી અને આગવી છટાથી નિરૂપે છે. એમની ક્રાંતિની આગ પ્રણયના લાવામાં રૂપાંતર પામી છે. એક બાજુ ઊર્મિકવિની વેદના અને વ્યથા છે, તો બીજી બાજુ ક્રાંતિકારીનો પોકાર અને પડકાર છે. પ્રણયનું એમનું આલેખન ઘણું નજાકતભર્યું છે. એમની ઉત્તમ કક્ષાની રોમૅન્ટિક કવિતાને મહેંદી હસનનો સુરીલો અવાજ મળતાં બધે જ ફેલાઈ ગઈ. તેઓ ઉર્દૂની ક્લાસિકલ imageryના ચાહક હતા. એમની કવિતામાં એમણે ઉર્દૂ કવિતાની પરંપરા અને ભાષાસૃષ્ટિને આત્મસાત્ કરી છે. ગાલિબ અને ઇકબાલની ભાષાનો સમૃદ્ધ વારસો ફૈઝે સાચવ્યો છે. ફેઝની ભાષા એ હિંદુસ્તાની નથી, બલ્ક ઉર્દૂના અરબી-ફારસી સાથેના અનુસંધાનને પ્રગટ કરતી ભાષા છે. કવિની પ્રણયની અભિવ્યક્તિ ઉર્દૂ સાહિત્યની પરંપરાની યાદ આપે તેવી છે. તેઓ કહે છે – ‘સારી દુનિયા સે દૂર હો જાયે જો જ રા તેરે પાસ હો બઠે ; ન ગઈ તેરી બેરૂ ખી ન ગઈ હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.’ ૩. ઠંડી હવાના હાથનું ૪. ચંદ્રમાની ડોકમાં n૧૩૧ ] ૧. કલમ અને તખ્તી (કાગળરૂપી નિધિ) ૨, જે જીરની પ્રત્યેક કડીમાં ૧૬૦ ]

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152