Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 75
________________ • શબ્દસમીપ • નાટકો લખનાર રવીન્દ્રનાથનાં બધાં નાટકો ‘નાટક'ની પ્રચલિત વિભાવનામાં બેસતાં નથી; આમ છતાં આ બધાં વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ રવીન્દ્રનાથ ઠાકુરને એક અગ્રણી નાટ્યકાર ઠેરવે તેવાં છે ખરાં. કવિવરે પોતાની જીવન-ફિલસૂફી રૂપકાત્મક નાટકના ઘાટમાં ઉતારી છે. આ પ્રકારનાં નાટકો લખનાર કોઈ પુરોગામી, સાહિત્યજગતમાં શોધ્યો જડતો નથી. રવીન્દ્રનાથનાં રૂપકાત્મક નાટકોમાં ‘રાજા ' એ અત્યંત સૂક્ષ્મ અને એટલું જ આકર્ષક નાટક છે. ‘કુશજાતક’ નામના બૌદ્ધ જાતકની કથા-માટીમાંથી રવીન્દ્રનાથે મનોરમ વસ્તુ-મૂર્તિ ઘડી છે; એક સામાન્ય કથાને ગૂઢ, આધ્યાત્મિક ધ્વનિ ધરાવતી, સુગ્રથિત કથામાં પલટી નાખી છે. ‘રાજા'ના કથાવસ્તુ સાથે, 2-2 de l 'The Confessions', Stre-ul 'The Vita Nuova', વિલિયમ બ્લેકના ‘The Marriage of Heaven and Hell' અથવા ફ્રાંસિસ થૉપ્સનના ‘The flound of leaven’ સાથે થોડું સામ્ય છે, પણ ‘રાજા'ના કથાવસ્તુ પર એ કેનો કશો પ્રભાવ નથી. કવિવરનાં આ પ્રકારનાં નાટકોની મેટરલિકનાં static theatreના ખ્યાલને વ્યક્ત કરતાં પ્રતીકાત્મક નાટકોની સાથે સરખામણી કરવામાં આવે છે. ખુદ રવીન્દ્રનાથે પણ આ નાટ્યસર્જકની અસર તળે આ નાટકો રચાયાની વાત કરી છે. ‘રાજા’ અને ‘ડાકઘર' કરતાં રવીન્દ્રનાથનાં બીજાં નાટકો મેટરલિકની વધુ નજીક લાગે છે. પરંતુ મેટરલિંકમાં નાટ્યવસ્તુ એ માત્ર વિચારની ભૂમિકા ઉપર રહે છે; જ્યારે રવીન્દ્રનાથ ઠાકુર નાટ્યવસ્તુને વિચારની સાથોસાથ ક્રિયાની ભૂમિકા પર - dynamic level પર - લાવીને મૂકે છે. મેટરલિકે પ્રયોજેલું રૂપક ઘણી વાર કોઈ સંવેદનશીલ બાળકના તરંગ જેવું લાગે છે તેમજ એણે આલેખેલું રહસ્ય કૃતિમાંથી સ્વયંભૂપણે પ્રગટ થતું નથી, જ્યારે રવીન્દ્રનાથનું નાટક વાસ્તવિક જીવન સાથે ગાઢ અનુસંધાન ધરાવે છે. કવિનો એક પગ ધરતી પર છે અને એથી જ philosophical abstractionને વાસ્તવિક જીવન સાથે તેઓ સાંધી દે છે. ‘રાજા'માં ધરતી અને સ્વર્ગ જોડાય છે. કાલિદાસે ‘શાકુંતલ'માં જુદી રીતે અને વધુ કલાત્મકતાથી ધરતી અને સ્વર્ગનું મિલન સાધ્યું છે. 0 ૧૩૮ ] • રાજા [કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર] • રવીન્દ્રનાથ ઠાકુરનાં નાટકોમાં એમની ‘જીવનદેવતા' વિશેની ફિલસૂફીનું જ પ્રફુલ્લન જોવા મળે છે.* કવિવરની સત્યના આવિષ્કારની પદ્ધતિ અપૂર્વ છે, તેટલી જ સહજ અને મનોહર પણ છે. કવિતાની કમનીયતા અને પ્રકૃતિદર્શનનો અખૂટ અસબાબ એમના આ સર્જનમાં સવિશેષ પ્રતીત થાય છે. આત્મા-પરમાત્મા કે માનવ-ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત સંબંધને લગતી ગંભીર પર્યુષણા પ્રેમ, મિલન, યૌવન કે ઇંદ્રિયાનંદ જેવી ઉલ્લાસસભર માનવીય લાગણીઓના સંપુટમાં ગોઠવાઈને આવે છે. અજવાળામાં પોતાના સ્વામીના રૂપને નીરખવાની આતુરતા (‘રાજા') અથવા તો બારીએથી જગતને જોતા બાળક‘ડાકઘર ')ની સાહજિકસામાન્ય વાતમાં કવિ ગૂઢ રહસ્યને છુપાવી દઈ શકે છે, કવિની વિશેષતા એ છે કે આમાંના કોઈ એક પાત્રને પોતાના દર્શનનું વાહન બનાવ્યા વગર નાટકના ઊઘડવા અને ખીલવાની સાથે-દિવસની સાથે સૂર્ય પ્રકાશની જેમ–પાત્રોને સહજપણે પ્રગટ કરતા રહે છે. ‘રાજા' નાટકના મુખ્ય પાત્ર રાજાનું અત્યંત સંકુલ અને રૂપકાત્મક પાત્ર સમજવા માટે રવીન્દ્રનાથની ફિલસૂફી સમજવી જરૂરી બનશે. રવીન્દ્રનાથે બંગાળના મધ્યકાળના વૈષ્ણવ ઊર્મિકવિઓની કવિતાનું આ કંઠ પાન કર્યું હતું. એ મધુર અને સમર્પણની ભાવના ધરાવતાં ગીતોમાં વ્યક્ત થયેલા વૈષ્ણવ મતની સાથે રવીન્દ્રનાથની શિવની કલ્પના ભળે છે. વૈષ્ણવો કૃષ્ણને કહ્યું છે તેમ રવીન્દ્રનાથ વૈરાગી શિવને ગોપાળ માને છે. કાળના ડંખ સમા દિવસોનાં ટોળાંને હાંકનાર આ મહાકાલ કોમળમાં કોમળ છે અને કઠોરમાં કઠોર પણ છે. એ * ‘મારાં સારાં-નરસાં, અનુકૂલ-પ્રતિકૂલ ઉપકરણથી જીવનને રયે જ નાર એ કવિને જ મેં મારા કાવ્યમાં ‘જી વનદેવતા' નામ આપ્યું છે. એ માત્ર મારા અહં જીવનના સમસ્ત ખંડોને એ કતા અર્પીને વિશ્વની સાથે એનું સામંજસ્ય સ્થાપી આપે છે એટલું જ નથી; હું જાણું છું કે અનાદિ કાળથી અનેકવિધ વિસ્તૃત અવસ્થામાં થઈને એણે મારી આ વર્તમાન અભિવ્યક્તિ સુધી મને લાવી મૂક્યો છે - એ વિશ્વમાં થઈને વહેતી અસ્તિત્વની ધારાની બૃહત્ સ્મૃતિ એનું અવલંબન લઈને. મારાથી અગોચરે, મારામાં રહી છે. તેથી જ જગતનાં તરુલતા પશુ-પક્ષી સાથે હું એક પ્રકારનું પુરાતન ઐક્ય અનુભવી શકું છું. તેથી જ તો આટલું મોટું રહસ્યમય વિરાટ જગત મને અનાત્મીય કે ભીષણ લાગતું નથી.' - રવીન્દ્રનાથ ઠાકુર ૧૩૯ ]

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152