________________
રાજા” |કિંગ ઑફ ધ ડાર્ક ચૅમ્બર
• શબ્દસમીપ • પ્રેક્ષકને અહીં નિરાશ થવું જ પડશે. ચેખોવ તખ્તા પર કોઈ જ વસ્તુ “માઉન્ટ' કરીને મૂકતો નથી. એનાં નાટકોને સરળતાથી રજૂ કરનાર અદાકાર અને દિગ્દર્શક ઍનિસ્તાવસ્કી આ વિશે કહે છે : “નાટ્યકૃતિમાં ચેખોવે આંતરિક અને બાહ્ય બંને સત્ય વિશે પૂર્ણ પ્રભુત્વ મેળવેલું છે. આ સુંદર, કલાત્મક, બુદ્ધિગ્રાહ્ય સત્ય આલેખીને તેણે રંગભૂમિના આંતરિક અને બાહ્ય ડોળને તોડી નાખ્યો. એ આપણી સૌથી ગાઢ પ્રકૃતિને ઓળખે છે. એ આપણા હૃદયના સૌથી વધુ ગુપ્ત ખૂણાને સ્પર્શે છે. ચેખોવના નાટકને ભજવવાનો ડોળ કરવા પ્રયત્ન કરે છે તે ભૂલ કરે છે. દરે કે એના નાટકના ભાગરૂપ બની જવું જોઈએ. એમાં એકરૂપ બનવું જોઈએ, રુધિરાભિસરણમાં બને છે તેમ સૂક્ષ્મ કળા અને છુપાયેલા ભાવને અનુસરવું જોઈએ."*
ચેખોવની રંગભૂમિ એ એનું આગવું કલાસર્જન હતું. એના “સી-ગલ’ નાટકમાં સોરિનને જવાબ આપતાં ત્રેપલિફ કહે છે, 'Let us have new forms, or else nothing at all. ઇસ્કિલસ, સોફોક્લીસ, શેક્સપિયર, મોલિયેર, શિલર અને ઇબ્સનની પેઠે કલાકાર ચેખોવ પોતાની વિશિષ્ટ છાપવાળી રંગભૂમિ રચે છે. એણે રશિયાના realistic dramaમાં ગતિશીલતા આણી. રંગભૂમિને નાટકી તત્ત્વથી મુક્ત (detheatralise) કરવા બધું જ કર્યું ! ઉશ્કેરાટભરી નાટ્યાત્મક પરિસ્થિતિથી અળગો રહ્યો. એમાંનું બધું ‘ભવ્ય' દૂર કર્યું. કૃત્રિમતાનો ત્યાગ કર્યો. નાટકને વિલક્ષણ રીતે વ્યંજનાપૂર્ણ બનાવ્યું. એના આંતરિક કાર્યને સમજવા માટે ભાવકે નાટકની સપાટી ભેદીને નીચે નજર કરવાની રહે છે. ચેખોવે થોડાં નાટકો રચ્યાં હોવા છતાં આ કલાસ્વરૂપમાં માનવ-આત્માની અભિવ્યક્તિની નવી શક્યતાઓ પ્રગટાવીને નાટ્યસાહિત્યમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એમનાં વિચાર, ભાવના, અનુભવ અને એથી ય વિશેષ ફિલસૂફીના નૂતન વિશ્વને નાટકના કલાસ્વરૂપમાં આકારબદ્ધ કરવા પ્રયત્ન કર્યો.. તખ્તાને ગાજતો રાખે તેવા નાટ્યવસ્તુવાળી અથવા પ્રતાપી પાત્રોનાં કરુણ-ભવ્ય ચિત્તઘમસાણને નિરૂપતી પશ્ચિમનાં નાટકોની અસરવાળી બંગાળી રંગભૂમિ પર રવીન્દ્રનાથની પ્રતિભા સાવ નવી જ દિશામાં પ્રયાણ આદરે છે. એમણે પ્રેક્ષકગણને રીઝવવા નાટકોની રચના કરી નહીં, પણ આવાં નાટકોથી રિઝાય એવો સજ્જ પ્રેક્ષકવર્ગ તૈયાર કર્યો. આ નાટક ભજવનારને પણ રવીન્દ્રનાથની ફિલસૂફી તેમજ સંગીત, નૃત્ય અને અન્ય કલાઓમાંથી એમને સાંપડેલી પ્રેરણા પારખવાની અનિવાર્ય જરૂર રહે છે, સરળ વ્યક્તિત્વમાં વહેતા ગહન અર્થને સમજવો પડે છે. વીસ વર્ષની વયે રવીન્દ્રનાથે ‘વાલ્મીકિ-પ્રતિભા'નો ઑપેરા લખ્યો. થોડા મહિના પછી “રુદ્ર ચંડ’ નામનું મોટા ફલકવાળું નાટક રચ્યું અને એ પછી જીવનના અંત લગી નાટ્યલેખન અને ભજવણી તે કરતા રહ્યા. ચાળીસથી પણ વધારે
'Chekhov Plays', Tr. Elastaveta Fen.
0 ૧૩૬ ]
In ૧૩૭ ]