________________
* શબ્દસમીપ
થાય છે. ઇરિનાને જીવવાનું પ્રેરક કારણ મળી રહે છે. નાટકને અંતે એ કામ કરવા માગે છે અને તે પણ જરૂરિયાતવાળા માટે. આ અવાજ ખોખરા આશાવાદનો નથી. માનવીને આધાર આપનારી બધી બાબતો તૂટી પડે, તો જીવનનો તંતુ માનવીની ચેતના સાથે અતૂટપણે ગૂંથાયેલો રહે, ત્યારે એ માનવી હારી ખાતો નથી. ચેખોવે જ કહ્યું છે –
‘My holy of holies are the human body, health, intelligence, talent, inspiration, love and the most absolute freedom-freedom from despotism and lies.'
જિંદગીની નિરાશા અને રિબામણનો અનુભવ કરતી આ ત્રણે બહેનો ‘આપણી પછી આવનારા'ના સુખને ઇચ્છે છે. આ સમય દરમિયાન તેઓએ માત્ર કામ જ કરવાનું છે. બીજું કશું ય નહીં ને કામ ! કશી ય આશા વિના કામ ! એમનો આવો પ્રયત્ન એટલે જ જીવન. માત્ર આટલા જ આશાવાદને કારણે આ નાટકને મર્યાદિત અર્થમાં ટ્રૅજી-કૉમેડી કહી શકાય. આવો આશાનો ચમકારો નાટકના વિષાદમય વાતાવરણમાં ક્ષણવાર જ ચમકી જતો લાગે છે. વળી કરુણની અસર વધારે ગાઢ એ માટે બને છે કે અહીં ઝળાંહળાં વ્યક્તિત્વોનો આશાભંગ થતો નથી, પણ સામાન્ય માનવીઓની સામાન્ય ઇચ્છાઓનો નાશ થાય છે.
ચેખોવની ખરી ખૂબી વાતાવરણ ખડું કરવામાં છે. આશા અને નિરાશા, આંસુ અને આનંદ એવી વિવિધ છાયાઓ નાટકમાં વારેવારે આવ્યા કરે છે. પરિણામે અંતે એક વાતાવરણ વાચકના મન પર છવાઈ રહે છે. બાકીનું કામ એની ગંભીર માનવતા અને કાવ્યમયતા પૂરું કરી દે છે. જીવનની વેદના એ સૂચનો અને હકીકતોથી બતાવે છે. જીવનની નાની નાની વસ્તુ અને સામાન્ય ઘટના પરથી નાટક રચતો ચેખોવ નાટકના plot દાટી દેતો લાગે છે. અહીં સ્થૂળ કાર્યનો મહિમા નથી. ભયંકર કૃત્યો અને લાગણીઓની પરાકાષ્ઠા તખ્તાની બહાર કે અંકોની વચ્ચે બની જાય છે. આ નાટકમાં આગ અને તુઝેનબાચનું મૃત્યુ એ બે અકસ્માત આવે છે. પણ શું વાસ્તવ-જીવનમાં આવા અકસ્માત બનતા નથી ? વધુ તો આવા અકસ્માતથી નાટકના કાર્યને ધક્કો મારવામાં આવતો નથી. આગથી આ ત્રણે બહેનોને કશું ભૌતિક નુકસાન થતું નથી. 7૧૩૨]
* ‘શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા
આગનું વિશેષ તો પ્રતીક લેખે મહત્ત્વ છે; જ્યારે તુઝેનબાચનું મૃત્યુ તખ્તા પર બતાવવામાં આવતું નથી. માત્ર એના સમાચાર જ મળે છે. વળી આવા દ્વંદ્વયુદ્ધના બનાવો એ વખતે બનતા હતા. [મહાન રશિયન કવિ પુશ્કિન આવા જ એક દ્વંદ્વયુદ્ધમાં માર્યો ગયો હતો.] નાટકના અગત્યના બનાવોને છુપાવવાની ચેખોવની કળા અનેરી છે. મેલોડ્રામેટિક ક્રાઇસિસને આ રીતે નિવારીને એ આંતરિક મથામણનું સતત નિરૂપણ કરતો જાય છે. સામાન્ય નાટકકાર તો નતાશાને ખલપાત્ર બનાવીને આન્દ્રેના જીવનની ટ્રેજેડી નિરૂપત ! આમ આ નાટક મેલોડ્રામા બને તેવી પૂરી શક્યતા છે, છતાં ક્યાંય મેલોડ્રામા બનતું નથી. આનું કારણ એ કે ચેખોવ આંતરકાર્યનું ગૌરવ કરે છે. શેક્સપિયર ક્યારેક બોલકણો લાગે છે, જ્યારે ચેખોવ એટલો બોલો નથી. એ શબ્દો, ધ્વનિ, સામાન્ય વિગતો, પ્રતીક, પરિસ્થિતિ અને વાતાવરણની સહાય વડે ઘણું પ્રગટ કરે છે. એ પરિસ્થિતિ પર કોઈ વિવેચન આપતો નથી. પાત્રો વડે પરિસ્થિતિ જાતે જ પોતાના પર વિવેચન કરે એવી રચના કરે છે.
આધુનિક નાટકોના સ્થાપક ઇબ્સનની માફક ચેખોવ એની નાટ્યકૃતિઓમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ કરે છે. જે સર્જકને પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય અને તે સાથે પોતે મૂકેલી વાતને વાચક સમજી શકશે એવો આત્મવિશ્વાસ હોય તેઓ જ આનો સમર્થ રીતે ઉપયોગ કરી શકે છે. ચેખોવે ‘શ્રી સિસ્ટર્સ’ લખ્યું ત્યારે એ રોગથી પીડાતો ક્રિમિયામાં વસતો હતો. રશિયનોને મૉસ્કોનું અનેરું આકર્ષણ હોય છે. ચેખોવના ‘ધ લેડી વિથ ધ ડાંગમાં મૉસ્કોના આકર્ષણની અને ‘વાન્યા’માં વાન્યાની વતન જવાની નિષ્ફળ ગયેલી આશાની વાત છે. આ નાટકમાં ત્રણ બહેનો કોઈ પણ રીતે મૉસ્કો જવા ચાહે છે. ઇરિના એક સ્થળે કહે છે : ‘અહીંનું ઘર વેચી, બધી બાબતોનો અંત આણી મૉસ્કો જવું છે.' અહીં મૉસ્કોના પ્રતીક દ્વારા એક સંસ્કારી સમાજમાં જવાની ભાવના વ્યક્ત થાય છે. પોતાની બાલ્યાવસ્થાનો
એ પ્રદેશ, અગિયાર વર્ષ પહેલાં છોડેલું એ મૉસ્કો આ બહેનો માટે ગુમાવેલું સ્વર્ગ-Lost Paradise− છે. પરંતુ નાટકને અંતે તો બહેનોની મૉસ્કો પહોંચવાની આશા વધુ ઝાંખી બને છે."
*. ઈ. સ. ૧૯૪૧ની એકવીસમી જૂને ચેખોવનું આ નાટક ‘મૉસ્કો આર્ટ થિયેટરમાં ભજવાયું, બીજે જ દિવસે હિટલરે રશિયા પર આક્રમણ કર્યું. એને પણ ત્રણ બહેનોની પેઠે મૉસ્કો પહોંચવાનું અઘરું જ લાગ્યું !
*
] ૧૩૩]