________________
• શબ્દસમીપ • મોટી બહેન ઓલ્ગાના જીવનમાં પ્રેમ પહોંચી શકે તેમ નથી. પ્રેમને માટે વલખાં મારવાં એ એને અનુચિત લાગે છે. વચેટ બહેન માશા નાની ઉંમરે એક શિક્ષકને ચતુર સમજી પરણી, પણ તેનો ભ્રમ ભાંગી પડે છે. કરુણતા તો ત્યાં છે કે એનો પતિ કુલિગિન એના વિશે વારંવાર *I am content, content, content !' કહ્યા કરે છે, ત્યારે માંશા એના પતિ વિશે ‘Bored, bored, bored” કહ્યા કરે છે. માશાનો પ્રેમી વેલ્શિનિન એક વિષાદપૂર્ણ પ્રેમી છે. એ કહે છે : “આપણે સુખી નથી અને સુખી થઈશું પણ નહીં. આપણે તો એની ઝંખના જ કરવાની છે.' આ વિષાદ કદાચ વેશિનિનના અંગત જીવનમાંથી પણ આવ્યો હોય. એ એવી પત્નીને પરણ્યો છે કે જેને માટે ઝેર ખાવું એ જ એકમાત્ર આનંદનો વિષય છે. વેર્શિનિનને દુ:ખ એ છે કે પોતે પોતાનાં બાળકોને તંદુરસ્ત માતા ન આપી શક્યો. ઉમદા વિચારો ધરાવતા આ માનવીના જીવનમાં બધું ઊણું છે. ત્રણસો વર્ષ પછી આવનારી જિંદગીનાં સુખમય સ્વપ્નાં નિહાળતો વેર્શિનિન પોતાની ચોપાસ ટુકડેટુકડા થઈ જતા જીવનને જોતો નથી. સૌથી વધુ વેદનાબોજ સહેતી ઇરિનાને જીવન કીડાએ કોરી ખાધેલા છોડ સમું લાગે છે. એને એનો વ્યવસાય પસંદ નથી અને ચીસ પાડી ઊઠે છે કે એનાથી એની બુદ્ધિ મંદ પડતી જાય છે. ઇરિના બળે બેને તુઝેનબાચને ચાહવા જાય છે, પણ ચાહી શકતી નથી. માત્ર મોસ્કો જવાની આશાએ એની સાથે લગ્ન કરવાની હોય છે અને લગ્નને આગલે દિવસે તુઝેનબાચ માટે ઘાતક નીવડનાર દ્વયુદ્ધ થાય છે. વંદ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિના પાસે તુઝેનબાચ આવે છે ત્યારે ઇરિના કહે છે : ‘હું મારી જિંદગીમાં ક્યારેય પ્રેમમાં ન હતી. ઓહ ! હવે તો પ્રેમનાં સ્વપ્નાં સેવું છું. ઘણા વખતથી રાત-દિવસ પ્રેમનાં સ્વપ્નમાં રાચું છું. પણ મારો આત્મા, જેની ચાવી ખોવાઈ ગઈ છે એવા બંધ પિયાના જેવો છે !' વિદાયવેળાની આવી ગૂંગળામણભરી પરિસ્થિતિ ચેખોવ જ આલેખી શકે. તુઝેનબાચ ધ્વંદ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિના પાસે કૉફી પીવાની ઇચ્છા વ્યક્ત કરે છે, પણ એની આવી મામૂલી ઇચ્છા થ સંતોષાતી નથી. ઇરિના કહે છે કે પાનખર જ છે ને શિયાળો આવશે. એ વસંતની તો વાત જ કરતી નથી ! આ પાનખર ગામડામાં નથી, જેનું બધું આગમાં હોમાઈ ગયું છે તેમને ત્યાં નથી, પરંતુ એ તો ઇરિનાના હૃદયમાં છે. મૉસ્કો યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસર થવાનું સ્વપ્ન સેવતો ત્રણે બહેનોનો
0 ૧૨૮ ]
• “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • ભાઈ આજે જુગારી બની, ઘર ગીરે મુકીને માત્ર ડિસ્ટ્રિક્ટ-કાઉન્સિલના સભ્ય બનવામાં સંતોષ માને છે. ચોથા અંકમાં એની બહેન માશા એને વિશે સાંપડેલી નિરાશા દર્શાવતાં કહે છે, ‘હજારો માનવીઓના અથાગ યત્ન અને ધનને પરિણામે એક ઘંટ બનાવ્યો હોય અને તે એકાએક, કશા ય કારણ વિના પડીને ચૂરેચૂરા થઈ જાય તેવું આ વિશે બન્યું છે.' સાઠ વર્ષનો દાક્તર શૈભુતિકિન નકામા છાપામાંથી નોંધ ટપકાવે છે. આ કામમાં એ એનું થોડુંઘણું વૈદક પણ ભૂલી જાય છે. આ બહેનોની માતાને ચાહનારો શૈભુતિકિન સૌથી નાની બહેન ઇરિના માટે પણ આવી લાગણી ધરાવે છે ! શંભુતિકિનને તો પોતે હાથપગ ચલાવતો હોવા છતાં જીવતો હોય તેમ લાગતું નથી.
રૂઢ અર્થમાં ખલપાત્ર કે કુટિલ પાત્ર ચેખોવના નાટક કે નવલિકામાં મળતાં નથી. પરંતુ સાહજિ ક પાત્રચિત્રણમાં જ કુટિલતાનું નિરૂપણ મળે છે. આ નાટકમાં નતાશા એ પ્રકારનું પાત્ર છે. નોકરો પર ચિડાતી તથા સમારંભના આનંદનો નાશ કરનારી આ નારીમાં પ્રાકૃતતા, સ્વકેન્દ્રિતતા અને અસંસ્કારિતા દેખાય છે. પ્રોઝોરોવ કુટુંબને એક ઓરડામાંથી બીજા ઓરડામાં ધકેલતી નતાશા અંતે આખા કુટુંબને બહાર કાઢી મૂકે છે. બીજા અંકમાં પોતાના બાળક બોબિકને સારો ઓરડો મળે, તે માટે ઇરિનાને ઑલ્ગાના ઓરડામાં ફેરવવાની યોજના કરે છે. લાગણીને નેવે મૂકીને માત્ર સ્વાર્થની દૃષ્ટિએ તોલ કરતી નતાશા ત્રીજા અંકમાં નકામી થઈ ગયેલી ઘરડી નોકરડી અનફીસાને કાઢી મૂકવાની વાત કરે છે. આ જ અંકમાં નાટ્યકાર ચેખોવ એક અનોખું દૃશ્ય આપે છે. નતાશા મીણબત્તી લઈને કશું જ બોલ્યા વગર પસાર થઈ જાય છે. આ સમયે માશા કહે. છે : “એ એવી રીતે જાય છે કે જાણે એણે જ આગ ચાંપી હોય !' આ વાત કેટલી સૂચક છે ! નતાશાએ ગામનાં ઘરોમાં નહીં, પણ આ પ્રોઝોરોવ કુટુંબની નાની મલીને તો લાહ્ય લગાડી જ છે. છેલ્લા અંકમાં ઑલ્ગા અને અનફીસા સરકારી મકાનમાં રહેવા જવાની તૈયારી કરતાં દેખાય છે. ઇરિનાને રાચરચીલાના ઓરડામાં રાખવામાં આવે છે. પોતાની સોફી માટે એ આન્દ્રનો ખંડ બદલવા ચાહે છે. આ સોફી એ કદાચ પ્રોટોપોપોવનું બાળક હોવાથી આખાય પ્રોઝોરોવ કુટુંબને હાંકી કાઢવાનું નતાશાનું કામ પૂરું થાય છે. નાટકના અંતમાં ઘરની બહાર બગીચામાં બન્ને બાબાગાડીમાં બાળકને ફેરવતો હોય છે. નતાશા ઘર
0 ૧૨૯ ]