________________
• શબ્દસમીપ • બહારનાં વૃક્ષો અને છોડીને કાપી નાંખવા ચાહે છે. ત્રણ અંકોની કાર્યભૂમિ ઘરમાં રાખીને છેલ્લો ચોથો અંક ઘરની બહાર યોજવામાં ચેખોવની સૂક્ષ્મ કલાસુઝ પ્રગટ થાય છે. અંતે થતો નતાશાનો વિજય એ દુરિતનો વિજય છે એમ સ્વીકારવું પડશે.
આ આખાય નાટકનો ધ્વનિ છે : “It's all the same.' પોતાની આશા સફળ ન થાય, ત્યારે પાત્રો આમ કહીને મને વાળી લે છે. આશાનો જ્વાળામુખી પર વારંવાર પગ મૂકીને ઉઠાવી લેતા લાગે છે. શૈબુતિકિન માને છે કે પોતે પાછો આવે તો ય ઠીક અને ન આવે તો ય ઠીક. શિક્ષક કુલિગિન માને છે કે મૂછ હોય તો ય ઠીક અને ન હોય તો ય ઠીક, મોસ્કો જવાની તીવ્ર ઝંખના ધરાવતી ઑલ્ગા અંતે મૉસ્કો જવાનું પસંદ કરતી નથી. નાટ્યાંતે ‘આપણે જીવવું જોઈએ? એવો આશાનો સૂર ઉચ્ચારાય છે, ત્યારે શૈભુતિકિન “It's all the same થી જવાબ વાળે છે. અહીં પ્રણયની ઝંખના છે, પણ ઇરિના અને તુઝેનબાચ એને શબ્દોમાં પણ મૂકી શકતાં નથી. લગ્ન અને મિલનની લેશમાત્ર આશા વિના વિખૂટાં પડવાનું છે. ભંગાર બની જતી આશાઓ અને વણછીપી લાલસાઓ ભાવકના ચિત્ત પર વિષાદની ઘેરી છાપ પાડે છે.
આમાં ય નાટકનું સૌથી વધુ કરુણ દૃશ્ય તો નાટકનો અંત છે. ત્રણે બહેનોનાં જીવનની એકલતાને ઓછી કરનારા લશ્કરના માણસો ગામડું છોડીને જઈ રહ્યા છે અને ફરી એમનાં જીવનમાં સર્વત્ર રિક્તતા વ્યાપી રહી છે. મૉસ્કોનો સૂર્યપ્રકાશ પામવાની આશા વધુ ને વધુ દૂર ગઈ છે. ગૂગલના અવાજ સાથે લશ્કર પ્રયાણ આદરે છે. તુઝેનબાચના મૃત્યુના હૃદયભેદક સમાચાર મળે છે. સ્વપ્નશીલ વેર્શિનિન કશું કર્મ કરતો નથી. કર્મશીલ તુઝેનબાચ હણાય છે. શૈબુતિકિનને તો પોતે જીવે છે કે કેમ તે જ પ્રશ્ન છે. ઑલ્ગા સંગીતમાં જીવન જીવવાની ઝંખના જુએ છે : સહેજ વધારે સંગીતની છોળ ઊડે તો આપણે કેમ જીવીએ છીએ તે સમજી શકાય ? માથાના જીવનને કંઈક શાંતિ આપનાર વેર્શિનિન વિખૂટો પડી રહ્યો છે અને એને ફરી કુલિગિન સાથે આ કરું જીવન ગાળવાનું છે. એ કહે છે કે આપણે જીવવું જ જોઈએ. જ્યારે ઇરિના કહે છે : ‘આપણે કામ કરવું જોઈએ, માત્ર કામ !' ઇરિના નિશાળમાં શિક્ષિકા તરીકે જવાની વાત કરે છે. પણ એ સાથે એમ થાય છે કે શું એ ય લ્ગાની જેમ
_ ૧૩૦ .
• “શ્રી સિસ્ટર્સ'ના સર્જકની કલા • કંટાળી તો નહીં જાય ને ? આ રીતે સંગીતના વિલયની સાથોસાથ બહેનોની આશાનો વિલય થતો લાગે છે. આ બહેનોને માટે આવી રિક્તતા મૃત્યુ કરતાં ઓછી દુઃખકર નથી.
કલા એ કોઈ ધર્મપુરુષ કે કર્મપુરુષની પેઠે નહીં પણ પોતાની સત્યમયતાથી આશ્વાસન આપે છે. અહીં કોઈ એકાદા ગૌરવશાળી પાત્રના પતનની કરુણતા આલેખી નથી, પણ સમગ્ર માનવજીવનની કરુણ ગાથા આલેખી છે. માત્ર ત્રણ બહેનોની જ ટ્રેજેડી નથી. આન્દ્ર, બેરન તુઝેનબાચ અને વેશિનિનની પણ એ ટ્રેજેડી ગણાય. પ્રણયને કેન્દ્રમાં રાખીને ય જુદી જુદી ટ્રેજેડી સર્જાય છે. તુઝેનબાચ તત્કાલીન પરિસ્થિતિ વિશે જે કહે છે તે આ ટ્રેજેડીને બરાબર લાગુ પડે છે. એ કહે છે :
"To-day there are no torture chambers, no executions, no invasions and yet, how much suffering !
આ નાટકમાં કરુણતા અને વિધિની વક્રતા સાથોસાથ આલેખાય છે. એકમાત્ર તુઝેનબાચ સિવાય કોઈનું મૃત્યુ થતું ન હોવાથી નાટક રૂઢ અર્થમાં ટૂંજે ડી નથી. પણ અહીં આલેખાયેલું એકલવાયું, અસાર અને વિષાદપૂર્ણ જીવન એ મૃત્યુ કરતાં ય કારમું છે. આજનાં અંબ્સર્ડ નાટકોની પેઠે ચેખોવ જીવનને સાવ વાહિયાત હોવાનું માનતો નથી. એ આશાનો ગોકીરો કરતો નથી, પણ જીવનની અસારતા અને મૃગજળ સમી આશાઓ બતાવતાં ય દૂર દૂર ક્ષિતિજમાં આશાનો ઉષ:પ્રકાશ બતાવે છે. અનેક વ્યર્થતા વચ્ચે પણ જીવન તો છે જ.
જીવનને નિઃસાર માનતી ઓલ્ગાને અંતે જીવનના જયનો આછો વિજયનાદ કરતી ભરતીના અવાજો સંભળાય છે. વૈશિનિનને ત્રણસો વર્ષ પછી સુખમય બનનારી દુનિયાનાં સ્વપ્નાં આવે છે, તો બેરન તુઝેનબાચ ગામ બળી જતાં ઇંટવાડામાં જઈને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ઇંટવાડો એ નવસર્જનનું પ્રતીક છે. આ કર્મશીલ માનવી દ્વયુદ્ધમાં જતાં પહેલાં ઇરિનાને કહે છે ‘મને એમ લાગે છે કે હું મરી જઈશ પછી એક યા બીજી રીતે જીવનમાં ભાગ ભજવતો રહીશ.’ બંને કર્મયોગની ભાવના ધરાવે છે અને તે પણ બીજાને માટેના કર્મયોગની, તુઝેનબાચના કર્મયોગનો પવિત્ર ન્યાસ ઇરિનામાં સંક્રાન્ત
nિ ૧૩૧ ]