Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 77
________________ • શબ્દસમીપ • કોશલ વગેરે દેશના રાજાઓ આવે છે. આ સમયે રાજા એની ખબર લેવા ય આવતા નથી. સુદર્શના એની દાસી સુરંગમાને એના રાજાની કઠોરતા વિશે કઠોર શબ્દોમાં સંભળાવે છે. વિપત્તિને સમયે પાર્થિવ રાજાઓની માફક એને સદેહે બચાવવા નહીં આવનાર રાજા વિશેની એની શ્રદ્ધા ડગી જાય છે. છેવટે બીજા રાજાઓને હરાવીને ચાલ્યા જનારા આ રાજાને સુદર્શના ‘વીરત્વનો ડોળ કરનાર’ કહે છે. અશ્રદ્ધાથી ભરેલી રાણીનું માનસ કસોટીમાં તવાઈને પરિવર્તન પામે છે. સુદર્શનાનો આત્મા શાશ્વત સૌંદર્યને ‘નજરે ” નીરખવા માટે નહીં, પણ એને પામવા, માણવા કે એમાં લીન થવા માટે કાંચનશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થાય છે. યાતના અને પરિતાપને પરિણામે જ શાશ્વત સૌંદર્ય પમાય છે. કાળાશ જોઈને ડરનારી સુદર્શનાને કાળાશના રૂપની ખબર પડે છે. રાજાની વાટ જોતાં જોતાં મૃત્યુને ભેટવા તૈયાર થયેલી સુદર્શના કહે છે– ‘ભલે મૃત્યુ આવતું, આવવા દો – તે તમારા જેવું જ કાળું છે, તમારા જેવું જ સુંદર છે, તમારી પેઠે જ તેને પણ મન હરી લેતાં આવડે છે. તે તમે જ છો, તમે જ છો.' સુવર્ણના બનાવટી રૂપનો ખ્યાલ આવતાં સુદર્શના એની આંખે બાઝેલી રૂપની કાળપ રાજાના કાળા રૂપમાં ડુબાડીને ધોવા ચાહે છે. એનું ‘હું ” મરી જાય છે. રાણીનો મહિમા એના મનમાંથી સરી જાય છે. એ દાસી પાસે આશીર્વાદ માગે છે અને હવે ઇચ્છે છે - • રાજા કુકિંગ ઓફ ધ ડાર્ક ચૅમ્બર) • મહિમા અગાઉ કેટલી ય વાર ગાતી હતી તે – છોડાવીને દાસીનો પોશાક પહેરાવી હળવી ફૂલ જેવી બનાવી તે માટે રાજા તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. હવે તો એ અનુભવે છે - ‘આમિ તોમાર પ્રેમેર પત્ની એઇ તો આમાર માન.' ‘હું તમારી પ્રેમપાત્ર પત્ની છું, એ જ મારું માન છે.” ગર્વનું આવરણ દૂર થતાં સુદર્શનાનું આજ લગી ઢાંક્યું રહેલું અનોખું રૂપ પ્રગટ થાય છે. રાજાને એ સાચે રૂપે ઓળખે છે. સુદર્શના કહે છે‘સુદર્શના : મારા પ્રમોદવનમાં, મારા રાણીના ખંડમાં મેં તમને જોવાની ઈચ્છા કરી હતી એટલે જ તમે મને આવા વિરૂપ લાગ્યા હતા ત્યાં તમારા દાસનો અધમ દાસ પણ તમારા કરતાં આંખને વધારે સુંદર લાગે છે. તમને એ રીતે જોવાની ઇચ્છા હવે લગારે રહી નથી, તમે સુંદર નથી, પ્રભુ, સુંદર નથી; અનુપમ છો. હવે જીવાત્મા અને પરમાત્મા નોખા રહ્યા નથી, માનવ ખાત્મા અને શાશ્વત પર માત્માનું મિલન ૨ચાયું છે અને તે ય કેવું ભવ્ય મિલન ! રાજા : તારામાં જ મારી ઉપમા રહેલી છે. સુદર્શના : જો હોય તો તે પણ અનુપમ છે. મારામાં તમારો પ્રેમ છે, તે પ્રેમમાં જ તમારી છાયા પડે છે, તેમાં જ તમે તમારું પોતાનું રૂપ પોતે જોવા પામો છો. એમાં મારું કશું નથી, એ તમારું જ છે. રાજા : આજે આ અંધારા ઓરડાનાં દ્વાર તદન ખોલી નાખું છું. અહીંની લીલા પૂરી થઈ. ખાવ, હવે મારી સાથે ખાવ, બહાર ચાલ – પ્રકાશમાં. સુદર્શના : જતા પહેલાં મારા અંધકારના પ્રભુને, મારા નિષ્ફરને, મારા ભયાનકને પ્રણામ કરી લઉં.’ આ મિલન અંધારા ઓરડામાં જ થાય છે. માનવઆત્મા એના અંતરાત્મામાં જ -અંધારા ઓરડામાં – ઈશ્વરને પેખી શકે છે, પામી શકે છે. અંધારો ઓરડો અને એના પ્રભુનું કાળું સૌંદર્ય માત્ર જીવનરહસ્ય જ ગોપવીને બેઠું નથી. આ 0 ૧૪૩ ] ‘પેલા અંધારા ઓરડામાંની ઇચછા-જોવાની નહીં, નીર ખવાની નહીં, માત્ર ગંભીરમાં પોતાને છોડી દેવાની ઇચ્છા ! સુરંગમા, તું એવો આશીર્વાદ આપ જેથી...' રાજાની રાહ જોતી સુદર્શના આખી રાત બારી પાસેની ધૂળમાં આળોટતી આળોટતી ૨ડી. મદને ઓગાળી નાખતા વીણાના સૂરને સાંભળી રાણી વિચારે છે કે જે નિષ્ફર હોય એના કઠોર હાથે આવો કાલાવાલાભર્યો સ્વર વાગે ખરો ? રાણી રથમાં બેસીને રાજા પાસે પાછી ફરવા માગતી નથી. જે માર્ગે થઈને રાજાથી દૂર આવી તે માર્ગની બધી ધૂળ પોતે ખુંદી વળશે ત્યારે જ પોતાનું પ્રયાણ સાર્થક ગણાશે, એમ એને લાગે છે. પોતાને રાણીનો પોશાક – જેનો ૧૪૨ ]

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152