Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 47
________________ • શબ્દસમીપ • ‘સ્ત્રીકેળવણી' વિશેના નિબંધમાં નર્મદ કહે છે – કેળવણી પામેલું સ્ત્રીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી. જેમ જેમ તે વપરાય છે તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે.” આવી જ રીતે ગ્રંથ કારે ટેકીલા થવું જોઈએ એ વિશેની નર્મદની વાત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ છે ! એ કહે છે - દલગિરીની વાત છે કે આજ કાલ લોકમાં ગ્રંથો વાંચવાની સક્તી તથા રૂચી ન હોવાથી ગ્રંથની છપાઈનો પણ ખરચ નિકળતો નથી. તારે શું કરવું ? જડ શેઠિયાંઓની ખુશામત કરી ગ્રંથ વેચવા ? ના, ના. ખુશામત કરી ગ્રંથ વેચવાના કરતાં ગ્રંથ લખી રાખી ન છપાવવા એ વધારે ડહાપણભરેલું છે. કેટલાએક સ્વારથી ગ્રંથ કારો બાના બતાવે છે કે રૂચી કરાવવાને ખુશામત કરવી જોઈએ. હમે કહિએ છે કે ખુશામત કરી રૂચી કરાવવાના કરતા ટેકમાં ૨હી ઘટતે સાધને રૂચી કરાવવામાં સંથકારને માન છે. * નર્મદનું ગદ્ય ક્યાંક અણસરખું વહે છે. ક્યાંક શિખામણના બોજવાળું, તો ક્યાંક સુઘડતાનો અભાવ ધરાવતું લાગે છે. તેની સીમિત કલ્પનાશક્તિને કારણે એના ગદ્યમાં લાલિત્યની ખરેખરી ખોટ વરતાય છે, આમ છતાં અગાઉના ગદ્ય કરતાં એના ગદ્યમાં ઘણી વ્યવસ્થિતતા છે. ઉત્સાહી અને ભાવવાહી એવું એનું આ ગદ્ય સ્વયંભૂ પ્રગટેલું છે. આડંબરી સંસ્કૃત વાણીને સ્થાને એણે રૂઢ, રમતિયાળ અને મર્માળી ભાષા પ્રયોજી તેના વિકાસની અપાર શક્યતાઓ દર્શાવી છે. સમર્થ ગદ્યકાર તરીકે, પત્રકાર તરીકે અને પ્રયોગશીલ અગ્રયાથી (Pioneer) તરીકે, સાહિત્યમાં તે ચિરંજીવ સ્થાન પામેલો છે. એની વ્યાખ્યાનશૈલીના નિબંધોનું સાતત્ય એના સમકાલીનો ઉપરાંત પછીની પેઢીના મણિલાલ નભુભાઈ અને બળવંતરાય ઠાકોર સુધી વિસ્તરેલું છે. ‘ઇન્ડિયન ઓપિનિયન 'માંનાં ગાંધીજીનાં લખાણોમાં પણ નર્મદના ગધ-સંસ્કાર દેખાય છે. એમાં નર્મદ જેવી રુક્ષતા, તળપદી ભાષા અને ઉબોધનશૈલી મળે છે. - નર્મદના વિચારપરિવર્તનની સાથોસાથ એની શૈલી નવો વળાંક ધારણ કરે છે. એને પોતાના સહકાર્યકર્તાઓમાં દંભ, કાયરતા અને છેતરપિંડી દેખાય છે અને સાથોસાથ ‘રાજ રંગ' લખ્યા પછી એની જીવન વિશેની દૃષ્ટિ વિશાળ, ઊંડી અને તત્ત્વને સ્પર્શનારી થાય છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાથી થતા a ૮૨ ] • ગુજરાતી ગદ્યનું પ્રભાત • ગેરફાયદા એને દેખાય છે. પોતે અત્યાર સુધી જેને સુધારો કહેતો હતો, તે ખરો સુધારો નથી, પણ સંસ્કૃતિના પુનરુદ્ધારમાં સાચો સુધારો રહેલો છે એવું એને પ્રતીત થાય છે. એ અડગ સત્યવીર હતો, તેથી પોતાના નવા વિચારોની નિંદા થશે તેની પરવા કર્યા વગર એને આચારમાં મૂકવા તત્પર થયો. એણે પોતાની નવી નીતિ જાહેર કરી. સ્વધર્મ'નું સંરક્ષણ ને ન્યાયબુદ્ધિનું બ્રાહ્મણબુદ્ધિનું મહાભ્ય અને માત્રબુદ્ધિનું ઔદાર્ય એ અમારું મત છે.' એમ કહીને તે ‘ૐ સાબુ સદાશિવ' બોલતો નિવૃત્તિધર્મ સ્વીકારે છે અને સંરક્ષ કે પક્ષની સ્થાપના કરે છે. આ માટેનાં એના ધર્મવિચાર "નાં લખાણોમાં નર્મદના ગદ્યની બીજી વિશિષ્ટતા દેખાય છે. શાંત, સ્વસ્થ અને પક્વ બુદ્ધિનો ઠરેલ નર્મદ જોવા મળે છે, આ લખાણોમાં નર્મદમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં પક્વતા, પ્રૌઢિ અને શાસ્ત્રજ્ઞાનના સંસ્કાર જોવા મળે છે. આરંભની શૈલીની સ્વાભાવિક તાજગીને બદલે આ નિબંધોની શૈલી ક્યાંક કૃત્રિમ કે આડંબરી બની રહે છે, પરંતુ એના ગદ્યમાં સુગ્રથિતતા, સુઘડતા અને સૂત્રાત્મકતાની છાપ ઊપસી આવે છે. પોતાના પ્રથમ નિબંધ “મંડળી મળવાથી થતા લાભ ' (ઈ. સ. ૧૮૫૦)માં ‘સભાસદ ગૃહસ્થોને’ ઉદ્દે શીને બોલનારો નર્મદ ‘આયર્બોધન' (ઈ.સ. ૧૮૮૨) નિબંધમાં ‘આર્મબંધુ 'ઓને નહીં, બલ્ક ‘ભો આર્ય !'ને ઉદ્દેશીને કહે છે “જાણ, અનેક નિયમપાલણમાં જે આ મનુષ્ય – સંસારનાં તેના કરતાં પરલોકનાં તે જ ઉત્તમ છે. જે બુદ્ધિ આ સંસારના જ અર્થકામમાં મગ્ન તે અધમ, પછી ગમે તેવી તે દેખીતી બળવાળી રાક્ષસી હોય; જે બુદ્ધિ આ સંસ્થાને જોઈ ઉદાસી રહી ઈશ્વર ભણી લક્ષ રાખે ને સંસારી અર્થ કામમાં શુભ નિયમે માત્ર કર્તવ્ય કરે તે માધ્યમ, પછી ગમે તેવી નબળી સ્થિતિમાં મનુષ્યને દાખવે તોપણ; અને જે બુદ્ધિ સંસારથી અલગ કરી ઈશ્વરપ્રાપ્તિના નિત્ય ઉદ્યોગમાં રાખે તે ઉત્તમ છે. આ સંસાર અધિ-ઉપાધિએ દુઃખ દેનારો, ભોગને માટે લલચાવી પછી રોગ આણનારો એવો છે. વિદ્યા પણ તે જ ઉત્તમ કે જે ઈશ્વરપ્રાપ્તિ કરાવે...” “જાણ, સિદ્ધાંત કે જે કofસ તથા મતિ તાયT નાચT, જે જે પ્રકારે થવાનું છે તે તે પ્રકારે થશે, બીજે પ્રકારે નહિ. માટે ધીરો પડ ને ધીરજ ન રહે અને ભોગની જ ઇચ્છા છે તો સત્કર્મનું અનુષ્ઠાન કર; ભાગ્ય હશે તો આ 0 ૮૩ 1.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152