________________
• શબ્દસમીપ • છે. શશીને ઘરડા ઘુવડ સાથે પરણાવી તે વિધવા થઈને બેઠી છે. તે ત્યાં રડે. સુવણના પણ એ જ હાલ. સ્ત્રીઓને તો એમણે રિબાવી જ છે. મારે આથી
વધારે કશું કહેવાનું નથી. ચન્દ્રવદન મહેતા : તમે જઈ શકો છો મંજરીદેવી. નામદાર ! આ સાક્ષીની કેફિયત
સાંભળી હું ગળગળો થઈ ગયો છું. આગળ મારાથી કશું કહી શકાય એમ નથી.
આ જ રીતે યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ સામે આક્ષેપો મૂકવામાં આવે છે. એમની નવલકથાનું શિથિલ વસ્તુવિધાન, બોધાત્મક આલેખન, વિષય તરીકે બધી વાર્તાઓમાં પ્રેમના આલેખનથી આવતું એકસુરીલાપણું જેવા આક્ષેપો મુકાય છે. ‘ભારેલો અગ્નિમાં ઇતિહાસને બાજુએ મૂકવાનો આરોપ મુકાય છે. ગણિકા અંજનીનું પાત્ર પોતાની કેફિયત આપીને આક્ષેપોની ધાર તેજ કરે છે. અદાલતમાં કેસ રજૂ કરતી વખતે એ સર્જકની પ્રકૃતિ, પહેરવેશ અને એમની વિચારધારાનો પણ માર્મિક ઉલ્લેખ મળે છે. શ્રી વિજયરાય વૈધ અંગે શ્રી ૨. વ. દેસાઈની નવલકથાનું પાત્ર કોકિલા કહે છે – કોકિલા : હું કોકિલા હોઈશ, તેથી એ કંઈ ઓછા જ કોકિલ કરે છે ? નહીં
પરણવાનાં મારે તો એની સામે અનેક કારણો છે. સૌથી મોટું તો એ છે કે એમને મનુષ્યોની ભાષામાં વાતચીત કરતાં જ નથી આવડતી. બાણભટ્ટ અને જ્હોન્સન જેવાના સમાસોની ભાષામાં એ વાતો કરે અને તદ્દન ક્લિસ્ટ, ન સમજાય તેવી શૈલીમાં એ કાગળો લખે તો મારે તો જીવતું મોત જ થઈ પડે ને ? અને એવી આડંબરી શૈલીના આ લખનાર મારી નિરાડંબરી ભાષાની
આંતરવ્યથા તો સમજે પણ નહી. ચન્દ્રવદન મહેતા : એ સિવાય કોઈ બીજું કારણ ? કોકિલા : મેં કહ્યું તેમ એવાં તો ઘણાં કારણો છે અથવા તો એમને પરણવા માટે મારી
પાસે એકેય કારણ નથી એમ કહું તોય ચાલે. ટૂંકમાં, એ તામસી પ્રકૃતિના છે અને ક્રોધમાં આવે ત્યારે હાથ કરડવાનાં અને હાથ બાળવાનાં એમનાં સાહસો પણ જાણીતાં તો છે જ. હાય, હાય, હું એને પરણું અને એ ક્રોધે ભરાય તો, તો મને જીવતી જ બાળે અને તે ઉપરાંત મારા સર્જક પિતા શ્રી રમણલાલ દેસાઈ જેવી મુલાયમ અને નરમ વ્યક્તિ વિજયરાય જેવા જમાઈને પસંદ પણ ન કરે. ‘અદાવત વિનાની અદાલતમાં ત્રણ સાહિત્યકારોના બચાવપક્ષના
• અદાલતનો આનંદરસ • ધારાશાસ્ત્રીની કામગીરી જ્યોતીન્દ્ર દવે બજાવે છે અને આમાં હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેનું વ્યક્તિત્વ તો ઊપસે છે, પરંતુ એની સાથે એક ઉત્તમ કોટિના તર્કપ્રવીણ ધારાશાસ્ત્રી તરીકેની ભૂમિકા સુંદર રીતે બજાવે છે. ખુદ જ્યોતીન્દ્ર દવે ગુનેગારના પાંજરામાં ઊભા રહે છે ત્યારે એમનું પોતાનું બચાવનામું રજૂ કરે છે. જ્યોતીન્દ્ર દવે પર આરોપ મૂકતાં ચન્દ્રવદન મહેતા નામદાર ન્યાયમૂર્તિઓ અને જ્યુરીના સભ્યોને એમની સાચી ઓળખ આપતાં કહે છે –
નામદાર ! અનેક તરકીબો કરી છટકી જનાર ગુનેગારને આજે પીંજરામાં લાવી શકાય છે. એણે શું શું નથી કર્યું ? આ સળે કડા સમા માનવ, હાસ્યરસનો દાવો કરનાર જ્યોતિર્ધર, જ્યોતીન્દ્ર દવેએ – દવે અવટંક સાથે પ્રાસ મેળવવા એ થયા છે એમ. એ. - મોટો ગુનો આ અદાલતનું અપમાન કરવાનો કર્યો છે.
આજથી એક મહિના પહેલાં અહીં ધ્રુજર થવા એના પર વોરંટ ઠ્ઠી ચૂક્યાં હતાં, છતાં આ અદાલતનું અપમાન કરી, કહેવાય છે તે પ્રમાણે પૂના મેચ જોવા ચાલ્યા ગયા હતા.
નામદાર ન્યાયાધીશને માલમ થાય કે અત્યાર સુધી ઊભા કરેલા આરોપીઓમાંથી આ ગુનેગાર સૌથી વધારે ભયંકર છે. અને હું એના ઉપર તહોમતનામું રજૂ કરું છું ને મને બીક લાગે છે. મહમદ છેલ જેવો જાદુ કરીને એ અહીંથી હાથતાળી આપીને છટકી તો નહીં જાય ? મોર સંધવાણી જેવા બહારવટિયાની જેમ એ અણજાણી નાઠાબારીમાંથી છટકી તો નહીં જાય ? એન્દ્રજાલિકા માયા લગાડી આપણા સર્વને ભૂરકી તો નહીં નાખે ? પણ એથીય વધારે બીક તો મને એની ઈલમી કલમ કરતા એની ઇલમી જબાનની લાગે છે. જે જ બાને ઉર્દૂ અને સંસ્કૃત એમ બે ભાષાના વાવા પહેર્યા છે.
આજે ધ્રુજું છું. મારાં ગાત્રો ઢીલાં થાય છે, શરીરે ઝેબ વળે છે. તહોમતનામું હાથમાં પકડતાં હાથનાડી વકરાય છે. નામદાર મારી તો શું - આ અહીં બેઠેલી વિદ્વાન
જ્યુરીની તો શું, પણ ખુદ ન્યાયાધીશની પણ આ પ્રસંગે, કયે તબકે, એની શેષનાગથી પણ ભયંકર એવી નાગશિરોમણિ જીભ વડે આ આરોપી કેવી રેવડી ઉંડાવશે એ કહેવું કે કલ્પવું દુર્ઘટ છે. કંઈ નહીં તો આપણા ડગલાની સિલાઈ, આપણે પહેરેલું કાપડ, ગજવામાંનું અસ્તર, અસ્તરનું ઉત્પત્તિ-શાસ્તર, આપણા ઘરનો નંબર, ચશ્માનો નંબર, આપણા પાડોશીઓ, આપણા રસ્તાઓ, આપણી ખાસિયતો, આપણો ઘરખટલો, આપણો મોભો, આપણાં વાહનો, આપણી આબોહવા, આપણાં બજાર, આપણા મહેમાનો, આપણા ભાષણકર્તાઓ, આપણા પ્રમુખો, છેવટે આપણે જે કાંઈ છે તે એ સૌની એણે છડેચોક હાસ્યના ઓઠા હેઠળ રહીને ઠેકડી ઉડાવી છે. એક નહિ, બે
0 ૯૧ 0.
૯૦ ]