________________
* શબ્દસમીપ •
રહ્યો, પરંતુ એથીયે વિશેષ આ કાર્યક્રમે એક નવો જ માહોલ સર્જ્યો. એમાં તત્કાલીન લોકપ્રિય સાહિત્યકારોના સ્વમુખે પોતાની કૃતિઓ વિશે બચાવનામું સાંભળવા મળે, એમની સામે ઉગ્ર અને તાર્કિક દલીલબાજીથી આરોપો મૂકવામાં આવે, વળી દરેક સાહિત્યકારની ખુબીને ખામી તરીકે બતાવીને એના પર આક્ષેપ મૂકવામાં આવે. આક્ષેપ મૂકનારે એ સાહિત્યકારનાં સર્જનોનો ઊંડો અભ્યાસ કરેલો હોય તો જ આ શક્ય બને. ચન્દ્રવદન મહેતાએ આ કાર્યક્રમમાં આ સાહિત્યકારોના ગુણદોષ બરાબર પારખીને એમની વિશિષ્ટતાઓને એમની નબળાઈ તરીકે બહુ ચતુરાઈપૂર્વક ગોઠવી છે. એમાંથી ૨મૂજ ઉત્પન્ન થાય છે; જેમ કે યુગમૂર્તિ સર્જક શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ પોતાની સામેના ચન્દ્રવદન મહેતાએ કરેલા આક્ષેપોનો પ્રત્યુત્તર વાળતાં કહે છે,
પ્રથમ તો હું સૌમ્ય પ્રકૃતિનો છું, એમ કહી વિરોધ પક્ષે પોતાની આખી આરોપ-ઇમારતના પાયા જ પાંગળા બનાવી દીધા છે. સૌમ્ય હોય તે સાહિત્યકાર હોઈ શકે ખરો ? અને તે પણ ગુજરાતમાં ? ફરિયાદી પોતે જ પોતાની તરફ જોશે તો તેમને આ પ્રશ્નનો ઉત્તર જડી આવશે. આમ જો હું પહેલે જ પગથિયે મારી સૌમ્યતાથી સાહિત્યકાર થતો અટકી જાઉં તો આ આખી આરોપાવલિ નિર્મૂળ બની જાય છે. સાથે સાથે એ પણ કહી દઉં કે મારી સૌમ્યતાનો મને બહુ વિશ્વાસ નથી. માટે જ તેને સાચવવા માટે હું મહાપ્રયત્નો કરું છું. હું શરમાળ છું એમ કહેવું એ ભૂલભરેલું છે. અનેક સ્ત્રીઓ મારી પ્રિય છે. જો તે સર્વને હું સાક્ષીમાં બોલાવીશ તો આ કચેરીનું મકાન એકદમ સાંકડું પડશે. અને મારા ધોળા વાળનો ઉલ્લેખ કરવામાં ફરિયાદીએ કવિવર ટાગોર અને પ્રાચીન ઋષિમુનિઓની પ્રતિષ્ઠા ઉપર ઘા કર્યાની વાત જતી કરીએ તો પણ તેમણે જગતના એક મહાનિયમનું અજ્ઞાન જ દર્શાવ્યું છે, એ આક્ષેપનો જવાબ આપણી જૂની કથનીમાં હું આપી દઉં :
પીપળ પાન ખરંત હસતી કુંપળિયાં, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં.
એ સમયે લોકમાનસમાં કનૈયાલાલ મુનશીની તનમન અને મંજરીનાં પાત્ર રમતાં હતાં. ચન્દ્રવદને આ બંને પાત્રોને પાત્રરૂપે રજૂ કરીને જીવંતતા અને નાટ્યાત્મકતા આણી છે. મુનશી પર એવો આરોપ મૂક્યો કે સ્વચ્છ અને સફેદ લૂગડાંમાં સજ્જ થઈ આવેલી વ્યક્તિ (મુનશી) ઉપરથી જેટલી મુલાયમ લાગે છે
]]
અદાલતનો આનંદસ -
એટલી અંતરથી નથી. એણે દુખિયારી તનમન અને વિલક્ષણ મંજરી જેવાં પાત્રોનું ખૂન કર્યું છે. અને નવલકથાકારે લોકોની દયાવૃત્તિ સતેજ કરવા માટે આવી રીતે ખૂન કરવાં જોઈએ નહીં એવો આરોપ મૂક્યો. એ આરોપની સાબિતી માટે અદાલતમાં તનમન અને મંજરીને રજૂ કરવામાં આવે છે. મંજરી અને ચન્દ્રવદન મહેતાની આ માર્મિક દલીલો જોઈએ – ચન્દ્રવદન મહેતા : ઠીક, તો તમે તમારી ઓળખાણ આપો.
મંજરી : મારું નામ મંજરી. મારા ઘડનારે મને આવી જ ઘડી છે. તોફાની, ટીખળી,
તેજી, બુદ્ધિશાળી આર્યસંસ્કૃતિમાં રચીપચી. મને વિદ્યાવિલાસિની બનાવી, એથી તો હું મારા વિધાયક ઉપર ખૂબ જ પ્રસન્ન હતી. પણ....પણ.... મારી અંગત વાત કરું ?
ચન્દ્રવદન મહેતા : હા, હા કરો ને, વિનાસંકોચે કહો.
મંજરી : ખરા છો તમે બધા. પારકાની ખાનગી વાતો સાંભળવાનો રસ હજી અહીં ઓછો થયો નથી. ઠીક તો સાંભળો. મારે માટે ધણી શોધ્યો કાક. સાવ બુડથલ અને બુસો.
ચન્દ્રવદન મહેતા : તમે પતિવ્રતા નારી આ
:
મંજરી : હા, હા, તે પતિવ્રતા નારી પતિને બુસો ન કહી શકે ? તમેય ખરા છો, ચોખલિયા. પતિવ્રતા હતી એટલે તો એવા જડસાને રસિક બનાવવા પ્રયત્ન કર્યો. નહીં તો ક્યાંક વેચી આવી હોત.
ચન્દ્રવદન મહેતા : એ ખરું, પણ તમારે કંઈ ફરિયાદ નોંધાવવાની છે ?
મંજરી : તમે ધીરજ રાખો તો હું કહું ને. તો કાક જેવા અણઘડ ધણીને મેં કેળવ્યો,
રસ્તે ચઢાવ્યો, એની સાથે ઘરસંસાર ચલાવ્યો, બે સુંદર સંતાનોની હું માતા થઈ અને જ્યારે મારે જીવનમાં સુખ અને આનંદ માણવાના દિવસો આવ્યા ત્યારે આ મારા નિર્દય સર્જકે મને મારી નાખી. મારા નિસાસા તો એવા છે અને દાઝ તો એના પર એવી ચઢે છે...
ચન્દ્રવદન મહેતા : ખમો ખમો સતી મંજરી. કંઈ શાપબાપ આપી ન બેસતાં. મંજરી : એ જ દુ:ખ છે ને, કે બાપ જેવા બની બેઠા છે એટલે તો શાપ નથી આપતી. ચન્દ્રવદન મહેતા : પણ હવે ન્યાય કરવાને તો આ તમારી પાસે ફરિયાદનામું નોંધાવરાવીએ છીએ. તમારું અણધાર્યું મોત, અણઘડ પતિ સાથે તમારું પાનું, એ ઉપરાંત બીજું કંઈ કહેવાનું છે ?
: ના, મારે બીજું કંઈ કહેવું નથી. મને સંતોષ એટલો જ છે કે એમને હાથે હું એકલી દુઃખી નથી ચીતરાઈ, આ તનમન તો છે જ. સુકન્યા પણ રડે
-
મંજરી :