Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 58
________________ • શબ્દસમીપ • ચોથા દશ્યમાં તેને ખ્યાલ આવે છે કે લેરેમા સાથે પરણાવવાની બાબતમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારે એ તદ્દન શાંત રહે છે. જોકે આવાં પગલાંથી એને વજાઘાતનો અનુભવ થાય છે ખરો ? છેતરાયેલી નાખ્યુઆ પ્રપંચી લેરેમાને એક વૃદ્ધ ઝરખ અને એક નાશ થાય તેવા વૃદ્ધ ભૂત તરીકે ઓળખાવે છે. આત્મસન્માન થવા માટે એ પોતાની જાતને સજ્જ કરે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની જાતને મારી નાખવા માટે પૂરતી હિંમત કેળવે છે. પ્રદેશની પરંપરા જાળવવાની એની ખેવનાની થયેલી વાંચનાને કારણે આઘાત પામે છે. નાડુઆ પાસે દેહસૌંદર્ય સાથે વિચારસૌંદર્ય પણ છે. લેકિન્ટોના પિતા શુનું એક પ્રણાલિકાગત મુખી છે. તે વડીલોનો પ્રતિનિધિ છે અને એનો પુત્ર લેકિન્ટો યુવાનોનો. પરિણામે બંને વચ્ચે સોહરાબ-રુસ્તમી થાય છે. પરંપરાનું અંધ અનુકરણ કરનાર શુન્દુ સહુ કોઈની પાસે, પોતાના પુત્રની પાસે પણ અંધ આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે, પરંપરાનો વિરોધ એને માટે અસહ્ય છો. તે કહે છે : શુન્હ : આ ટેકરીઓ અને મેદાનો કંઈ મેં બનાવ્યાં નથી. એ જેવાં છે એવાં જ મેં જોયાં છે. મને તો એટલી ખબર છે કે આપણા લોકો એમના પૂર્વજોનાં રૂઢિરિવાજનું પાલન કરીને મોટા થયા છે અને તારે જો ઉગમણી દિશામાં સૂર્ય આથમે તથા આથમણી દિશામાં સૂર્ય ઊગે એવું બધું ઊંધુંચતું કરવું હોય તો હું મરું ત્યાં સુધી ખમી જા. મારી પાછળ લોકો મને યાદ કરે એવું મને ગમે. તે એમ માને છે કે આ પ્રદેશની પરંપરા સાચવશે તો તેને સહુ યાદ કરશે. એ બધા પાસે પૂર્ણ આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે અને વ્યક્તિ વડીલ હોય કે યુવાન, પણ એની પાસેથી તે સન્માનની અપેક્ષા રાખે છે. પરિણામે એનો પુત્ર લેકિન્ટો તેની સમકક્ષ હોય તેવી રીતે વાત કરે છે, ત્યારે તેને કારમો આઘાત લાગે છે. આથી એ કહે છે : બસ, બહુ થયું. તમે બેશરમ બનીને તમારી હલકી વાસનાથી આપણી પરંપરાને લાંછન લગાડવા કરો. હું કાંઈ અહીં આખો દિવસ ઊભો ઊભો, એની સાથે તું જુવાનીના જોશમાં ચૂંક ઉડાડવા કરે તે સાંભળ્યા કરવાનો નથી. અને જંગલોના બધા જ નાગે એમનું તમામ ઝેર તારી આંખોમાં ઠાલવ્યું હશે તો તારા માટે હું પણ મારા ઝેરનો ઉપયોગ ૧૦૪ ] • આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • કરીશ. જે ઘેટીને તું હમણાં પંપાળીને રમાડી રહ્યો તો એ તો છે પરદેશી અને અપવિત્રચપુની ધારે તારા શૈશવની ચામડી ઉતરાવ્યાના દિવસે તે ધારણ કરેલા વસ્ત્રની જેમ તે સ્ત્રી તારે માટે નિષિદ્ધ છે. શુનું જાહેરમાં પોતાના પુત્રનો સામનો કરવા ધસી જાય છે, તે એની અપરિપક્વતા દર્શાવે છે અને એના સંવાદો યુવાનો સાથેનો એનો મેળ અશક્ય બનાવે તેવા છે. તેના સ્થાનને કારણે તેની પાસે એવી અપેક્ષા રહે કે તે તેના પુત્રને એવી સલાહ આપે કે જેથી તેનો પુત્ર તેની વયના સાથીઓમાં એક દૃષ્ટાંતરૂપ બની રહે. જો કે શુન્દુ પ્રચલિત પરંપરાને માને આપે છે, પરંતુ કેટલીક પળોએ આ બાબતમાં તેની નિષ્ઠા પ્રત્યે આપણને શંકા જાય છે. તે માન વગર મંદિરમાં ધસી જતો નથી અને લેરેમાને પ્રદેશના લોકોને બોલાવવાનું માન વગર કહેતો નથી. ટોળીના સભ્યો પડકાર રૂપે ભાલાને તોડી નાખે છે ત્યારે શુનુ લેકિન્ટો સાથે લડવાનો પ્રયત્ન કરે છે પણ ફરીથી તે લેરેમા દ્વારા અટકાવાય છે. સ્પષ્ટ કહીએ તો અત્યંત ઝડપથી ગુસ્સે થઈ જતા શુન્ડનું કાર્ય કોઠાસૂઝ ધરાવતા વડીલ તરીકે છાજતું નથી. વાંગા માટેના સંતાપનું કારણ તેને પૂછવામાં આવે છે ત્યારે તે યુવાનો પર પાગલ હોવાનો આરોપ મૂકે છે. એ અણગમો અનુભવે છે પણ પ્રગટ કરતો નથી. શુન્હ એવી પહેલી વ્યક્તિ છે કે જે દેવો પર આરોપ મૂકે છે કે આ પ્રદેશ છોડી તેઓ ચાલ્યા ગયા છે. નુ : વાંગાદેવ આપણાથી નારાજ છે. આપણે મેદાની પ્રદેશમાં આલ્બીનો જેવા અજાણ્યા ને રંગવિહીન લોકોને આવકાર્યા તે બદલ તેમણે આપણને ઠપકોય આપ્યો. અને તેમના કારણે આપણાં કાળજાં પથ્થરમાં ભંડારાઈ જશે એવી આગાહી પણ કરતા ગયા. બાબીનો નામ ધરાવતી મંડળી તો ખરી જ પણ સાથોસાથ આપણા સૌના માથે એ શાપ વરસાવતા ગયા છે. અહીં શુન્દુ અવિચારી અને ઉદ્ધત લાગે છે. વાંગાના મુખ્ય પૂજારી લેરેમા દેવના મંદિરમાં તેની પત્ની મકુમ્બ સાથે રહે છે. વાંગાના પ્રધાન રૂપે લેરેમાએ આ પ્રદેશના લોકોના આધ્યાત્મિક કલ્યાણ ૧૦૫ ]

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152