________________
* શબ્દસમીપ •
ગરજ સારે છે. એણે સટ્ટાખોરીથી કેવી દુર્દશા થાય છે તે દર્શાવતા ‘ટેકચંદ શાહને ઘેર મ્હોંકાણ’ એવા એક લેખમાં ટેકચંદ શાહની એક ઉક્તિ મૂકી છે તે જોઈએ –
“સાલા આપણા કદમ જ બખતાવર છે ? જાહાં જાય ઊંકો તાહાં સમુદર સૂકો ? આપણે જાહાં જઈએ છીએ તાંહાં સાતઽસાત ! પણ એમાં મારો નહિ પણ કરમનો વાંક. ખંખેરાયા તો જબરા, પણ હવે બહારથી ડોળ રાખવું. લાલાજીના બળદની પેઠે પેટમાં ખાડા પણ ફેંફાં કરતાં ચાલવું. મીઆ પડે પણ ટંગડી ખડી એમ રાખવું, ભીતરની વાત રામજી બુજે. બીજો કાંઈ ઇલાજ છે ? ચોરની મા કોઠીમાં મોહો ઘાલીને રડે ! મને મારી જાતને વાસ્તે થોડી ફિકર છે પણ મારો ડફોળચંદ છોકરો સાડી ત્રણ છે. પથ્થરનો ભમરડો, કાળા અક્ષરને ફૂટી મારે, તેની આગળ શી વલે થશે. પ
આમ એનાં લખાણોમાં ઘરગથ્થુ શબ્દો બહોળા પ્રમાણમાં મળે છે. એની પાસે ગુજરાતી ભાષાના રૂઢ પ્રયોગોનું બહોળું શબ્દભંડોળ હતું. ગદ્યમાં નવપ્રસ્થાન કરવાનું હતું, સામે ગુજરાતી ગદ્યના નમૂનાઓ પણ નહોતા, એટલે એ પોતાના સમયમાં પ્રયોજાતી ભાષાને કામે લગાડે તે સ્વાભાવિક છે. એણે કહેવતો અને રૂઢિપ્રયોગોનો મોકળે હાથે ઉપયોગ કર્યો છે. ક્યારેક હાસ્ય ઉત્પન્ન કરવા એ કહેવતનો સચોટ ઉપયોગ કરે છે. ક્યારેક તેનાથી વક્તવ્ય વધુ વેધક બને છે. ક્યાંક કહેવતનો ઢગ ખડકીને પોતાના વક્તવ્યનો મુદ્દો સમજાવે છે. નર્મદ જેટલી તળપદી ઉક્તિઓ ભાગ્યે જ બીજા કોઈ લેખકે પ્રયોજી હશે. સ્વામિનારાયણનાં વચનામૃતોમાં તળપદું તત્ત્વ છે. પણ તે વાતચીત ઢબનું છે. નર્મદે આ તળપદા તત્ત્વનાં બળ, ઓજસ ને પ્રસાદનો સાહિત્યિક ઘાટ ઘડ્યો તે એની વિશેષતા. અને આવો તળપદી ભાષાનો પ્રયોગ લખાણમાં, વાતચીત અને રોજિંદા વ્યવહારની ભાષાની છાપ ઊભી કરે છે. આથી કદાચ એમ લાગે કે આમાં સાહિત્યિક તત્ત્વ કયું ? રોજિંદી ભાષામાં વપરાતા શબ્દો કેવી રીતે ગોઠવાય છે અને તેમાંથી કેવો આકાર ઊભો થાય છે, એના ઉપરથી જ એ ગદ્ય છે, એમાં સાહિત્યિક તત્ત્વ છે એનો ખ્યાલ આવે. નર્મદે એના વક્તવ્યમાં એક પ્રકારનો લય સિદ્ધ કર્યો છે. જે તેને સાહિત્યિક ઘાટ આપવામાં મદદરૂપ થાય છે. પોતાના કથનની ચોટ સાથે તે રીતે વાક્યોને તે લયબદ્ધ વોટ આપતો આગળ ચાલે છે. આ લય તે નર્મદના ગદ્યનો પ્રાણ છે.
] ૩૮ ]
ગુજરાતી ગદ્યનું પ્રભાત •
નર્મદના ગદ્યનું એક બીજું મહત્ત્વનું લક્ષણ તે એની પ્રવાહિતા છે. વક્તવ્યના ધસમસતા પૂરમાં એ ભાવકને ખેંચી જાય છે. એ સમાજહિતચિંતક હોવાને કારણે એના વક્તવ્યમાં વિચાર હોય છે. પણ એ વિચારમાં જુસ્સો કે લાગણીનો ઉકળાટ એવી રીતે ભરેલો હોય છે કે સાંભળનારને વક્તાના હૃદયદ્રવ્યની ઉત્કટતા સ્પર્ધા વિના રહે નહીં. સટ્ટાના વંટોળ અંગે ‘ડાંડિયો’માં કહે છે –
•
“આજકાલ ધનવંતો પોતાના લોભ, મદ, મથન અને સરસાઈના જોરમાં પોતાના ધનમાન વધારવા સારું પ્રથમ ગરીબને નાખી દેવા ને પછી પોતાને ઝંપલાવવાને અને છેવટે દેશને પાડવાને ખરારીનો ખાડો ખોદે છે. ધન કાઢવાને ખાડો ખોદે છે એમ દેખાય તોપણ આખરે તે ખાડામાંથી ઊની જ્વાળા નીકળવાની કે જેણે કરીને ખાડામાં પડેલા પહેલા ને ન પડેલા પછી, વહેલા મોડા સર્વે દેશીજન બળી મરવાના, અ રે રે ૨ ૨ ! આજકાલ બધા બહાવરા બહાવરા બની રહ્યા છે. ઓ ભાવ વધ્યો, ઓ ઘટ્યો એમ રાતદહાડો કર્યા કરે છે. – ચાર મિત્રો એકઠા મળ્યા તો ત્યાં પણ તે જ વાત. ઘરમાં રાતે કુટુંબ સાથે જમવા બેઠા, તો ત્યાં પણ પોતે પોતાના વિચારમાં જ. હાં હાં !
આજકાલ પણિયત સ્ત્રીપુરુષની કુળદેવી જંપ પારકા સ્ત્રીપુરુષની કુળદેવી થઈ છે. સરસ્વતીએ કુંભકર્ણની નિદ્રા લીધી છે. અખંડ પ્રીતજોત બેવચનીપણું તથા વિશ્વાસઘાત એના ઝેરી વાયુથી ઘેરાઈ ગઈ છે. માયાવી રાક્ષસી લક્ષ્મીનું રાજ્ય જોઈ બચારી ભક્તિ નીતિ ખૂણેખોતરે ભરાઈ રહ્યાં છે — ઈશ્વર તો બુદ્ધાવતાર
જ લઈને બેઠો છે. ઠીક ઠીક !=
નર્મદના ગદ્યમાં વિચાર કરતાં લાગણીની સળંગસૂત્રતાથી પ્રગટ થતી પ્રવાહિતા જોવા મળે છે. આ દૃષ્ટિએ જોઈએ તો વ્યાખ્યાનશૈલીના નિબંધો પૂર્વ નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે. એમાં ઉદ્બોધનનું તત્ત્વ પણ ધ્યાન ખેંચે છે. પોતાના શ્રોતાઓને ઉદ્દેશીને, દેશબંધુઓને ઉદ્દેશીને, પ્રતિપક્ષીઓને ઉદ્દેશીને એ વિવિધ ભાવકક્ષા (Pitch), ટોન અને લહેકા સાથે સંબોધન કરતો દેખાય છે. પ્રેમ, દર્દ, પડકાર, કટાક્ષ કે પ્રહાર એ સંબોધનોના લહેકાદાર ઉચ્ચાર પરથી જ સમજાઈ જાય છે. હિંદુઓને ઉદ્દેશીને કરેલી વાત, સુધારાના કડખેદ તરીકે એણે કરેલાં સંબોધનો અને ‘ડાંડિયો’ તરીકેનાં એનાં ‘સાવધ
થજો'નાં ઉચ્ચારણો આ વાતની સાક્ષી પૂરે છે.
-૭૯